ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રમુખને લઈને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, નેતાઓ જ કરવા લાગ્યા આક્રમક નેતૃત્વની માંગ

ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રાહુલ ગાંધી અને કે.સી. વેણુગોપાલને ઉલ્લેખીને ટ્વીટ કર્યું છે.ગ્યાસુદ્દીન શેખનું કહેવું છે કે ભાજપમાં મુખ્યપ્રધાન અને આખુ પ્રધાન મંડળ બદલાયું છે

ગુજરાત(Gujarat) કોંગ્રેસમાં(Congress) પ્રદેશ પ્રમુખથી લઈને પાલિકાઓના વિપક્ષના નેતાઓ સુધીની નિમણૂક ઘણા સમયથી અટવાયેલી છે. કોંગ્રેસ  હાઈકમાન્ડે હજુ સુધી કોઈ નિર્ણય નથી લીધો. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓ જ આક્રમક નેતૃત્વની માગણી કરવા લાગ્યા છે.. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ટ્વીટ કરીને આક્રમક નેતૃત્વની માગણી કરી છે.

ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રાહુલ ગાંધી અને કે.સી. વેણુગોપાલને ઉલ્લેખીને ટ્વીટ કર્યું છે.ગ્યાસુદ્દીન શેખનું કહેવું છે કે ભાજપમાં મુખ્યપ્રધાન અને આખુ પ્રધાન મંડળ બદલાયું છે.. જેથી ભાજપમાં બધુ સમુ-સુથરું નથી.. આ પરિસ્થિતિ કોંગ્રેસ  માટે અનુકુળ છે.. જો આક્રમક નેતૃત્વ મળશે તો 2022માં કોંગ્રેસને સત્તા પર આવતા કોઈ નહીં રોકી શકે.

આ પણ વાંચો : ગાંધીનગરમાં ધારાસભ્યો માટે 140 કરોડના ખર્ચે આધુનિક સગવડવાળા 216 ફ્લેટ બનાવવાનું આયોજન : પૂર્ણેશ મોદી

આ પણ વાંચો : રાજકોટ : વોર્ડ નંબર 12માં દૂષિત પાણીનો મુદ્દો, પાણીના નમૂનાનો રિપોર્ટ નોર્મલ આવ્યો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati