SURAT : ડિંડોલીમાં કાર ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતા કારચાલકનું મોત, બે મહિના બાદ સીસીટીવી ફુટેજ સામે આવ્યા
આજથી લગભગ બે મહિના અગાઉ જ ભરૂચથી સુરત રેડીમેડ ગારમેન્ટના વ્યવસાય માટે આવેલા યુવાનનું અકસ્માતમાં મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
SURAT : ભરૂચથી સુરત બે મહિના અગાઉ ગારમેન્ટના વ્યવસાય કરવા આવેલ યુવકની કાર ડિંડોલીના સંતોષ પાર્ક સોસાયટી બહાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાતા કારચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતુ. જોકે સમગ્ર ઘટનાના સીસીટીવી હાલ સામે આવ્યા છે.
આજથી લગભગ બે મહિના અગાઉ જ ભરૂચથી સુરત રેડીમેડ ગારમેન્ટના વ્યવસાય માટે આવેલા યુવાનનું અકસ્માતમાં મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.સમગ્ર ઘટના વિશે વિગતવાત જાણીએ તો સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ સંતોષ પાર્ક સોસાયટીમાં યુવરાજ દેવેન્દ્રસિંહ રાણા બે મહિના પહેલા જ પત્ની અને બે દિકરીઓ સાથે ભરૂચથી સુરત સ્થાયી થયો હતો.
ત્યારબાદ યુવરાજે ઘર નજીક જ રેડીમેન્ટ ગારમેન્ટની દુકાન શરૂ કરી હતી.તે દરમિયાન બુધવારે સાંજે સોસાયટી બહાર યુવરાજની કાર ધડાકાભેર અવાજ સાથે ડિવાઈડરમાં જોરદાર અથડાઈ હતી.જેની જાણ આજુબાજુના સ્થાનિકોને થતાં તેઓ પણ દોડી આવ્યા હતા અને યુવરાજને મહામુસીબતે કારમાંથી બહાર કાઢયો હતો.પરંતુ યુવરાજે તો કારમાં અંતિમ શ્વાસ લઈ લીધા હતા,જે કારમાં અકસ્માત થયું તે કાર પણ યુવરાજની જ હતી.
જો કે હાલ તો સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વરસતા વરસાદ વચ્ચે અચાનક પુર ઝડપે કાર આવે છે અને સીધી જ ધડાકાભેર ડિવાઈર સાથે અથડાય જાય છે. અકસ્માતનો ધડાકાભેર અવાજ સાંભળી બધા દોડી આવ્યા હતા.કારનું બોનેટ આખું ડ્રાઈવર સાઈડમાં ઘુસી ગયું હતુ. જેથી જેમ તેમ યુવરાજને બહાર કાઢયો હતો, જોકે સારવાર મળે તે પહેલા જ યુવરાજનું મોત થયું હતુ. યુવારજના પરીવારજનોને 4 કલાક બાદ અકસ્માતની જાણ થઈ હતી.યુવરાજના મોતને પગલે બે દિકરીઓ પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલ તો પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : PM મોદીએ ચક્રવાતી તોફાન જવાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે બેઠક યોજી, આંધ્રથી ઓડિશા સુધી હવામાન વિભાગ એલર્ટ
આ પણ વાંચો : કોંગ્રેસ 10 વર્ષમાં 90% ચૂંટણી હારી, પ્રશાંત કિશોરે રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો – નેતૃત્વ કોઈ વ્યક્તિનો અધિકાર નથી