Surat : વાહ ! કરિયાવરમાં આ પરિવારે દીકરીને સોલાર પેનલ આપી નવો ચીલો ચીતર્યો
લગ્નપ્રસંગમાં 3.3 કિલોવોટ જેની કિંમત 1 લાખ રૂપિયા સુધીની થાય છે. તે સોલાર રૂફટોપ પ્લાન્ટ કરિયાવરના ભાગરૂપે પરણેતરના મંડપમાં આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

લગ્નસરાની સીઝન(Marriage Season ) શરૂ થઇ ગઈ છે. તેવામાં લગ્નના તાંતણે બંધાતા નવયુગલોને અવનવી ભેંટ સોગાદો(Gifts ) આપવાની પરંપરા છે. તેવામાં સુરતના એક પરિવાર દ્વારા પર્યાવરણ(Environment ) બચાવવા માટે નવયુગલનને સોલાર રૂફટોપ(Solar Rooftop ) કરિયાવરમાં આપીને નવો ચીલો સમાજને આપવામાં આવ્યો હતો.
પર્યાવરણને બચાવવા માટે સોલાર રુફટોપનો વપરાશ કરવો એ સમયની માગ બની ગયો છે. સોલાર રૂફટોપ ફક્ત પર્યાવરણને જ નહીં પણ તેના વપરાશકર્તાને આર્ટિક રીતે બચતમાં પણ મદદરૂપ સાબિત થાય છે. ત્યારે સુરતમાં એક લગ્નસમારંભમાં પાટીદાર સમાજની દીકરીને પિતાએ કરિયાવરમાં એક લાખ રૂપિયાની કિંમતનો રૂફટોપ પ્લાન્ટ આપીને દીકરીને પ્રોત્સાહન આપ્યું છે.
દીકરી પ્રિયંકાના ભાઈ નિલેશ હીરાણીના જણાવ્યા પ્રમાણે સમાજમાં દીકરીને કરિયાવર કરવાનો રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે. અને પિતા દ્વારા પોતાની યથાશકિત પ્રમાણે દીકરીને કરિયાવરમાં કંઈ ને કઈ આપવામાં આવે છે. લગ્નમાં આવતા મહેમાનો દ્વારા પણ નવયુગલને ગણી ભેંટ આપવામાં આવે છે. ત્યારે એક નવો ચીલો પાથરવા તેઓએ આ પ્રયોગ કર્યો છે.
પુણા સિમ્મદ રોડ પર એક પાર્ટીપ્લોટમાં યોજાયેલા લગ્નસમારંભમાં પિતા કનુભાઇએ તેમની દીકરી પ્રિયંકાને પર્યાવરણ બચાવવાના ઉમદા આશય સાથે સોલાર રૂફટોપ આપવાનું વિચાર્યું હતું. ત્યારે લગ્નપ્રસંગમાં 3.3 કિલોવોટ જેની કિંમત 1 લાખ રૂપિયા સુધીની થાય છે. તે સોલાર રૂફટોપ પ્લાન્ટ કરિયાવરના ભાગરૂપે પરણેતરના મંડપમાં આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
તે આપવા પાછળનું કારણ એ હતું કે દીકરીના ઘરમાં કાયમને માટે આ મોંઘવારીમાં મફત વીજળી મળી રહે અને તેનાથી વાર્ષિક આવક 40 હજાર જેટલા રૂપિયાનો બચાવ પણ થશે. આ ઉપરાંત તે પ્રદુષણ અટકાવવા પણ મદદરૂપ સાબિત થશે. નોંધનીય છે કે સોલાર રૂફટોપ પ્લાન્ટ થાકી મકાનના ધાબા પર ફિટિંગ કરીને જે વીજળી ઉત્પ્ન્ન થાય છે તેનો જ ઉપયોગ કરીને વધેલી વીજળી પાવર કંપનીને આપી શકાય છે.
જેમાં ઇલેક્ટ્રિક બિલમાં સોલાર રૂફટોપ દ્વારા બનાવવામાં આવેલી વીજળીના યુનિટ અને વપરાયેલી વીજળીના ડિફરન્સ પ્રમાણે બિલ ભરવાનું થાય છે. જયારે બાકીની ઉત્પ્ન્ન થયેલી વીજળી વીજકંપનીને આપવામાં આવે છે. જેનું વળતર પણ મળે છે. આમ, આ પરિવારે સમાજના અન્ય લોકોને પણ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ પણ વાંચો : ગુજરાતની તમામ નગરપાલિકામાં વિકાસના કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે: ધનસુખ ભંડેરી
આ પણ વાંચો : અમદાવાદના દરિયાપુરમાં ટોરેન્ટ પાવરનું મેગા સર્ચ ઓપરેશન, ટીમ પર પથ્થરમારો કરાયો