AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતના પાંડેસરામાં નવનિર્માણ બાંધકામના કામ દરમ્યાન નીચે પટકાતા બે કામદારોના મોત

સુરતના(Surat)પાંડેસરા વિસ્તારમાં એક નવનિર્મિત બાંધકામમાં (Construction) 14મા માળે લીફ્ટનું(Lift)કામ કરી રહેલો યુવકનું સંતુલન ખોરવાતા નીચે પટકાયો હતો.તેને બચાવવા જતા પાછળ એક બીજો યુવાન પણ નીચે પટકાતા ઘટના સ્થળે જ મોત નિપજયા હતા

સુરતના પાંડેસરામાં નવનિર્માણ બાંધકામના કામ દરમ્યાન નીચે પટકાતા બે કામદારોના મોત
Surat Lift Death
Baldev Suthar
| Edited By: | Updated on: Sep 16, 2022 | 5:11 PM
Share

સુરતના(Surat)પાંડેસરા વિસ્તારમાં એક નવનિર્મિત બાંધકામમાં (Construction) 14મા માળે લીફ્ટનું(Lift)કામ કરી રહેલો યુવકનું સંતુલન ખોરવાતા નીચે પટકાયો હતો.તેને બચાવવા જતા પાછળ એક બીજો યુવાન પણ નીચે પટકાતા ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક સુરત પોલીસની ટીમ ભટ્ટા સ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ શરૂ કરી અને ગુનો નોંધવા માટેની હાથ ધરવામાં આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા વડોદ ખાતે નવનિર્મિત બાંધકામ થઈ રહ્યું છે જેમાં સવારે દસેક વાગ્યાની આસપાસ એક યુવાન બિલ્ડીંગ ના 14 માં માળે લિફ્ટનું કામકાજ કરી રહ્યો હતો તે દરમિયાન યુવાનનું સંતુલન ખોરવાયું હતું અને સંતુલન ખોરવાતા નીચે પટકાયો હતો એક યુવાન નીચે પડતા હતા તેમને બચાવવા માટે પાછળ ગયેલો યુવાનનું પણ સંતુલન ખોરવાતા તે પણ 14 માં માળેથી નીચે પટકાયો હતો. આ ઘટનાના મૃતક આકાશ બોરસે અને નિલેશ પાટીલ આ બિલ્ડીંગમાં કામ કરતા હતા.જોકે આ યુવાનો બિલ્ડીંગમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન કોઈપણ સેફ્ટીના સાધનોનો પહેર્યા નહીં હોવાનું સામે આવ્યું હતું જ્યારે લિફ્ટ માં કામ કરી રહ્યા હતા.

તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી

આ બનાવની પોલીસને જાણ કરાતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ પોલીસ દ્વારા ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી મહત્વનું છે કે જે રીતે આ ઘટના બની છે તે ઘટના સેફ્ટીના સાધનો ન પહેર્યા હોવાને કારણે અતિ ગંભીર બની છે.ખરેખર 14માં માળે કામ કરતા આ કર્મચારીઓએ જો સેફટીના સાધનો પહેર્યા હોત તો પરિણામ એટલું દુઃખદ ન હોત આ ઘટનાને પગલે બંને આશાસ્પદ યુવાનોના જીવ ગયા છે ત્યારે ખરેખર જો આવી ઘટનામાં બિલ્ડર કે કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરોને સેફ્ટીના સાધનો પહેરાવે તો ઘટના આટલી ગંભીર બનતા અટકી જાય.

ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે

આ ઘટનાને લઈને ઝોન થ્રી ના ડીસીપી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે સૌપ્રથમ પ્રાથમિક ધોરણે કામદારોની કોઈ સેફટી રાખવામાં આવી ન હોય તેવું લાગી રહ્યું છે અને હાલમાં પોલીસ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે અને જો કોઈ સ્પષ્ટ બેદરકારી અથવા તો કોઈ ખામી જોવા મળશે તો આ બાબતે જેતે જવાબદાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તેવી બાહેધરી ડીસીપી દ્વારા આપવામાં આવી છે.

આ આખી ઘટનાની અંદર બિલ્ડર અને કોન્ટ્રાક્ટરની સ્પષ્ટપણે બેદરકારી સામે આવી રહી છે કારણ કે સવારના 10 થી 11 વાગ્યાની અરસાની અંદર આ ઘટના બની હતી છતાં પણ ન પોલીસને કે ન ફાયર વિભાગને આ બાબતે જાણ કરવામાં આવી હતી જ્યારે પાંડેસરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી ત્યારબાદ સુરત ફાયર વિભાગને જાણ થતા ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">