Udhna Breaking News : દિવાળી-છઠ્ઠ પૂજા પહેલાં ઉધના રેલવે સ્ટેશન પર માનવહેરામ ! વતન જવા માટે મુસાફરોની ભારે ભીડ, રેલવે દ્વારા વિશેષ વ્યવસ્થાઓ

આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની વધતી ભીડને વ્યવસ્થિત કરવા પશ્ચિમ રેલવે દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. તહેવારો દરમિયાન મુસાફરોને સરળ, સુવિધાજનક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ મળી રહે તે માટે રેલવે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.

Udhna Breaking News : દિવાળી-છઠ્ઠ પૂજા પહેલાં ઉધના રેલવે સ્ટેશન પર માનવહેરામ ! વતન જવા માટે મુસાફરોની ભારે ભીડ, રેલવે દ્વારા વિશેષ વ્યવસ્થાઓ
Thousands of Passengers Flocked Udhna Station To Head Home
Image Credit source: X | @WesternRly
| Updated on: Nov 01, 2026 | 11:19 AM

આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની વધતી ભીડને વ્યવસ્થિત કરવા પશ્ચિમ રેલવે દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. તહેવારો દરમિયાન મુસાફરોને સરળ, સુવિધાજનક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ મળી રહે તે માટે રેલવે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. મુસાફરોને વ્યવસ્થિત કતારમાં ટ્રેનમાં પ્રવેશ આપવો, સ્ટેશન પર અવરજવર સરળ બનાવવી અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

મુસાફરોની વધતી સંખ્યા

આ ઉપરાંત, મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને નવા અને આધુનિક વિશાળ હોલ્ડિંગ એરિયા તેમજ સુવિધા કેન્દ્રની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ વ્યવસ્થાઓના માધ્યમથી મુસાફરોને ભીડ વચ્ચે પણ સુરક્ષિત અને આરામદાયક રીતે ટ્રેનમાં બેસવાની સુવિધા મળી રહેશે. પશ્ચિમ રેલવેનો હેતુ તહેવારો દરમિયાન ઉધના સ્ટેશન પર મુસાફરોની ભીડનું યોગ્ય સંચાલન કરીને અવરજવર સુવ્યવસ્થિત રાખવાનો અને દરેક મુસાફર પોતાના ગંતવ્ય સ્થાને સરળતાથી તથા સુરક્ષિત રીતે પહોંચી શકે તે સુનિશ્ચિત કરવાનો છે.

વતન જતાં મુસાફરોની ભારે ભીડ

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વતન જતાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી છે. દિવાળી અને છઠ્ઠ પૂજા પહેલાં વતન જતાં મુસાફરોમાં વધારો જોવા મળી રહ્યો છે. મુસાફરોની ભીડને પહોંચી વળવા વિશેષ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ વિશેષ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું છે. મુસાફરોની સુવિધા માટે ઉધના સ્ટેશન પર યાત્રી સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવેલું છે. યાત્રી સુવિધા કેન્દ્રમાં પુરુષો-મહિલાઓ માટે અલગ શૌચાલયની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. બાથરૂમ અને વોશબેસિન સહિતની સુવિધા પણ કરાવાઈ ઉપલબ્ધ છે. ભીડ નિયંત્રણ સાથે મુસાફરો અને તંત્રને પણ રાહત મળશે.

આ પણ વાંચો, Surat Breaking News : પામ ઓઇલ અને નકલી માવાથી બનતી હતી મીઠાઈ ! સુરતમાં ₹36.69 લાખનો શંકાસ્પદ જથ્થો સીઝ થતાં મચી હલચલ ! જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.