Surat : મોબાઇલની લૂંટ માટે યુવકની હત્યા કરી દેનારા આરોપીઓ સકંજામાં, કુલ ત્રણ આરોપીની ધરપકડ

સુરત (Surat) શહેરમાં એક ચોકાવનારી ઘટના બની હતી, જેમાં મોબાઈલ લૂંટ કરવા આવેલા વ્યક્તિ સામે પ્રતિકાર કરતા એક શ્રમિકની હત્યા કરી નાખવામાં આવી હતી. સુરતના સચિન વિસ્તારમાં આવેલા સુડા સેક્ટર નજીક આ બનાવ સામે આવ્યો હતો.

Surat : મોબાઇલની લૂંટ માટે યુવકની હત્યા કરી દેનારા આરોપીઓ સકંજામાં, કુલ ત્રણ આરોપીની ધરપકડ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2023 | 1:32 PM

સુરત શહેરમાં મોબાઈલની લૂંટ કરવા આવેલા ત્રણ વ્યક્તિઓએ એક શ્રમિકની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. જો કે આ કેસમાં સચિન પોલીસે વધુ બે આરોપીને ઝડપી લીધા છે. 1 આરોપીને પાંડેસરા પોલીસે ઝડપ્યો હતો. આજે બીજા 2 આરોપીને સચિન પોલીસે વાપીથી ઝડપી પાડ્યા છે. આમ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચો-Breaking News: અમદાવાદમાં એકતરફી પ્રેમીએ સગીરા પર ઝીંક્યા છરીના ઘા, પોલીસે યુવકની કરી ધરપકડ

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મોબાઈલ માટે લૂંટ ચલાવીને કરી હતી હત્યા

સુરત શહેરમાં એક ચોકાવનારી ઘટના બની હતી, જેમાં મોબાઈલ લૂંટ કરવા આવેલા વ્યક્તિ સામે પ્રતિકાર કરતા એક શ્રમિકની હત્યા કરી નાખવામાં આવી હતી. સુરતના સચિન વિસ્તારમાં આવેલા સુડા સેક્ટર નજીક આ બનાવ સામે આવ્યો હતો. સાડીના કારખાનામાં કામ કરતો સની ચૌહાણ નામનો યુવક રાત્રીના સાડા બાર વાગ્યાની આસપાસ પસાર થઇ રહ્યો હતો, તે દરમિયાન ત્યાં બાઈક પર ત્રણ વ્યક્તિ આવ્યા હતા અને ત્રણ પૈકીના એક વ્યક્તિએ મોબાઈલ ઝૂટવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સનીએ પ્રતિકાર કરતા તેને પેટના ભાગે ચપ્પુના ઘા ઝીકી દેવાયા હતા.

ઘટના બાદ યુવક સનીનું થયુ હતુ મોત

આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ સની ત્યાં જ ઢળી પડ્યો હતો. જયારે બાઈક પર આવેલા ત્રણેય ઈસમો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઈજા પામેલા સનીનું મોત થયું હતુ. લૂંટ વિથ મર્ડરની આ ઘટનાને લઈને શહેરમાં ચકચાર મચી ગઇ છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.

બાઇક પર આવ્યા હતા ત્રણ આરોપી

આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે સની નામનો યુવક આવી રહ્યો છે. એક વ્યક્તિ ખુરશી પર બેઠો છે, જે પછી બાઈક પર આવેલા ત્રણ ઈસમો તેના હાથમાંથી મોબાઈલ ઝૂટવાનો પ્રયાસ કર્યો છે અને યુવક પ્રતિકાર કરે છે. આ દરમિયાન ત્રણ પૈકીનો એક ઇસમ તેને ચપ્પુના ઘા મારે છે અને બાદમાં બાઈક પર બેસી ફરાર થઇ જાય છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર  

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">