AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : લો બોલો ! દારૂ પકડવા ગયેલી પોલીસને હાથ બે મકાન અને આખો પરિવાર જ દારૂના ધંધામાં સંકળાયેલો મળી આવ્યો, વરાછા પોલીસે કરી કાર્યવાહી

આ દારૂનો(Alcohol ) વેપાર કરવા પાછળ એવું તો શું મુખ્ય કારણ હતું કે આખો પરિવાર આ દારૂના વેપાર સાથે સંકળાયેલો જેને લઈને હાલમાં વરાછા પોલીસે તમામ લોકોને અટકાયત કરી અને આ બાબતે તપાસ શરૂ કરી છે

Surat : લો બોલો ! દારૂ પકડવા ગયેલી પોલીસને હાથ બે મકાન અને આખો પરિવાર જ દારૂના ધંધામાં સંકળાયેલો મળી આવ્યો, વરાછા પોલીસે કરી કાર્યવાહી
Family arrested in liquor business(File Image )
Baldev Suthar
| Edited By: | Updated on: Jul 19, 2022 | 5:02 PM
Share

સુરતના (Surat ) વરાછા રોડ વિસ્તારમાં બે મકાન રાખી વિદેશી દારૂનું (Alcohol ) વેચાણ કરતા એક જ પરિવારના એક મહિલા(Woman ) સહિત ચાર જણા ને પોલીસે ઝડપી પાડ્યા છે. વરાછા પોલીસ સ્ટેશનમાં દારૂના કેસમાં પકડાયેલા પતિ ને મળવા આવેલી પત્ની પણ દારૂના ધંધામાં હોવાની બાતમી ના આધારે પોલોસે મહિલાનો પીછો કરી દારૂની 203 બોટલ પકડી પાડી છે. સુરત સીટી સહિત જિલ્લાના અનેક કેસ ના ગુના સામે આવ્યા હતા. દારૂનો વેપલો કરતા લોકો કોઈને કોઈ રીતે છૂપી રીતે અથવા તો પોલીસને ગેરમાર્ગે દોરીને પણ નાનો મોટો વેપાર કરતા હોય છે પોલીસ દ્વારા ગમે તેટલું દબાણ કરવામાં આવે છતાં પણ કોઈને કોઈ નવી મોડેસ ઓપરેન્ડી વાપરીને પણ શહેર ની અંદર દારૂ લાવવામાં આવતો હોય છે છતાં પણ પોલીસ હાર માન્યા વગર એક પછી એક કેસ શોધી કાઢતી હોય છે.

વરાછા પોલીસે આ આખું ઓપરેશન ખાનગી રહે મળેલી બાતમીના આધારે ઓપરેશન પાર પાડ્યું હતું. “હાલમાં વરાછા પોલીસ સ્ટેશન માં દારુના કેસમાં પકડાયેલા પ્રશાંત ઉર્ફે કાળુ ભુપતભાઇ ભંભાણા તથા શિન ભુપતભાઇ ભંભાણાનુ બીજું મકાન વરાછા વિસ્તારમાં જ આવેલુ છે અને આ બંને ભાઇઓ તેના પિતાજી ભુપતભાઇ ભાણા તથા પ્રશાંત ઉર્ફે કાળુ ની પત્ની આરતી સાથે મળી મકાનમાં ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી બંને જગ્યાએથી વેચાણ કરતા હતા.

આરતી અગાઉ વરાછા પોલીસ સ્ટેશનમાં દારૂના કેસમાં પકડાયેલા પતિ ને મળી ઘરે જવા નીકળી છે એવી વરાછા પોલીસે બાતમીના આધારે પોલીસે આરતીનો પીછો કરી આરતી ઉર્ફે જાગૃતિ તથા ભુપભાઇ ભંભાણાને સાથે રાખી ઘરમાંથી દેશી અને વિદેશી એમ વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી.

આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન નંગ- 2 પણ કબ્જે લેવાયા છે. આ દારૂનો વેપાર કરવા પાછળ એવું તો શું મુખ્ય કારણ હતું કે આખો પરિવાર આ દારૂના વેપાર સાથે સંકળાયેલો જેને લઈને હાલમાં વરાછા પોલીસે તમામ લોકોને અટકાયત કરી અને આ બાબતે તપાસ શરૂ કરી છે કે કેટલા સમયથી આ વેપાર કરી રહ્યા હતા અને આ મુદ્દામાં ક્યાંથી લાવવામાં આવતો હતો તે દિશાની અંદર પણ વરાછા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

પકડાયેલ આરોપીઓ:

(૧) પ્રશાંત ઉર્ફે કાળુ ભુપતભાઇ ભંભાણા (૨) કિશન ભુપતભાઇ ભંભાણા (૩) આરતીબેન ઉર્ફે જાગુતિ W/O પ્રશાંત ઉર્ફે કાળુ ભુપતભાઇ ભંભાણા (૪) ભુપતભાઇ વશરામભાઇ ભંભાણા.

g clip-path="url(#clip0_868_265)">