સુરતીઓને વિકેન્ડમાં ડુમસ બીચ પર ફરવાની મળી આઝાદી, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

સુરતીઓને વિકેન્ડમાં ડુમસ બીચ પર ફરવાની મળી આઝાદી, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
File Photo

ધારાસભ્ય તેમજ કોર્પોરેટરોની રજૂઆતને ધ્યાનમાં રાખીને કમિશનર દ્વારા શનિવાર અને રવિવાર એમ બે દિવસ માટે ડુમસ બીચ ખુલ્લો રાખવાનો નિર્ણય કર્યો હતો.

Parul Mahadik

| Edited By: Bhavesh Bhatti

Jul 04, 2021 | 8:15 PM

સુરતમાં (Surat) કોરોનાના કેસો (Corona Cases) ઘટી ગયા પછી શોપિંગ મોલ, મલ્ટીપ્લેક્સ, જીમ અને માર્કેટ ખુલી ગયા છે. ત્યારે સુરતીઓને હરવા-ફરવા માટે ગોપી તળાવ નેચર પાર્ક અને ઝૂ જેવી જગ્યાઓ પણ ખુલી ગઈ છે. પરંતુ શહેરીજનોને આ સ્થળે જવા માટે રૂપિયા ચૂકવવા પડે છે જ્યારે ફ્રી માં હરવા-ફરવાનું એકમાત્ર સ્થળ ડુમસ બીચ (Dumas Beach) જેના પર તંત્રએ પ્રતિબંધ મૂક્યો હતો.

છેલ્લા દોઢ મહિનાથી તંત્રએ ડુમસ બીચ પર હરવા ફરવા માટે પ્રતિબંધ મુક્યો હતો. જેથી લોકોમાં ભારે રોષ પ્રવર્તતો હતો. જોકે સ્થાનિકોનો રોષ અને ધારાસભ્ય તેમજ કોર્પોરેટરોની રજૂઆતને ધ્યાનમાં રાખીને કમિશનર દ્વારા શનિવાર અને રવિવાર એમ બે દિવસ માટે ડુમસ બીચ ખુલ્લો રાખવાનો નિર્ણય કર્યો હતો.

સવારે 7:00 વાગ્યાથી સાંજે 7:00 વાગ્યા સુધી લોકો અહીં હરવા ફરવા જઈ શકે છે. સાંજે સાત વાગ્યા પછી બીચ ખાલી ન કરનારા અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

કોરોનાને પગલે ડુમસ બીચ પર રજાના દિવસોમાં વીકેન્ડમાં પોલીસ કમિશનર સાથે સંકલનમાં રહીને જે પ્રતિબંધ હતો તે ઉઠાવી લેવામાં આવ્યો છે. જેથી આજે રવિવારના દિવસે રજાની મજા માણવા માટે મોટી સંખ્યામાં સુરતીઓ ઉમટી પડ્યા હતા.

કોરોનાના કારણે લાંબા સમયથી હરવા ફરવાના સ્થળ બંધ હોવાના કારણે સુરતીઓ માટે એક પણ સ્થળ બચ્યું ન હતું. પરંતુ લાંબા સમય બાદ ડુમસ બીચ ખુલી દેવાતા સુરતીઓએ આજે મોટી સંખ્યામાં બીચ પર ઉમટી પડીને રવિવારની મજા માણી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati