Surat માં ટ્રાફિક પોલીસે લોકો સાથે ઘર્ષણની સ્થિતિ ટાળવા બોડી વોર્ન કેમેરાનો અમલ શરૂ કર્યો

|

May 12, 2022 | 7:56 PM

સુરત(Surat) શહેર ટ્રાફિક પોલીસની કામગીરીમાં વધુ એક અદ્યતન ટેકનોલોજીનો ઉમેરો કરાયો છે.વારંવાર વાહન ચાલકો અને ફરજ પર હાજર પોલીસ જવાનો વચ્ચે થતી માથાકૂટ અને ઘર્ષણની સ્થિતિ સહિત વ્યાપક ફરિયાદના પગલે સમસ્યાનું સુખદ નિરાકરણ લાવવા રાજ્ય સરકાર દ્વારા એક પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે

Surat માં ટ્રાફિક પોલીસે લોકો સાથે ઘર્ષણની સ્થિતિ ટાળવા બોડી વોર્ન કેમેરાનો અમલ શરૂ કર્યો
Surat Police Control Room(File Image)

Follow us on

સુરત (Surat) ટ્રાફિક પોલીસ(Traffic Police)અને વાહન ચાલકો વચ્ચે ઉદભવતી ઘર્ષણની સ્થિતિ,એકબીજા પર આક્ષેપ-પ્રતીઆક્ષેપ સહિત પોલીસનું પ્રજા પ્રત્યેનું વર્તન અને પ્રજાનું પોલીસ પ્રત્યેનું વર્તન જેવી બાબતોને લઈ રાજ્ય સરકાર દ્વારા શહેર પોલીસને ફાળવવામાં આવેલ બોડી વોર્ન કેમેરાનું(Body Warne Camera) આજથી ચુસ્ત રીતે અમલવારી શરૂ કરી દેવામાં આવી છે.જેમાં શહેર ટ્રાફિક પોલીસને 545 બોડી વોર્ન કેમેરા આપવામાં આવ્યા છે.જ્યાં વારંવાર ઉદ્દભવતી સ્થિતિને લઈ પોલીસ જવાનોની વરદી પર આ બોડી વોર્ન કેમેરા ફિટ કરી દેવામાં આવ્યા છે અને તેનો ઉપયોગ પણ શરૂ કરી દેવાયો છે.

પોલીસ જવાનો પોતાના શરીર પર બોડી વોર્ન કેમેરા લગાવી  ફરજ બજાવશે

સુરત શહેર ટ્રાફિક પોલીસની કામગીરીમાં વધુ એક અદ્યતન ટેકનોલોજીનો ઉમેરો કરાયો છે.વારંવાર વાહન ચાલકો અને ફરજ પર હાજર પોલીસ જવાનો વચ્ચે થતી માથાકૂટ અને ઘર્ષણની સ્થિતિ સહિત વ્યાપક ફરિયાદના પગલે સમસ્યાનું સુખદ નિરાકરણ લાવવા રાજ્ય સરકાર દ્વારા એક પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે.જ્યાં શહેર ટ્રાફિક પોલીસને બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરી દેવામાં આવ્યા છે.જ્યાં હવેથી શહેર ટ્રાફિકના માર્ગો પર પોલીસ જવાનો પોતાના શરીર પર બોડી વોર્ન કેમેરા લગાવી ફરજ બજાવશે.જ્યાં વાહન ચાલકો અને પોલીસ વચ્ચે સર્જાતી ઘર્ષણ જેવી સ્થિતિના સમયે પણ બોડી વોર્ન કેમેરા અતિમહત્વના સાબિત થશે.એટલુ જ નહીં પરંતુ ટ્રાફિકના નિયમનના ભંગ બદલ દંડ ભરવામાં માથાકૂટ કરતા વાહન ચાલકોની તમામ ગતિવિધિઓ પણ બોડી વોર્ન કેમેરામાં કેદ થઈ જશે.

શહેર પોલીસને કુલ 975 બોડી વોર્ન કેમેરાની મળ્યા

સુરત શહેર ટ્રાફિક પોલીસને આવા 545 જેટલા બોડી વોર્ન કેમેરા ફાળવવામાં આવ્યા છે.જે કેમેરાની સીધી કનેક્ટિવિટી ગાંધીનગર ખાતે રહેશે.પોલીસનું પ્રજા પ્રત્યેનું વર્તન અને પ્રજાનું પોલીસ પ્રત્યેનું વર્તન પણ યોગ્ય રીતે જાળવવામાં બોડી વોર્ન કેમેરા મહત્વપૂર્ણ સાબિત થશે.બોડી વોર્ન કેમેરામાં તમામ પ્રકારના ડેટા પણ ઉપલબ્ધ મળી રહેશે.આ અંગે પોલીસ કમિશ્નર અજય તોમરે જણાવ્યું હતું કે,રાજ્ય સરકાર તરફથી શહેર પોલીસને બોડી વોર્ન કેમેરાની ફાળવણી કરવામાં આવી છે.શહેર ટ્રાફિક પોલીસને 545 બોડી વોર્ડ કેમેરા ફાળવ્યા છે.જેના કારણે શહેર પોલીસની કામગીરી વધુ પ્રોફેશનલી બનાવવાનો આ એક પ્રયાસ રહેશે.શહેર પોલીસને કુલ 975 બોડી વોર્ન કેમેરાની મળ્યા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કેમેરાની કનેક્ટિવિટી સીધી ગાંધીનગર સાથે રહેશે

જે અંગે શહેર પોલીસના 250 જવાનોને બોડી વોર્ન કેમેરાની તાલીમ આપવામાં આવી છે.જેમાં કેમેરો કેવી રીતે ઉપયોગ કરવો,બેકઅપ કઈ રીતે લેવું,ફંક્શન કઈ ઓપરેટ કરવું,ડેટા કઈ રીતે લેવા ,ચારજિંગ કઈ રીતે કરવું તે અંગેની તાલીમ આપવામાં આવી છે.બોડી વોર્ન કેમેરા શહેરમાં નીકળતા સભા,સરઘસ સહિત બંદોબસ્ત માં ઘણા ઉપયોગી નીવડી રહેશે. પ્રજાના વર્તન અને પોલીસના વર્તન પર કેમેરા નજર રાખવામાં ઉપયોગી બનશે.કેમેરાની કનેક્ટિવિટી સીધી ગાંધીનગર સાથે રહેશે.

બોડી વોર્ન કેમેરાના કારણે પોલીસની કામગીરી પર પણ પ્રભાવ પડશે.એક રીતે પોલીસનું આધુનિકરણ થશે.ઇન્વેસ્ટિગેશન,રેડ દરમ્યાન સહિત તમામ બાબતોને લઈ બોડી વોર્ન કેમેરા અતિઉપયોગી નીવડવાના છે.બોડી કેમેરાના કારણે પોલીસ અને વાહન ચાલકો વચ્ચે શાંતિપૂર્ણ અને યોગ્ય વ્યવહાર જળવાય રહેશે.

 

Published On - 7:53 pm, Thu, 12 May 22

Next Article