Surat News: નાની ઉમરમાં આ બાળકી બોલી રહી છે સળસળાટ અંગ્રેજી, જુઓ VIDEO
સુરતના રત્નકલાકારની સાડા ત્રણ વર્ષની માસુમ ત્રિશા નામની બાળકી ઘરના સભ્યો સાથે ગુજરાતી ભાષા નહીં પરંતુ ફાંકડુ અંગ્રેજી બોલી રહી છે જેને લઈ પરિવાર આશ્ચર્યમાં મુકાયું છે. આ તમામ વચ્ચે સંઘાણી પરિવારની આજુબાજુ રહેતા પાડોશીઓ અને સગાંસબંધીઓ ત્રિશાનું અંગ્રેજી ભાષા બોલવું એ પુર્નજન્મ પણ હોય શકે એવી પણ વાત કરી રહ્યા છે.

અંગ્રેજી ભાષા બોલવાની વાત આવે ત્યારે મોટાભાગના લોકો મૂંઝવણ અનુભવતા હોય છે. ત્યારે સુરત શહેરના અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાં રહેતા રત્નકલાકારની સાડા ત્રણ વર્ષની માસુમ બાળકી ઘરના સભ્યો સાથે ગુજરાતી ભાષા નહીં પરંતુ ફાંકડુ અંગ્રેજી બોલી રહી છે. જેને લઈ પરિવાર આશ્ચર્યમાં મુકાયું છે. કારણ કે, બાળકીના પરિવારમાં કોઇ પણ સ્નેહી જન વિદેશમાં રહેતા નથી. જે હજી સ્કુલના પગથિયા પણ ચડી નથી.
સામાન્ય રીતે ઘરમાં બાળકો ટીવી ફિલ્મો કે અન્ય અંગ્રેજી વાર્તાઓ થકી માહિતી મેળવી અંગ્રેજી શીખતા હોય છે પરંતુ મહત્વની વાત એ છે કે આ બાળકના ઘરમાં ટેલીવિઝન પણ નથી, છતાં બાળકી ઘરના સભ્યો સાથે ફાંકડુ અંગ્રેજી બોલી રહી હોવાથી સૌ કોઇ વિચારમાં મુકાયા છે.
બાળકી ત્રિશા કયારેય પણ સ્કુલ કે ટયુશન ગઇ નથી
સુરતની આ બાળકીની વાત કરીએ તો રોજ સવારે સાડા દસ કે અગિયાર વાગ્યે ઉઠીને ત્રણ વર્ષની બાળકી ત્રિશા Mummy give me water, give me milk, come on Daddy થી શરુઆત કરે છે. એટલેકે દૈનિક ક્રિયાઓ સાથે આ બાળકી સામાન્ય વાતમાં પણ અંગ્રેજી ભાષાનો સળંગ ઉપયોગ કરે છે. સાડા ત્રણ વર્ષની બાળકી ત્રિશા કયારેય પણ સ્કુલ કે ટયુશને ગઇ નથી, મહત્વનું એ છે કે ઘરમાં તેના માતા કે પિતાને પણ અંગ્રેજી ભાષાનું કોઇ જાણકારી પણ નથી.
જોકે આશ્ચર્યની વાત છે કે, બાળકી અંગ્રેજી ભાષામાં મચ્છરને મોસ્કીટો, ક્રોકોડાઇલ જેવા શબ્દો બોલી રહી છે. જેનું અંગ્રેજી સાંભળવા આસપાસના લોકોમાં પણ તાલાવેલી જાગી છે. આ તમામ વચ્ચે સંઘાણી પરિવારની આજુબાજુ રહેતા પાડોશીઓ અને સગાંસબંધીઓ ત્રિશાનું અંગ્રેજી ભાષા બોલવું એ પુર્નજન્મ પણ હોય શકે એવી પણ વાત કરી રહ્યા છે.
સૌરાષ્ટ્રવાસીઓના ઘરમાં તળપદી ભાષા બોલાતી હોય છે
સુરત શહેરના અમરોલી ખાતે રહેતો આ પરિવાર મુળ અમરેલીના અમૃતપુરાનો છે. છેલ્લા એક વર્ષથી આ પરિવારની પુત્રી ત્રિશા સ્કુલ કે ટયુશન કલાસમાં અભ્યાસ વિના અંગ્રેજી ભાષા બોલી રહી હોવાને ઇશ્વરનો ચમત્કાર હોવાનું જણાવે છે. સામાન્ય રીતે સૌરાસ્ટ્ર વાસીઓના ઘરમાં સૌરાસ્ટ્રની તળપદી ભાષા બોલાતી હોય છે.
બાળકીના પિતાએ કહ્યું હતું, મારી પત્ની નેન્સી પણ અંગ્રેજી ભાષા સારી રીતે જાણતી નથી, ત્યારે હવે અમારી માસુમ બાળકી ત્રિશા અંગ્રેજી બોલતી હોવાથી અમે પણ મુશ્કેલી અનુભવી રહયા છીએ. તેનું શિડ્યુલ પણ વિદેશના સમય મુજબ છે, રોજ રાત્રે ત્રણ વાગ્યે સુવે છે. અને સવારે અગિયાર કલાકે ઉઠે છે.
આ પણ વાંચો : ‘મુન્ની’ના કારણે પોલીસ થઈ બદનામ, મહિલા સબ ઈન્સ્પેક્ટર 5000ની લાંચ લેતા ઝડપાયા, જુઓ Viral Video
મા-બાપ બાળકોને સ્વદેશી ભાષા શીખવવા મૂકતાં હોય છે ભાર
પરેશભાઈએ માત્ર ધોરણ 8 સુધી અને બાળકીની માતા નેન્સીબહેને ફક્ત ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. આ બન્નેને લગ્ન જીવનમાં લક્ષ્મી તરીકે દિકરીનો જન્મ થયો હતો અને તેમનું નામ ત્રિશા રાખવામા આવ્યું હતું. અન્ય મા બાપની જેમ દિકરી બોલતી હોય ત્યારે દાદા-દાદી કે મમ્મી-પપ્પા કે ગુજરાતી અથવા કાઠીયાવાડી ભાષામાં બોલે તેવો હોશ દરેક મા બાપને હોય છે. અને મા બાપ આ જ ભાષા શીખવવાનો બાળકોને પ્રયત્ન કરતા હોય છે. પરંતું ત્રિશાના માતા-પિતા સૌરાષ્ટ્ર ભાષામાં જ વાત કરતા હતા અને તેને શીખવતા હતા પરંતુ ત્રિશાએ બોલવાની શરૂઆત જ અંગ્રેજી ભાષામાં કરી હતી.
પ્રથમવાર અંગ્રેજી સાંભળતા માતાપિતા સ્તબ્ધ
શરૂઆતમાં ત્રિશા YES,NO, OK, BYE આવા શબ્દોનો ઉપયોગ કરતી હતી. જોકે આ સમયે તેના માતા-પિતાને આ શબ્દો સાંભળીને નવાઈ લાગી ન હતી પરંતુ જ્યારે ત્રણ વર્ષની થઈ ગઈ અને જેમ જેમ વિદેશી ભાષાની જેમ અંગ્રેજી બોલવા લાગી જેને લઈ તેના માતા પિતા જ નહીં પરંતુ અનેક લોકો આ અંગ્રેજી સાંભળીને ચોકી ઉઠ્યા હતા.
સોસાયટીના લોકો પણ અનુભવી રહ્યા છે ગર્વ
ત્રિશાને જોતા જ સોસાયટીના મિત્રો તેની સાથે રમવા લાગતા હોય છે અને રમવાની સાથે સાથે જે રીતેના ત્રિશા અંગ્રેજીમાં વિદેશી ભાષા બોલે છે. લોકો સાંભળીને ખુશીની લાગણી અનુભવતા હોય છે અને સોસાયટીની એટલી નાની દીકરી આ રીતે અંગ્રેજીમાં બોલે છે જેને લઈ આસપાસના તમામ લોકો ગર્વ મહેસુસ કરી રહ્યા છે અને ચમત્કાર પણ ગણાવી રહ્યા છે.