Surat City: સુરતનો ઐતિહાસિક કિલ્લો થશે જીવંત, આગામી બે ત્રણ મહિનામાં સુરતીઓને મળશે નવું નજરાણું

|

Aug 11, 2021 | 10:00 AM

સુરતના ઐતિહાસિક કિલ્લાનું કામ પણ અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. પહેલા ફેઝમાં કિલ્લો ખુલ્લો મુકાયો છે. હવે બીજા ફેઝનું પણ રિસ્ટોરેશન પૂર્ણતાના આરે છે. આગામી બે ત્રણ મહિનામાં તેનું લોકાર્પણ કરીને સુરતીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે.

Surat City: સુરતનો ઐતિહાસિક કિલ્લો થશે જીવંત, આગામી બે ત્રણ મહિનામાં સુરતીઓને મળશે નવું નજરાણું
Surat's historic fort will come alive: In the next two to three months, Suratis will get a new gift

Follow us on

Surat સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના ભવ્ય ઇતિહાસને(History ) ઉજાગર અને જીવંત રાખવા માટે શહેરની ઐતિહાસિક ધરોહરને ફરીથી ડેવલપ(develop ) કરવામાં આવી રહી છે. જેમાં સુરત શહેરની મધ્યમાં આવેલા ગોપીતળાવને પણ મનપા દ્વારા ડેવલપ કર્યા બાદ 16મી સદીમાં બનેલા સુરતના કિલ્લાને પણ રિસ્ટોરેશન કરીને ડેવલપ કરવામાં આવ્યો છે.

બે વર્ષ પહેલા કિલ્લાના (Surat Fort) પ્રથમ ફેઈઝને પૂર્ણ કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જયારે બીજા ફેઝનું રિસ્ટોરેશન પૂર્ણ થવાના આરે હોવાથી બે ત્રણ મહિનામાં તેનું લોકાર્પણ થઇ જશે તેવું મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું છે. રૂ.21.73 કરોડના કરહચે કિલ્લાના ફેઝ-1નું કામ પૂર્ણ થયું હતું. બીજા ફેઝમાં 40 કરોડથી વધુનો ખર્ચો થયો છે.

કિલ્લામાં ગ્રાઉન્ડ પ્લસ બે માલ છે. જેમાં ઇન્ફોર્મેશન એન્ડ ઓરિએન્ટેશન થીમ, તુગલક એરિયા, બ્રિટિશ કાફેટેરિયા બનાવવામાં આવ્યું છે. જયારે બીજી બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ વત્તા બે ફ્લોર છે. જેમાં મુગલ કચેરી, ડચ કોર્ટ રમ ગેલેરી, કેનોન ગન ડિસ્પ્લે વગેરે છે. જયારે ત્રીજી બિલ્ડિંગમાં બ્રિશન અર્મેનિયમ ગેલેરી, સુરતનો ઇતિહાસ પણ આકર્ષણના કેન્દ્રો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

બીજા ફેજ અંતર્ગત કિલ્લાના પાંચ બુર્સ પૈકી ચાર બુર્સનું નિર્માણ થઇ ગયું છે. હવે છેલ્લા બુર્સનું કામ ચાલુ છે. કિલ્લાના રિસ્ટોરેશનમાં સિમેન્ટનો ઉપયોગ કરાયો નથી. કિલ્લાને અસ્સલ જુના કિલ્લા જેવો લુક આપવા માટે ખાસ મહેનત કરવામાં આવી છે. અને મહારાષ્ટ્રના ખાસ બ્લોક લેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ કિલ્લાના રેમ્પ પણ પહેલાના જેવા જ અસ્સલ બનાવવામાં આવ્યા છે. જેથી જુના બાંધકામનો લુક દેખાય.

હિસ્ટોરિકલ ફર્નિચરની જેમ જ લાકડાનો ઉપયોગ કરીને દાદર બનાવવામાં આવ્યા છે. આ કિલ્લો 1540માં ખુદાવંત ખાન દ્વારા તૈયાર કરાયા બાદ અહીં મોગલો,ડચ, ફિરંગી વગેરે આવીને ગયા અને સમયાંતરે તેમાં ફેરફાર થતા તેના નકશા પણ મળી આવ્યા છે. જેનું ડિજિટલાઇઝેશન કરીને લોકોને જોવા માટે મુકવામાં આવશે.

આ પણ વાંચો :

SURAT : રક્ષાબંધનને લઇને બજારોમાં અવનવી રાખડીઓની ધૂમ, ગોલ્ડ-સિલ્વર-ડાયમંડ રાખડીઓનો ટ્રેન્ડ

Next Article