સુરત : સોના-ચાંદીમાં તેજીથી લગ્ન સીઝનની ખરીદી પર અસર પડશે, મંગળવારે 500 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો
સુરત : તહેવારોની સીઝન પુરી થયા બાદ બજારમાં તેજી યથાવત છે. હવે લગ્નની સીઝન આવી રહી છે ત્યારે લોકો ખરીદી કરવા વિચારી રહ્યા છે પણ સામે સોનામાં આવેલી તેજીએ ખરીદારોને વિચારવા મજબૂર કરી દીધા છે.

સુરત : તહેવારોની સીઝન પુરી થયા બાદ બજારમાં તેજી યથાવત છે. હવે લગ્નની સીઝન આવી રહી છે ત્યારે લોકો ખરીદી કરવા વિચારી રહ્યા છે પણ સામે સોનામાં આવેલી તેજીએ ખરીદારોને વિચારવા મજબૂર કરી દીધા છે.
સુરતમાં 15 જાન્યુઆરીથી લગ્નની સીઝન શરુ થઇ રહી છે. મોટી સંખ્યામાં લગ્ન સમારંભ યોજવા જઈ રહ્યા છે. ભારતમાં લગ્નમાં સોનુ ભેટ આપવાની ખુબ જૂની પરંપરા છે. મંગળવારે સોનુ અને ચાંદી 500 રૂપિયા કરતા વધુ ઉછળ્યા હતા. વધતી કિંમતો સામે શું કરવું તે પ્રશ્ન ઉભો થયો છે.
લગ્નની મોસમ વચ્ચે બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવ ઝડપથી વધવા લાગ્યા છે. આજે એટલે કે મંગળવારે 24 કેરેટ સોનું 61500 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં પહોંચી ગયું હતું. સોમવારના બંધ ભાવની સરખામણીમાં તે ઘણું મોંઘુ થયું છે. જ્યારે ચાંદી 600 રૂપિયા વધીને 73250 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઇ હતી.
સોનું હવે રૂપિયા 61739ના સર્વોચ્ચ સ્તરેથી માત્ર થોડું સસ્તું છે. જ્યારે 5 મેના ઉપલા દરની સરખામણીમાં ચાંદી લગભગ 3000 રૂપિયા સસ્તી છે. આ દર ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા ઈશ્યુ કરવામાં આવે છે. સોના અને ચાંદીના આ દર પર GST અને જ્વેલરી મેકિંગ ચાર્જ લાગુ પડતો નથી. શક્ય છે કે તમારા શહેરમાં સોનું અને ચાંદી 1000 થી 2000 રૂપિયા મોંઘા મળી શકે છે.
IBJA અનુસાર, હવે સોનાની કિંમત 995 એટલે કે 23 કેરેટ સોનાની કિંમત 61106 રૂપિયા થઈ ગઈ છે. તેના પર 1833 રૂપિયાનો GST વસૂલવામાં આવશે. જીએસટી સાથે તેની કિંમત હવે 62939 રૂપિયા થઈ ગઈ છે.
22 કેરેટ સોનાની કિંમત આજે 56198 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે ખુલી છે. ત્રણ ટકા GST એટલે કે 1685 રૂપિયા ઉમેર્યા બાદ તેની કિંમત 57883 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે.
18 કેરેટ સોનાની વાત કરીએ તો આજે તે 46014 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો છે. આના પર 1380 રૂપિયાનો GST વસૂલવામાં આવશે, ત્યારપછી તમારે 47394 રૂપિયા ખર્ચ થશે.
14 કેરેટ સોનું હવે 35891 રૂપિયા પર પહોંચી ગયું છે. તેના પર 1076 રૂપિયાનો GST વસૂલવામાં આવશે. તેના ઉમેરા બાદ તેની કિંમત 36967 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થશે. તે જ સમયે, ચાંદી પર જીએસટી હવે 2191 રૂપિયા થશે. જીએસટી સહિત ચાંદીની કિંમત હવે 75231 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. આના પર જ્વેલરી મેકિંગ ચાર્જ અને જ્વેલર્સનો નફો હજુ ઉમેરવામાં આવ્યો નથી.