AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાંથી 5 લાખના MD ડ્રગ્સ સાથે બે ઈસમો ઝડપાયા, અમરોલી કતારગામ ચેકપોસ્ટ પરથી પોલીસે ડ્રગ્સ સાથે આવતા શખ્સોની કરી ધરપકડ

Surat: કતારગામ પોલીસે અમરોલી કતારગામ જૂની ચેકપોસ્ટ પરથી પેટ્રોલિંગ દરમિયાન બાઈક ઉપરથી પાંચ લાખથી વધુનું ડ્રગ્સ લાવતા ઈસમોને ઝડપી પાડી તેમની પાસેથી 5 લાખથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાંથી 5 લાખના MD ડ્રગ્સ સાથે બે ઈસમો ઝડપાયા, અમરોલી કતારગામ ચેકપોસ્ટ પરથી પોલીસે ડ્રગ્સ સાથે આવતા શખ્સોની કરી ધરપકડ
MD ડ્રગ્સ સાથે બે આરોપીઓ ઝડપાયા
Baldev Suthar
| Edited By: | Updated on: Dec 13, 2022 | 8:17 PM
Share

સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમરે સુરતમાં ચાર્જ લેતાની સાથે તમામ બ્રાન્ચને સુરતમાં ડ્રગ્સનું ન્યુસન્સ નાબૂદ કરવા માટે માટે સૂચના આપી હતી. જેમા સુરત SOG દ્વારા એક પછી એક મોટા પ્રમાણમાં MD ડ્રગ્સ ઝડપી પાડવામાં આવતુ હતુ બાદમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પણ આ ઓપરેશનમાં જોડાઈ એક બાદ એક ડ્રગ્સના મોટા પેડલરોને જેલ હવાલે કર્યા છે. સ્થાનિક પોલીસ પણ હવે આ ડ્રગ્સના ન્યુસન્સને નાબૂદ કરવા સતત કામગીરી કરી રહી છે. સુરત કતારગામ પોલીસે અમરોલી-કતારગામને જોડતી જૂની ચેકપોસ્ટ પર બાઈક પર આવતા બે ઈસમોને ઝડપી પાડી તેમની પાસેથી 5 લાખથી વધુની કિંમતનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યુ હતુ.

ડ્રગ્સ લઈને આવતા મોહંમદ આસીફ અને જુનેદ શેખની ધરપકડ

સુરત પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઝડપેલુ ડ્રગ્સ મેફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સ છે.આ લાવનારા મોહંમદ આશીફ અબુલ ખાલીક ગુલીધારા અને આકીબ જુનેદ શેખની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી કુલ 51.1 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે. જેની કિંમત 5,11000 જેટલી છે. કુલ મળીને કુલ 5,93, 920 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

અમરોલી કતારગામ ચેકપોસ્ટ પરથી 5લાખ 16 હજારની કિંમત સાથે બે શખ્સોની ધરપકડ

પોલીસ કમિશનર અજયકુમાર તોમરે સુરત શહેરમાં યુવાધન નશાના રવાડે ન ચડે અને શહેરમાં નશાયુક્ત માદક પદાર્થોનું વેચાણ નેસ્તનાબૂદ કરવા માટે ‘NO DRUGS IN SURAT CITY’અભિયાન શરૂ કર્યુ છે. જે અંતર્ગત ગેરકાયદે ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી કરતા ઈસમોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત કતારગામ પોલીસે રાત્રિના સમયે શંકાસ્પદ બાઈક ચાલકને રોકી તેની તપાસ કરતા તેની પાસેથી 5 લાખ 16 હજારની કિંમતનું ડ્રગ્સ મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. ત્યારબાદ પોલીસે તેમના ઉપરી અધિકારીઓને જાણ કરતા તાત્કાલિક એસીપી-ડીસીપી કક્ષાના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.

ડ્રગ્સ લેવા મોકલનાર અને ડ્રગ્સ આપનાર શખ્સની શોધખોળ શરૂ

પોલીસ પૂછપરછમાં ખૂલ્યુ છે કે ડ્રગ્સ સાથે પકડાયેલા બંને ઈસમો સુરતના રહેવાસી છે અને શહેરના રાંદેર વિસ્તાર જે ડ્રગ્સનું એપીસેન્ટર ગણાય છે ત્યાંથી કોઈ એક વ્યક્તિ પાસેથી MD ડ્રગ્સ લઈને ફરી જિલ્લા તરફ રવાના થઈ રહ્યા હતા. તે ગરમિયાન કતારગામ પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓ રાંદેરના ક્યા શખ્સ પાસેથી ડ્રગ્સ લાવ્યા અને તેમને ડ્રગ્સ લેવા માટે કોણે મોક્યા તે દિશામાં તપાસ શરૂ છે. તેમને ડ્રગ્સ આપનાર અને ડ્રગ્સ લેવા મોકલનાર શખ્સોની પણ શોધખોળ શરૂ છે. હાલ પોલીસ અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે. અત્યાર સુધીના MD ડ્રગ્સના તમામ કેસોની અંદર પોલીસે તેના મૂળ સુધી પહોંચવા પ્રયત્ન કર્યા છે અને આરોપીઓને પકડવામાં સફળતા પણ મેળવી છે.

g clip-path="url(#clip0_868_265)">