Surat : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 30 કલાકનો યોગા સર્ટિફિકેટ કોર્સ શરૂ કરશે
શારીરિક તંદુરસ્તી ઉપરાંત યોગ શ્વસન સબંધિત વિકૃતિઓ, હાયપર ટેન્સનને પણ ઘટાડવા માટે પણ ફાયદાકારક છે. તેમજ ડાયાબિટીસ, વિચાર, તણાવ વગેરે જેવા રોગોના સારવાર માટે પણ મદદ કરે છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી (VNSGU) દ્વારા યોગા માટે હવે સર્ટિફિકેટ કોર્સ(Certificate Course ) શરૂ કરવા જઈ રહી છે. જેમાં પ્રવેશ માટે ધોરણ 12 પાસ ની લાયકાત હોવી જરૂરી છે. આ કુલ 30 કલાકનો સર્ટિફિકેટ કોર્સ હશે. યોગા ફાઉન્ડેશન કોર્સ માટે ઉમેદવારે ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
યોગ એ એક માનસિક, આધ્યાત્મિક અને શારીરિક પ્રેક્ટિસ છે. જે વ્યક્તિને આંતરિક શાંતિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. યોગ વ્યક્તિને આરામ આપે છે. સાથો સાથ માનવ શરીરને ફિટ પણ રાખે છે. શારીરિક તંદુરસ્તી ઉપરાંત યોગ શ્વસન સબંધિત વિકૃતિઓ, હાયપર ટેન્સનને પણ ઘટાડવા માટે પણ ફાયદાકારક છે. તેમજ ડાયાબિટીસ, વિચાર, તણાવ વગેરે જેવા રોગોના સારવાર માટે પણ મદદ કરે છે.
અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં આ કોર્સ રાખવામાં આવ્યો છે. યોગા પર વિશેષ એવા આ કોર્સમાં આસનો જેમાં મૂળભૂત યોગ મુદ્રાઓ, અવરોધિત ઉર્જાનું પ્રકાશન વગેરે પણ શીખવવામાં આવશે. સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ જેવા કે ફેફસાની ક્ષમતાને વિસ્તૃત કરવી, આંતરિક આધ્યાત્મિક ઉર્જાને જાગૃત કરવી, કપાલભાતિ જેમાં ફેફસા સાફ કરવાની કસરત, અનુલોમ વિલોમ, નાડીઓ શુદ્ધ કરવી, જલંધરા, મૂળ, ઉદિયાના , ઉજ્જયી, સૂર્ય, ભેદ, ભસ્ત્રિકા, સીતાલી, સીતકરી, ભ્રામરી પણ શીખવવામાં આવશે.
ક્રિયામાં ત્રાટક, નૌલિ, કપાલભાતિ, નેતિ અને મેડિટેશન શીખવવામાં આવશે. આ કોર્સનો સમયગાળો ફક્ત 30 કલાકનો હશે. વિશ્વ યોગા દિવસ 21 જુનને ઉજવવાનું ભારત દ્વારા નક્કી કરવામાં આવ્યા બાદ અન્ય દેશો પણ યોગાનું મહત્વ શીખ્યા છે. કોરોના સમય બાદ તો યોગાનું મહત્વ સૌથી વધારે વધ્યું છે. તેવામાં યુનિવર્સીટી દ્વારા આ ટૂંકા ગાળાના સર્ટિફિકેટ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓને પણ ઘણો મોટો ફાયદો થશે.
યુનિવર્સીટીના સૂત્રોનું માનીએ તો આ કોર્સને ખુબ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. યોગામાં વધતી લોકપ્રિયતાનો ફાયદો હવે સર્ટિફિકેટ કોર્સ દ્વારા પણ જાણી શકાશે. ઘણા વિદ્યાર્થીઓએ તેમાં રસ દાખવ્યો હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે આ પહેલા યુનિવર્સીટી દ્વારા હિન્દૂ ધર્મને અલગ વિષય તરીકે ભણાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી પહેલી યુનિવર્સીટી બની છે, જેને હિન્દૂ ધર્મને અલગ વિષય તરીકે ભણાવવા જઈ રહી છે.
આ પણ વાંચો : ભાવનગરની 4 વર્ષની બાળકીની અદ્ભુત યાદશક્તિ, કોમ્પ્યુટર કરતા પણ તેજ ચાલે છે સાક્ષીનું મગજ
આ પણ વાંચો : સુમુલ ડેરીમાં ડ્રાઈવરની હત્યા કરનાર હત્યારો ડ્રાઈવર ઝડપાયો, મૃતકના પરિવારને ડેરી 12 લાખ વળતર પેટે આપશે