આટલા અમથા તલના છે કેટલા બધા ફાયદા, જાણો સમગ્ર વિગત

આપણા દરેકના ઘરોના તલનો ઉપયોગ તો થાય જ છે. ખાસ કરીને મીઠી વાનગીઓમાં તલનો વપરાશ સૌથી વધારે થાય છે. પણ તમને ખબર છે આટલા અમથા તલનું સેવન કરવાથી શરીરને કેટલો ફાયદો થાય છે. હૃદય સાથે જોડાયેલી બીમારીઓ માટે તલ ખૂબ જ ફાયદાકારક છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]

આટલા અમથા તલના છે કેટલા બધા ફાયદા, જાણો સમગ્ર વિગત
Parul Mahadik

| Edited By: TV9 Webdesk11

Oct 02, 2020 | 9:58 AM

આપણા દરેકના ઘરોના તલનો ઉપયોગ તો થાય જ છે. ખાસ કરીને મીઠી વાનગીઓમાં તલનો વપરાશ સૌથી વધારે થાય છે. પણ તમને ખબર છે આટલા અમથા તલનું સેવન કરવાથી શરીરને કેટલો ફાયદો થાય છે. હૃદય સાથે જોડાયેલી બીમારીઓ માટે તલ ખૂબ જ ફાયદાકારક છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

1). તલમાં મેગ્નેશિયમ હોય છે. અને તે હાઇપરસેન્સેટિવ ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ પ્રેશર તેમજ પ્લાઝ્મા ગ્લુકોઝને ઓછું કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

2). તલમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. જેથી એનિમિયા અને કમજોરીથી પીડિત દર્દીઓ માટે ફાયદાકારક છે.

3). કેટલાક પ્રયોગોથી માલુમ પડ્યું છે કે કોલેસ્ટ્રોલ ટ્યુમરના જોખમને ઓછું કરવામાં સહાયક સાબિત થાય છે.

4). ફાઈબરની ભરપૂર માત્રા હોવાથી આંતરડાની ગતિવિધિ સરખી કરવામાં મદદ કરે છે. તેથી તલને કબજિયાતથી રાહત માટે લેવામાં આવે છે.

5).તલના તેલથી ચહેરા, હાથો પર માલિશ કરવાથી ત્વચા મુલાયમ બને છે. થોડા કપાયેલા ભાગ કે નાની ઇજા પર પણ તેલ લગાવવાથી રાહત મળે છે.

6).તલમાં મેગ્નેશિયમ વાયુમાર્ગના અવરોધને હટાવીને અસ્થમા અને અન્ય શ્વસન સંબંધી સમસ્યાને દૂર કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati