Surat : એમ્બ્રોઈડરી યુનિટમાં કામ કરતો યુપીનો કારખાનેદાર પિસ્તોલ અને મેગ્ઝિન સાથે ઝડપાતા કાર્યવાહી, પોલીસે મેળવ્યા 4 દિવસના રિમાન્ડ

Surat: સુરતની નિયોલ ચેકપોસ્ટ પર પોલીસે યુપીના એક કારખાનેદારને ચેકિંગ દરમિયાન દેશી બનાવટની 2 પિસ્તોલ અને મેગ્ઝિન સાથે ઝડપી પાડ્યો હતો. ઈન્દોરના સજ્જુ પરિહાર પાસેથી હથિયાર લાવનાર આ યુવકના ચાર દિવસના રિમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Surat : એમ્બ્રોઈડરી યુનિટમાં કામ કરતો યુપીનો કારખાનેદાર પિસ્તોલ અને મેગ્ઝિન સાથે ઝડપાતા કાર્યવાહી, પોલીસે મેળવ્યા 4 દિવસના રિમાન્ડ
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Oct 02, 2023 | 9:56 PM

Surat: સુરતના સારોલી ચેકપોસ્ટ પાસેથી ઉત્તરપ્રદેશના એક યુવકને બે પિસ્તોલ અને એક મેગ્ઝિન સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. યુવક પાંડેસરામાં એમ્બ્રોઈડરીનું યુનિટ ચલાવતો હતો અને ઈન્દોરના સજ્જુ પરિહાર પાસેથી હથિયાર લાવ્યો હતો. પોલીસે ઉમાકાંત મૌર્ય નામના આ યુવકના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. સારોલી પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર સ્ટાફના માણસો પહેલી તારીખે સવારે ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતા.

ઉમાકાંત મૌર્ય યુપીનો છે અને એમ્બ્રોઈડરી મશીન ચલાવે છે

આ દરમિયાન બાતમીના આધારે કડોદરા તરફથી ચાલતાં ચાલતાં આવી રહેલા યુવકને અટકાયતમાં લેવાયો હતો. ઉમાકાંત રામજીત ચંદ્રરાજ મૌર્ય પાસેની કોલેજ બેગ ચેક કરી હતી. જેમાં કપડાની ગડી વચ્ચે સંતાડી રાખવામાં આવેલી દેશી હાથ બનાવટની બે પિસ્તોલ તથા એક મેગ્ઝિન મળી આવી હતી. પોલીસે 20 હજારની બે દેશી પિસ્તોલ અને 700 રૂપિયા કિંમતની મેગ્ઝિન કબજે લીધી હતી.

ઈન્દોરના સજ્જુ પરિહાર પાસેથી હથિયાર લાવ્યો હોવાનુ તપાસમાં ખૂલ્યુ

ઉત્તર પ્રદેશના ઝોનપુર જિલ્લાના શાહગંજના વતની ઉમાકાંત મૌર્યએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે, તે તુલસીધામ સોસાયટી, દક્ષેશ્વર મંદિર પાસે પાંડેસરા સુરત ખાતે “આર. જે. ટેક્સટાઈલ્સ નામથી એમ્બ્રોડરી મશીન ચલાવે છે. આ અગાઉ તે ગંગોત્રી નગર સોસાયટી, બમરોલી, પાંડેસરા ખાતે ભાડાના મકાનમાં રહેતો હતો. બેગમાંથી મળેલી પિસ્તલ તે મધ્યપ્રદેશના ઇન્દોરથી સજ્જુ પરિહાર નામના યુવક પાસે લાવ્યો હોવાનું પણ તેણે જણાવ્યું હતું.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

આ પણ વાંચો: Jamnagar : મનપાએ બગીચા માટે કાગળ પર જગ્યા તો ફાળવી દીધી પરંતુ 4 વર્ષમાં એકપણ વૃક્ષ ન વાવ્યુ- Photos

હથિયાર ક્યા ઈરાદે લાવ્યો અને કોને આપવાનો હતો તે અંગે કંઈ કહેવાનો ઈનકાર

ઉમાકાંતે જેનાથી સજ્જુનો સંપર્ક કર્યો હતો એ મોબાઇલ નંબર પણ પોલીસને આપ્યો છે. ઉમાકાંત મૌર્ય બે પિસ્તોલ કયા ઇરાદે લાવ્યો હતો એ અંગે વિશેષ માહિતી પોલીસને આપી ન હતી. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હોવાનું જાણવા મળે છે. ઉમાકાંત કોના કહેવાથી, કયા ઇરાદે હથિયાર લાવ્યો, આ અગાઉ તે ગેરકાયદે હથિયાર લાવી અહીં વેચાણ કરી ચૂક્યો છે કે કેમ, તથા ગોરખધંધામાં તેની સાથે અન્ય કોઇ સંકળાયેલું છે કે કેમ એ મુદ્દે તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">