Surat : તિબેટીયનોએ ગરમ કપડાંનું બજાર શરૂ કર્યું, પણ આ વર્ષે પણ ખોટનો ધંધો, જાણો કેમ ?
છેલ્લા એક મહિનાથી શરૂ થયેલ આ તિબેટીયન માર્કેટ ના રોજીરોટી માટે આવતા તિબેટીયન લોકોએ જગ્યા બદલાવાથી ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ કોરોના ના કારણે આ વર્ષે સ્ટોલ ધારકો પણ ઓછા આવ્યા છે.
સુરતમાં (Surat) છેલ્લા ઘણા વર્ષોથી દિવાળી બાદ ગાંધી બાગ ખાતે તિબેટીયનો(Tibetian) ગરમ કપડાનું(Winter Cloth) બજાર લગાવતા હોય છે. જો કે હાલના સમયમાં ગાંધી બાગ પાસે મેટ્રો નું કામ ચાલી રહ્યું છે. જેના કારણે છેલ્લા 17 વર્ષ થી ભરાતું તિબેટીયન માર્કેટ આ વર્ષે ચોકબજાર ગાંધી બાગ પાસે નહિ પણ અડાજણ પાટિયા રિવરફ્રન્ટ(Riverfront) ખાતે ભરાઈ રહ્યું છે.
પંરતુ છેલ્લા એક મહિનાથી શરૂ થયેલ આ તિબેટીયન માર્કેટના રોજીરોટી માટે આવતા તિબેટીયન લોકોએ જગ્યા બદલાવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ કોરોનાના કારણે આ વર્ષે સ્ટોલ ધારકો પણ ઓછા આવ્યા છે.
દિવાળી પછી મોટાભાગે ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. અને ઠંડીની સિઝનની શરૂઆત થતાં જ તિબેટીયનો સુરતમાં પોતાનો ધામો નાખી દેતા હોય છે. અત્યારસુધી તીબેટીયન ગાંધી બાગ ખાતે જ પોતાનું બજાર લગાવતા હતા .પરંતુ ગાંધીબાગ પાસે મેટ્રોનું કામ ચાલી રહ્યું હોવાથી આ વખતે તિબેટીયનોને સુરત મહાનગરપાલિકા દ્વારા અડાજણ પાટીયાની સામે ખાલી જગ્યા આ ગરમ કપડાંનું બજાર ભરવા માટે જગ્યા આપવામાં આવી છે.
છેલ્લા એક મહિનાથી તિબેટીયનો દ્વારા ભરાતા ગરમ કપડાના બજાર ની શરૂઆત થઇ ગઇ છે. તેમ છતાં જગ્યા બદલાઇ જવાના કારણે તિબેટીયન લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ત્યાંના સ્ટોલ ધારકોએ એ કહ્યું કે “અમે વર્ષોથી ગાંધી બાગ પાસે બજાર ભરતા હતા. પણ આ વર્ષે આ નવી જગ્યા છે અમારા માટે અને સુરતના લોકોને પણ આ જગ્યા અંગે ખબર નથી.
તો બીજી તરફ આજુબાજુ પણ વિસ્તાર એવો છે જેના કારણે લોકો અહીં આવવાનું ટાળતા હોય છે.કોરોનાના કારણે ગયા વર્ષે તો અમારો ધંધો જ થયો ના હતો અને આ વખતે જગ્યા બદલવાથી પણ અમને નુકશાન જ છે.દર વર્ષે અમે 54 પરિવાર અહીં સ્ટોલ લગાવતા હોઈએ છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે અમે ફક્ત 47 પરિવાર જ આવ્યા છે. સ્ટોલ પણ દરવર્ષ કરતા ઓછા લાગ્યા છે.જો આ વર્ષે પણ આ પરિસ્થિતિ રહી તો ગત વર્ષની જેમ આ વર્ષે પણ અમારે નુકશાન જ વેઠવું પડશે.
આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રમુખને લઈને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, નેતાઓ જ કરવા લાગ્યા આક્રમક નેતૃત્વની માંગ