AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tapi Riverfront : 1400 કરોડની નાણાકીય સહાય પહેલા વર્લ્ડ બેન્કની ટીમ સુરત આવશે

છ દિવસીય પ્રવાસ દરમિયાન વર્લ્ડ બેન્કના(World Bank ) વિવિધ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા મનપાના વિવિધ વિષયો બાબતે સંલગ્ન અધિકારીઓ, તજજ્ઞો સાથે ચર્ચા-વિચારણા, પ્રેઝન્ટેશન હાથ ધરશે અને મનપાની કાર્યપ્રણાલીની માહિતી મેળવશે.

Tapi Riverfront : 1400 કરોડની નાણાકીય સહાય પહેલા વર્લ્ડ બેન્કની ટીમ સુરત આવશે
Tapi Riverfront project (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 2:40 PM
Share

સુરત મનપાના(SMC) મહત્વાકાંક્ષી તાપી રિવરફ્રન્ટ(Riverfront ) ડેવલપમેન્ટ અને રીજુવેનેશન પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય કેન્દ્ર સરકારના હકારાત્મક વલણ સાથે નાણાકીય સહાય મેળવવા વર્લ્ડ બેન્ક(World Bank ) સમક્ષ પ્રોજેક્ટ પ્રપોઝલ રજૂ કરવામાં આવી છે. કુલ 3921 કરોડના તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ડીપીઆર પૈકી પ્રથમ તબક્કાની કામગીરી માટે 2 હજાર કરોડની માગણી સંદર્ભમાં વર્લ્ડ બેન્ક દ્વારા 70 ટકા લેખે ગ્રાન્ટ ચૂકવવાના નિર્દેશ આપ્યા છે, પરંતુ તે પહેલા આગામી 9 થી 14 મે દરમિયાન નાણાકીય સહાય અંતર્ગત વર્લ્ડ બેન્કના વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સુરતની મુલાકાતે આવી રહ્યા છે.

તા. 9 થી 14 મે દરમિયાન આવનાર ટીમ સાથે મનપાની સંખ્યાબંધ બેઠકો

સ્માર્ટ સિટી સમિટના આયોજનમાં મનપાની સંપૂર્ણ ટીમને છેલ્લાં ઘણા સમયથી વ્યસ્ત રહ્યા બાદ હવે અધિકારીઓને રાહત થઇ છે. દરમિયાન હવે રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે નાણાકીય સહાયની તૈયારી બતાવનાર વર્લ્ડ બેન્કની ટીમ આગામી 9 થી 14 મે દરમિયાન સુરતના પ્રવાસે આવી રહી છે. આ છ દિવસીય પ્રવાસ દરમિયાન વર્લ્ડ બેન્કના વિવિધ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા મનપાના વિવિધ વિષયો બાબતે સંલગ્ન અધિકારીઓ, તજજ્ઞો સાથે ચર્ચા-વિચારણા, પ્રેઝન્ટેશન હાથ ધરશે અને મનપાની કાર્યપ્રણાલીની માહિતી મેળવશે.

મનપાના અધિકારીઓ હવે વર્લ્ડ બેન્ડની ટીમના કાર્યક્રમમાં વ્યસ્ત થશે

વર્લ્ડ બેન્કની ટીમ દ્વારા સુરત વિઝિટ દરમિયાનના વિધિવત કાર્યક્રમ પ્રેઝન્ટેશન બાબતે મનપાને જાણ કરી દીધી છે. જેને આધારે મનપા કમિશનરે વર્લ્ડ બેન્કની ટીમના સુરતમાં આગમનથી લઇ 14 મેના રોજ સુરતથી વર્લ્ડ બેન્કની ટીમના રોકાણ દરમિયાનના સંપૂર્ણ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરાવી ઓર્ડરો ઇસ્યુ કરી દીધા છે. ક્યાં વિભાગ, અધિકારી, કન્સલટન્ટ દ્વારા વર્લ્ડ બેન્કની ટીમ સમક્ષ પ્રેઝન્ટેશન, ડીબેટ કરવામાં આવશે તે અંગેના ઓર્ડરો ઇસ્યુ કરાયા છે.

વર્લ્ડ બેન્કની ટીમ દ્વારા મનપાના વિવિધ વિસ્તારો, પ્રોજેક્ટોની મુલાકાત ઉપરાંત તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અને રીજુવેનેશન પ્રકલ્પના આયોજનના વિસ્તારમાં રૂબરૂ સ્થળ મુલાકાત કરવામાં આવશે. શક્ય છે કે, સુરતની વિઝિટ દરમિયાન વર્લ્ડ બેન્ક દ્વારા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઉપરાંત કેટલાંક અન્ય પ્રોજેક્ટો અંગે પણ મનપાને જરૂર હોય તો નાણાકીય સહાય માટે તૈયારી બતાવી શકે છે.

આ પણ વાંચો :

Surat : કેજરીવાલના ગુજરાત પ્રવાસ પર બોલ્યા મંત્રી વિનુ મોરડીયા, ચૂંટણી આવે એટલે મહેમાનો તો આવતા જતા રહે

અરવિંદ કેજરીવાલે સ્ટેજ પરથી કઈ પાર્ટીના કેવા નેતાઓને AAPમાં આવવા માટે આમંત્રણ પાઠવ્યું ?

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">