Surat : સુરતીઓ આજે ઘારી ભૂસાની જ્યાફત સાથે ઉજવશે પોતાનો પર્વ ચંદની પડવો
આ વર્ષના તમામ તહેવારો સુરતીવાસીઓ ધૂમધામથી મનાવી રહ્યા છે. નવરાત્રીના તહેવારોમાં લોકો રાત્રીના 3 વાગ્યા સુધી ખાણી-પીણીના સ્ટોલ પર દેખાઇ રહ્યા હતા.
કોઈપણ તહેવાર (Festival )હોય સુરતીઓ ખાણી પીણીને ભૂલતા નથી. તહેવાર કોઈ પણ હોય, ખાવા પીવાની નવી વેરાયટી(Variety ) તમને સુરતમાં જોવા મળે છે. અને આજે તો ચંદની પડવો છે, જે સુરતીઓનો(Surties ) માનીતો પોતીકો પર્વ છે. આ દિવસે સુરતીઓ ઘારી ભૂંસુ અચૂકથી ખાય છે. કોરોનાના બે વર્ષ દરમ્યાન એક પણ તહેવારની ધામધૂમથી ઉજવણી થઇ નહોતી, પણ જયારે આ વખતે તહેવારોમાં છૂટછાટ મળી છે, ત્યારે દરેક તહેવારોની રંગત પાછી ફરી છે.
ચંદની પડવા પર આ વખતે રેકોર્ડબ્રેક ઘારીનું ખરીદ વેચાણ થયું હોવાનું મીઠાઈ વિક્રેતાઓ જણાવી રહ્યા છે. ખાસ કરીને અલગ અલગ પ્રકારના વેરાયટી વાળી ઘારીની સાથે સુગર ફ્રી ઘારી ની ડિમાન્ડ પણ આ વર્ષે સૌથી વધારે જોવા મળી છે. ભારે ડિમાન્ડને જોતા સુગર ફ્રી ઘારીનું ઉત્પાદન પણ પાછલા વર્ષો કરતા આ વર્ષે વધ્યું હોવાનું જાણવા મળ્યું છે.
દર વર્ષે નવા નવા ટ્રેન્ડ સાથે સુરતીવાસીઓ તહેવારોની ઉજવણી કરતા હોય છે. આ વખતે ચંદની પડવા પર પ્રાઇવેટ ફાર્મ હાઉસ બુક કરીને સુરતીવાસીઓ પરિવાર સાથે અલગ આનંદ માણશે. ત્યારે અન્ય લોકો ઘરે જ તહેવારોની ઉજવણી કરશે. જયારે કેટલાક લોકો અસ્સલ સુરતીઓની જેમ ફૂટપાથ પર પરિવારની સાથે ચાંદનીના પ્રકાશમાં ઘારી અને ભૂંસાની જ્યાફત માણશે.
આ વર્ષના તમામ તહેવારો સુરતીવાસીઓ ધૂમધામથી મનાવી રહ્યા છે. નવરાત્રીના તહેવારોમાં લોકો રાત્રીના 3 વાગ્યા સુધી ખાણી-પીણીના સ્ટોલ પર દેખાઇ રહ્યા હતા. સુરતીવાસીઓ ચંદની પડવામાં મીઠી રસ ઝરતી ધારીની સાથે તીખું તમતમતું ફરસાણ ખાવાની પ્રથા જાળવી રાખી છે. સુરતીઓ ઘારીની સાથે સાથે અસલ સુરતી ટેસ્ટનું ભુસુ પણ ખાવામાં આવે છે.સુરતી ભુસુ એટલે સેવ- ચેવડો, પાપડી, તીખા- મોરા ગાંઠિયા,સાથે મીઠી અને તીખી બુંદીનું મિક્સ ફરસાણને ભુસુ કહેવામાં આવે છે. આ ફરસાણ સુરતીઓ ધારી સાથે ટેસ્ટથી ખાય છે.
સુરતીઓ ચંદની પડવાના દિવસે ઘારી અને ભુસુ સાથે સાથે અસલ ટેસ્ટી ફરસાણની પણ ડિમાન્ડ રહેલી છે. આમ આજના દિવસે સુરતમાં થર્ટી ફર્સ્ટ જેવો માહોલ જોવા મળશે.લોકો પુરા પરિવાર સાથે ઘરની અગાસી, ફાર્મ હાઉસ અને ફૂટપાથ પર ઘારી સાથે ભૂસાની જ્યાફત માણતા જોવા મળશે.