Surat: શહેરમાં મહેકી માનવતા, રિક્ષા ચાલકે દાગીના ભરેલી બેગ મુળ માલિકને કરી પરત

|

Jul 19, 2021 | 7:15 PM

મહારાષ્ટ્ર નંદુરબારના રહેવાસી અને નિવૃત જીવન વ્યતિત કરતા ભગવાન શ્રાવણ માળી ચારેક દિવસ અગાઉ સુરતના ડીંડોલી વિસ્તારમાં (Dindoli Area) રહેતી પુત્રીને ત્યાં આવ્યા હતા અને જ્યારે તેઓ પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા, ત્યારે ઓટો રીક્ષામાં બેગ ભૂલી ગયા હતા.

Surat: શહેરમાં મહેકી માનવતા, રિક્ષા ચાલકે દાગીના ભરેલી બેગ મુળ માલિકને કરી પરત
રિક્ષાચાલકે દાગીના ભરેલી બેગ મુળમાલિકને પરત કરી

Follow us on

Surat: સુરતમાં ઈમાનદારી અને માનવતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં રિક્ષા ચાલકે (Auto Driver) દાગીના ભરેલી બેગ મુળ માલિકને પરત કરીને ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. સુરત શહેરમાં આ પહેલા પણ અનેક વખત આવા કિસ્સા સામે આવી ચુક્યા છે.

 

ત્યારે મહારાષ્ટ્ર નંદુરબારના રહેવાસી અને નિવૃત જીવન વ્યતિત કરતા ભગવાન શ્રાવણ માળી ચારેક દિવસ અગાઉ સુરતના ડીંડોલી વિસ્તારમાં (Dindoli Area) રહેતી પુત્રીને ત્યાં આવ્યા હતા અને જ્યારે તેઓ પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા, ત્યારે ઓટો રીક્ષામાં મુસાફરી કરતી વખતે સોનાના દાગીના એન રોકડ મત્તા મળીને કુલ 3 લાખની બેગ રીક્ષામાં ભુલી ગયા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

ત્યારબાદ ઘરે જઈને ચેક કરતા બેગનો કોઈ પતો ન મળતા ભગવાનભાઈનો જીવ અધ્ધર થઈ ગયો હતો અને તેમણે સુરત શહેરના ડીંડોલી પોલીસ સ્ટેશનમાં સમગ્ર બાબતની જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે ડીંડોલી પોલીસ સ્ટેશન (Police Station) દ્વારા તપાસ કરતા રીક્ષાવાળાઓની પુછપરછ શરૂ કરી હતી અને જે અંતર્ગત ઓટો રીક્ષા ચાલક જનાર્દન ઓમપ્રકાશ વર્માએ 3 લાખની બેગ નવાગામ પોલીસ ચોકીમાં માનવતાનું ઉમદું ઉદાહરણ પુરૂ પાડીને બેગ પોલીસ ચોકીમાં જમા કરાવી હતી.

 

મહત્વપૂર્ણ છે કે એક તરફ ઘણા રિક્ષાવાળા વધારે ભાડુ વસુલ કરીને લોકોને લુંટી રહ્યા છે અને બીજી તરફ સુરતમાં રીક્ષા ચાલકે ત્રણ લાખની બેગ મુળ માલિકને પરત કરતા અન્ય લોકોને પણ પ્રેરણા પુરી પાડી છે.

 

આ પણ વાંચો: Ahmedabad: ચોમાસાની શરૂઆત સાથે શહેરમાં મચ્છર જન્ય અને પાણી જન્ય રોગચાળો શરૂ, જુઓ આંકડાઓ

 

આ પણ વાંચો: Banaskantha: મેઢાળા ગામે થયેલી માતા પુત્રની હત્યાનો મામલો ઉકેલાયો, પોલીસે આરોપીની કરી ધરપકડ

Next Article