AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનો સ્વાસ્થ્ય રક્ષકો સાથે સંવાદ, કહ્યુ ભારતમાં હેલ્થ સેક્ટર ક્યારેય વ્યવસાય નથી રહ્યો

Surat: કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ સુરકતના સ્વાસ્થ્ય રક્ષકો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતુ કે ભારત જેવા દેશ માટે હેલ્થ સેક્ટર એ ક્યારેય વ્યવસાય નથી રહ્યો. વિદ્યાદીપ યુનિવર્સિટી તથા લાઈફ મોલ્ડીંગ એકેડમી દ્વારા સુરત શહેરના કતારગામ આંબાતલાવડી ખાતે માંડવિયાએ આરોગ્યકર્મીઓ સાથે સંવાદ કર્યો હતો.જેમા તબીબોને સ્વસ્થ અને સમૃદ્ધ ભારતના નિર્માણમાં કટિબદ્ધ થવાનો અનુરોધ કર્યો હતો.

Surat: કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનો સ્વાસ્થ્ય રક્ષકો સાથે સંવાદ, કહ્યુ ભારતમાં હેલ્થ સેક્ટર ક્યારેય વ્યવસાય નથી રહ્યો
Baldev Suthar
| Edited By: | Updated on: Sep 02, 2023 | 11:26 PM
Share

Surat: કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તબીબો સાથે સંવાદ કર્યો. કતારગામમાં આંબાતલાવડી ખાતે આયોજિત સ્વાસ્થ્ય રક્ષકો સાથેના સંવાદમાં આરોગ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તેમણે જણાવ્યું હતું કે, કોરોના પછી સમગ્ર વિશ્વ માટે હેલ્થ ચર્ચાનો વિષય બન્યો છે. કોરોના દરમિયાન વિવિધ દેશોના આરોગ્ય અધિકારીઓ સાથેની ચર્ચા મુજબ ધ્યાને આવ્યું કે, ભારત જેવું આરોગ્ય મોડેલ દુનિયાના કોઈ પણ દેશમાં નથી. દેશની વિરાસતમાંથી હંમેશા પ્રેરણા લઈને દેશની ઉન્નતિ થતી હોઈ છે. ભારતને રામાયણ, મહાભારત અને ગીતા જેવા ગ્રંથો વિરાસતમાં મળ્યા છે.

ભારતના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ સામે રક્ષણ આપતી સ્વદેશી વેક્સિન બનાવી હતી. ભારત માટે હેલ્થ સેકટરએ વ્યવસાય રહ્યો નથી પણ સ્વાસ્થ્ય સેવા રહી છે. સેવા કરવી એ ભારતીય લોકોનો સ્વભાવ છે. કોરોનામાં ભારતના તબીબો અને નર્સિંગ સ્ટાફ સહિત પેરામેડિકલ સ્ટાફે પોતાના પ્રાણની આહુતિ આપીને દર્દીઓની સેવા કરી છે જે બદલ આરોગ્ય મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

‘કર્મના સિધ્ધાંત’ની વાત કહેતા તેઓએ કહ્યું હતું કે, મહેનત સાથે કરેલું કર્મ ક્યારેય નિષ્ફળ નથી જતું. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. વિશ્વમાં કોઈ પણ રોગોની વેક્સિનનું રિસર્ચ થયા પછી ભારત દેશમાં 10 વર્ષથી લઈને 40 વર્ષે વેક્સિન મળતી હતી. પરંતુ ભારતના વૈજ્ઞાનિકોની મહેનતે ખૂબ ટુંકા સમયમાં સમગ્ર દુનિયાને વેક્સિન આપવામાં સફળતા મેળવી છે.

વિશ્વના 74 દેશોને ભારતે કોરોનાની સ્વદેશી વેક્સિન આપીને આરોગ્ય ક્ષેત્રે મોટી સિધ્ધી મેળવી છે. કોરોના બાદ બદલાયેલી પરિસ્થિતિમાં વિશ્વ ભારતના હેલ્થ સેક્ટરને લઈને આંકાક્ષા-અપેક્ષાથી જોવા લાગ્યું છે. વિશ્વએ અનૂભુતિ કરી કે, મુશ્કેલ કટોકટીમાં ભારત એક માત્ર દેશ હતો જે મદદે આવ્યો હતો. 2047ના વર્ષમાં જયારે ભારત તેના 100માં વર્ષની ઉઝવણી કરી રહ્યો હશે ત્યારે આરોગ્યક્ષેત્રે દેશનું ફાર્મા, ડિફેન્સ, ઈન્ડસ્ટ્રીઝ સેક્ટર, રેલ્વે, આઈટી સેક્ટર કેવું હશે તેવા વિઝન સાથે ભારત વિકાસ કરી રહ્યો છે. આત્મનિર્ભરતાના આધારે દેશનો નાગરિક કર્તવ્યનિષ્ઠા સાથે આગળ વધી રહ્યો છે હોવાનું તેમણે કહ્યું હતું.

વધુમાં કેન્દ્રીય આરોગ્યમંત્રીએ વિશેષ પ્રકાશ પાડતા કહ્યું હતું કે, મેડિકલ એજ્યુકેશન માટે વર્તમાન વર્ષ સમગ્ર દેશમાં 54 નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપી છે. આર્ટિફિશ્યિલ ઈન્ટેલિઝન્સના આધારે રોગોનું નિરીક્ષણ કરવામાં આવશે તેવી વ્યવસ્થા ઉભી થવા જઈ રહી છે. જી-20 હેલ્થ સમિટની અંદર હિલ ઈન ઇન્ડિયા અંતર્ગત એક પોર્ટલ લોન્ચ કર્યું છે. મેડિકલ વેલ્યુ ટ્રાયલ પ્લેટફોર્મ પર લાવી રહ્યા છે. વિશ્વના દેશો અફોડેબલ હેલ્થકેર માટે ઈન્ડિયા એક ડેસ્ટિનેશનના રૂમમાં ઉભરી રહ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું.

હેલ્થ સેક્ટરમાં નવા નવા આયામ જોડી રહ્યા છીએ તેમાં સોશિયલ ઈક્વાલિટી અંતર્ગત ભારતમાં આયુષ્યમાન યોજના હેઠળ ગરીબ દર્દી પણ મોટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. દુનિયાએ માન્યું છે કે, વર્તમાન સમયમાં ડિજીટલ ટેક્નોલોજી જ ઉપયોગી પુરવાર થઈ છે. ટેલિમેડિશીન, કોવિન જેવા પ્લેટફોર્મ ઉત્તમ ઉદાહરણ છે. સમૃધ્ધ રાષ્ટ્રના પાયામાં હેલ્થ સેકટર મહત્વનો ભાગ ભજવે છે. સ્વસ્થ નાગરિક સ્વસ્થ સમાજનું નિર્માણ કરતો હોય છે તેનાથકી સમૃધ્ધ રાષ્ટ્રનું નિર્માણ થતુ હોવાનું તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો: Ahmedabad: એરટેગ ડિવાઈસનો ઉપયોગ કરી બિઝનેસ પાર્ટનર યુવતીનો ડેટા મેળવતા યુવક સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ

આ પ્રસંગે પૂર્વ મેયર ડો.જગદીશ પટેલ, ડો.જયંતી પટેલ, ડો.સંજય ડુંગરાણી, ડો.રાજેશ ગોંડલિયા, ડો.પરેશ કાતરીયા, સુરતના વિવિધ એસોસિયેશનના પ્રમુખો, વરિષ્ઠ તબીબો, હોસ્પિટલના ચેરમેન, સુરતના વિવિધ વિસ્તારના મેડિકલ એસોસિયેશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">