Surat: સ્પામાંથી ઝડપાયેલી બે બાંગ્લાદેશી યુવતીને નારી સરંક્ષણ ગૃહમાં મોકલાયા બાદ, બન્ને યુવતીઓ થઈ ફરાર

|

Jun 08, 2023 | 6:08 PM

બાંગલાદેશની યુવતીઓને પોલીસે સ્પામાથી મુક્તિ આપવી ઘોડદોડ રોડ સ્થિત નારી સરંક્ષણ ગૃહમાં મોકલવા આવી હતી. પરંતુ બાંગ્લાદેશ પરત કરાય તે પહેલાં જ બંને યુવતીઓ ફરાર થઇ ગયાની વાતને લઈ પોલીસ પણ દોડતી થઈ હતી.

Surat: સ્પામાંથી ઝડપાયેલી બે બાંગ્લાદેશી યુવતીને નારી સરંક્ષણ ગૃહમાં મોકલાયા બાદ, બન્ને યુવતીઓ થઈ ફરાર

Follow us on

Surat: બાંગ્લાદેશથી ગેરકાયદે ભારતમાં દેહવ્યાપાર માટે યુવતીઓને લાવવામાં આવી હતી. જેને પોલીસ દ્વારા કાર્યવાહી કરી સ્પામાંથી બે બાંગ્લાદેશી યુવતીઓને ઘોડદોડ રોડ સ્થિત નારી સરંક્ષણ ગૃહમાં રાખવામા આવી હતી. જોકે આ નારી સંરક્ષણ ગૃહમાથી આ બન્ને યુવતીઓ ફરાર થઇ જતાં ચકચાર મચી હતી. મહત્વનુ છે કે ભાગતી બંને યુવતીઓ CCTVમાં કેદ થઈ છે.

ભાગવા માટે જમવા પણ ન ગઈ

બુધવારે બપોરે પોણા એક વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. સૂરમાં નારી સરંક્ષણ ગૃહમાં રખાતી દરેક યુવતીઓને પહેલા માળે રાખવામાં આવે છે. જમવાના સમયે બધાને બીજા રૂમમાં લઇ જવાય છે. બધી યુવતીઓ તો જમવા માટે જતી રહી હતી, પરંતુ આ બંને બાંગ્લાદેશી યુવતીઓએ સવારે ભરપેટ નાસ્તો કર્યો હોવાનું બહાનું કાઢી જમવાની અનિચ્છા દર્શાવી ત્યાં રોકાઇ હતી.

રસોડાની બારીની ગ્રીલ તૂટેલી જોવા મળી

થોડા સમય બાદ જ્યારે બીજી યુવતીઓ તથા કર્મચારીઓ પરત ફર્યા હતા ત્યારે આ બંને યુવતીઓ ગાયબ હતી. આખું નારી સંરક્ષણ ગૃહ ફેંદી નાંખવામાં આવ્યું હતું. મુખ્ય દરવાજાને તાળું હોવાની સાથે આગળ વોચમેનની હાજરીમાં બંને યુવતીઓ કઇ રીતે ભાગી ગઇ તેની તપાસ કરવામાં આવતાં પાછળની તરફ આવેલી રસોડાની બારીની ગ્રીલ તૂટેલી જોવા મળી હતી.

પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક

આ પણ વાંચો : સુરતના ગુમ પોલીસ કોન્સ્ટેબલની પત્નીની મદદ માટે અપીલ, ગાંધીનગર જઈ મુખ્યપ્રધાનને કરી રજૂઆત

ગ્રિલ તોડી નીચે સરકીને બહાર નીકળી ફરાર

બંને યુવતીઓ આ ગ્રીલમાંથી બહાર નીકળીને બાજુમાં આવેલા મનપાના પે એન્ડ પાર્ક તરફ થઇને ફરાર થઇ ગઇ હતી. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં નજરે પડે છે કે બંને યુવતીઓ એકલતાનો લાભ લઈને ગ્રિલ તોડી ત્યાંથી નીચે સરકીને બહાર નીકળી ફરાર થઈ જાય છે. આ યુવતીઓ ભાગવા પહેલા થોડી મિનિટો રેકી પણ કરે છે.

ડિપોર્ટ કરાઈ તે પહેલાં ભાગી ગઈ

બાંગ્લાદેશ પરત કરાય તે પહેલાં જ બંને યુવતીઓ ફરાર થઇ ગયાની વાતને લઈ પોલીસ પણ દોડતી થઈ હતી. ઉમરા પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પહેલા જાણવા જોગ નોંધી હતી. ત્યારબાદ સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:07 pm, Thu, 8 June 23

Next Article