Surat : પોર્ટ અને ફ્લાઇટ વિના સુરત-દુબઇ વચ્ચે કાપડ અને હીરા ઝવેરાતનો વેપાર અશક્ય
તાજેતરમાં દુબઇની કાઉન પેલેસ હોટેલમાં ઇન્ડિયન ટેક્ષટાઇલ એક્ષ્પોનું આયોજન કરી આવેલા સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ડેલિગેશનને એવી પણ માહિતી મળી છે કે સુરતથી દુબઇ કાપડ તેમજ ગારમેન્ટસ મોકલી શકાય તે માટે સૌથી સરળ અને સસ્તો રસ્તો દરીયાઇ માર્ગનો છે .
તાજેતરમાં કેન્દ્ર સરકારથી લઇને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે(SGCCI) સુરત અને દુબઇ વચ્ચે ટેક્ષટાઇલ (Textile) અને હીરા ઝવેરાત (Diamond Jwellery)ના સીધા વેપારને(Business ) શક્ય બનાવવા માટે વિચાર વિમર્શ કર્યો હતો . આ વિચાર વલોણાનો નિષ્કર્ષ એ આવ્યો છે કે સુરત દુબઇ વચ્ચે દૈનિક સીધી ફલાઇટ વગર હીરા ઝવેરાતનો વેપાર તેમજ દેશના પોર્ટસ ( બંદરો ) પરથી કાપડ નિકાસની મંજૂરી આપવામાં નહીં આવે ત્યાં સુધી સુરત દુબઇ (Surat-Dubai) વચ્ચે સીધો વેપાર શક્ય બની શકે તેમ નથી.આવી પરિસ્થિતિમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે દુબઇના સ્થાનિક ડેલિગેશન તેમજ અમિરાત એરલાઇન્સ સાથે કરેલી વાતચીત અનુસાર સુરતમાં રન – વેની સમસ્યાને કારણે વાઇડ ગેજ પ્લેનનું ઉડાન , ઉતરાણ શક્ય નથી . પરંતુ , અમિરાતની જ કંપની ફલાય દુબઇ એરલાઇન્સ અન્વયે નેરો પ્લેન ફેસેલિટી ઉપલબ્ધ થાય તેમ છે.
ત્યારે જો સુરતથી દુબઇ વચ્ચે નેરો પ્લેનથી દૈનિક ફ્લાઇટ શરૂ થાય તો જ સુરત અને દુબઇ વચ્ચે હીરા , ઝવેરાતના કારોબાર માટે સીધો સેતુ પ્રસ્થાપિત કરી શકાય તેમ છે. આ અંગે ચેમ્બર ઓફ કોમર્સે દુબઇ અને ભારત સરકારના યોગ્ય અધિકારીઓ સમક્ષ પ્રસ્તાવ પણ રજૂ કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે.
એવી જ રીતે તાજેતરમાં દુબઇની કાઉન પેલેસ હોટેલમાં ઇન્ડિયન ટેક્ષટાઇલ એક્ષ્પોનું આયોજન કરી આવેલા સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ડેલિગેશનને એવી પણ માહિતી મળી છે કે સુરતથી દુબઇ કાપડ તેમજ ગારમેન્ટસ મોકલી શકાય તે માટે સૌથી સરળ અને સસ્તો રસ્તો દરીયાઇ માર્ગનો છે .
પરંતુ , મોટી મુશ્કેલી એ છે કે ભારતના કેટલાક બંદરો પરથી કાપડની નિકાસ માટે હજુ સુધી મંજૂરી આપવામાં આવી નથી . આથી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ અંગે પણ કેન્દ્ર સરકારના સક્ષમ ઓથોરિટીને આ મુદ્દા પર ઘટતું કરવા માટે રજૂઆત કરવાનું આયોજન ચાલી રહ્યું છે . આમ, ફ્લાય દુબઈના નેરો પ્લેનને દૈનિક મંજૂરી માટે રજૂઆતો કરવામાં આવી છે. ત્યારે પોર્ટ પરથી કાપડ નિકાસ માટે એક્સેસ ઓપન કરવું પણ જરૂરી છે.
આ પણ વાંચો :