Narmada : ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે સંગઠનના લોકો સાથે સંવાદ કર્યો, જિલ્લા કમલમ કાર્યાલયના ખાતમુહૂર્તમાં હાજરી આપી

ગુજરાત(Gujarat) ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે નર્મદા જિલ્લાના સંગઠનના લોકો સાથે વ્યક્તિગત સંવાદ કર્યો, ત્યારબાદ રાજપીપલા ટાઉનહોલ ખાતે સરકારી કાર્યક્રમમાં હાજરી આપી હતી.આ કાર્યક્રમ બાદ નર્મદા જિલ્લાના કમલમ કાર્યાલયનું ખાતમુહૂર્તમાં હાજરી આપી.

Narmada : ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે સંગઠનના લોકો સાથે સંવાદ કર્યો, જિલ્લા કમલમ કાર્યાલયના ખાતમુહૂર્તમાં હાજરી આપી
Gujarat Bjp President CRPaatil
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2022 | 8:36 PM

ગુજરાત (Gujarat) ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ  (C R Paatil ) છેલ્લા 2 દિવસથી વન ડે વન ડિસ્ટ્રિક્ટ અંતર્ગત નર્મદા (Narmada) જિલ્લાની મુલાકાતે હતા. જેઓ સવારથી જ વિવિધ કાર્યક્રમોમાં વ્યસ્ત હતા.પહેલા નર્મદા જિલ્લાના સંગઠનના લોકો સાથે વ્યક્તિગત સંવાદ કર્યો, ત્યારબાદ રાજપીપલા ટાઉનહોલ ખાતે સરકારી કાર્યક્રમમાં હાજરી આપી હતી.આ કાર્યક્રમ બાદ નર્મદા જિલ્લાના કમલમ કાર્યાલયનું ખાતમુહૂર્તમાં હાજરી આપી.રાજપીપલા રેલવે સ્ટેશનની સામે નર્મદા જિલ્લાનું કમલમ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ ખાતમુહૂર્તમાં સી.આર.પાટીલ, પ્રદીપસિંહ વાઘેલા, ભારત ડાંગર સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા.આ કાર્યાલય 5 કરોડ ખર્ચે બનશે, જેમાં 20 અલગ અલગ રૂમ પણ બનાવવામાં આવશે.નર્મદા જિલ્લાનું કમલમ કાર્યાલય ખૂબ અદ્યતન બનાવવામાં આવશે.2 જૂનના રોજ પાટીદાર નેતા હાર્દિક પટેલ કેસરીયો ધારણ કરશે તે બાબતે પ્રદેશ પ્રવક્તા ભરત ડાંગરે તેની પ્રતિક્રિયા પણ આપી હતી.રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એ આ બે દિવસમાં થયેલા તમામ કાર્યક્રમો બાબતે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.

જેમાં ગુજરાત ભાજપ પ્રમુખ   સી.આર.પાટીલ દરેક જિલ્લામાં ડોક્ટર, વકીલ, ઉદ્યોગપતિ, શ્રમિકો તેમજ ગંગાસ્વરૂપા બહેનો સાથે સંવાદ કરશે.આ ઉપરાંત દરેક જિલ્લામાં ભાજપના કાર્યકર્તાઓ સાથે પણ મુલાકાત કરશે. તેમણે તાપીના વ્યારાથી આ અભિયાનનો શુભારંભ કર્યો હતો. આ કાર્યક્રમથી ભાજપે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. જેમાં વધુમાં વધુ લોકો સાથે સંપર્ક થઈ શકે તે માટે ભાજપે માઈક્રો પ્લાનિંગ કર્યું છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

રાજ્યમાં પ્રવાસ, સંપર્ક અને બેઠકના મૂળમંત્ર સાથે સંગઠનને વધુ ને વધુ સંગઠિત કરવાના ધ્યેય સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સમગ્ર રાજ્યના 43 જિલ્લાઓમાં ” વન ડે વન ડીસ્ટ્રીકટ ” કાર્યક્રમ અંતર્ગત પ્રવાસ કરવાના છે. તેમના આ પ્રવાસ દરમિયાન સમાજના વિવિધ ક્ષેત્રના લોકો સાથે સંવાદ કરશે તેમજ હિન્દૂ ધર્મના વિવિધ સંપ્રદાયના સાધુ-સંતોને મળીને તેમના આશીર્વાદ ગ્રહણ કરશે.

g clip-path="url(#clip0_868_265)">