AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : TV9 ના અહેવાલની અસર, કન્હૈયાલાલ હત્યાકાંડને વખોડનાર યુવકને હત્યાની ધમકી મળી, પોલીસ રક્ષણ અપાયું

ઉદયપુરમાં સામાન્ય દુકાનદારની હત્યા અને ત્યારબાદ તેના વીડિયો સોશયલ મીડિયામાં વાયરલ કરનાર બંને યુવકો દ્વારા આચરવામાં આવેલા હત્યાકાંડનો સુરતમાં(Surat) વિરોધ કરવામાં આવતાં ઇન્સ્ટાગ્રામ પર તેને એક અન્ય મુસ્લિમ યુવક દ્વારા ધમકી આપવામાં આવી છે.

Surat : TV9 ના અહેવાલની અસર,  કન્હૈયાલાલ હત્યાકાંડને વખોડનાર યુવકને હત્યાની ધમકી મળી, પોલીસ રક્ષણ અપાયું
Surat Youth Got Murder Threat
Baldev Suthar
| Edited By: | Updated on: Jul 01, 2022 | 6:51 PM
Share

રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલની(Kanhaiyalal)  ઘાતકી હત્યાને સખ્ત શબ્દોમાં વખોડનાર સુરતના(Surat)  એક યુવકને સોશિયલ મીડિયામાં જાનથી મારી (Death penalty)નાખવાની ધમકી આપવામાં આવી છે. જેમાં યુવરાજ પોખરના નામક યુવક દ્વારા ઉદયપુરમાં સામાન્ય દુકાનદારની હત્યા અને ત્યારબાદ તેના વીડિયો સોશયલ મીડિયામાં વાયરલ કરનાર બંને યુવકો દ્વારા આચરવામાં આવેલા હત્યાકાંડનો વિરોધ કરવામાં આવતાં ઇન્સ્ટાગ્રામ પર તેને એક અન્ય મુસ્લિમ યુવક દ્વારા ધમકી આપવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.  સુરત પોલીસ દ્વારા આ બાબતે તાત્કાલિક ગંભીરતાથી લઈને સિક્યુરિટી આપવામાં  આવી છે.  આ યુવકને  instagram ઉપર ધમકી મળી હોવાનો અહેવાલ Tv9 ની અંદર પ્રસારિત થતાની સાથે જ પોલીસ તંત્ર એલર્ટ થયું હતું અને તાત્કાલિક ફરિયાદીનો કોન્ટેક્ટ કરી તેમને જરૂરીયાત પ્રમાણે એક ગનમેનની સિક્યુરિટી આપવામાં  આવી છે અને આ બાબતે સાયબર સેલ દ્વારા તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.

સુરતના યુવકને પણ આ રીતે જાનથી મારવાની ધમકી

જોકે, ધમકીને પગલે યુવરાજના પરિવારજનોમાં પણ ઘેરી ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે. સુરતના ઉમરા ખાતે રહેતા યુવરાજ પોખરના નામક યુવક દ્વારા હાલમાં જ ઉદયપુર ખાતે દરજી કન્હૈયાલાલની હત્યા સંદર્ભે સોશયલ મીડિયા પર મુકાયેલી એક પોસ્ટ પર સખ્ત શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી જેને પગલે ફૈઝલ નામક યુવક દ્વારા તેને ધમકી આપવામાં આવી છે. હાલ સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર ઉદયપુર હત્યાકાંડને પગલે રાજસ્થાનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે હવે સુરતના યુવકને પણ આ રીતે જાનથી મારવાની ધમકી મળતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે.  જેથી ગુજરાતની અંદર પણ તેના કોઈ પ્રત્યાઘાત ન પડે તે માટે પોલીસ ગૃહ વિભાગ સતર્ક છે. ત્યારે સુરતની અંદર પણ આ બાબતે તપાસ શરૂ કરી કરવામાં આવી છે.

આ ઘટનાને પગલે સમગ્ર રાજસ્થાનમાં હાલ ભારે તંગદિલી સર્જાવા પામી છે ત્યારે હવે શહેરના યુવકને પણ ધમકી મળતાં સમગ્ર પ્રકરણ પોલીસ કમિશનર કચેરી સમક્ષ પહોંચ્યું છે. આ પહેલા પણ સુરતના યુવકને સોશિયલ મીડિયામાં આ પ્રકારની ધમકીઓ મળી ચુકી છે. સુરત પોલીસે પણ આ બાબતે ગંભીરતાથી લઈને તાત્કાલિક સુરક્ષા આપી છે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">