AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : સેન્ટ્રલ મોલમાંથી ચોર દિવાળી કરી ગયો, જુના કપડાં પહેરી અંદર આવ્યો અને બ્રાન્ડેડ કપડાં બુટ પહેરી ભાગી ગયો

જોકે ચોર દ્વારા કરાયેલી ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. બનાવને પગલે સેન્ટ્રલ મોલના ઓપરેશનલ મેનેજરે સ્ટોર ખોલતા તેઓને ચોરીની જાણ થઇ હતી. જેથી આ મામલે તેઓએ સ્ટોર મેનેજર નિકુંજ શાહને જાણ કરવાની સાથે મોલના વહીવટકર્તાઓ જાણ કરી હતી. બનાવને પગલે ઉંમર પોલીસે સ્થળ પર પહોંચીને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. 

Surat : સેન્ટ્રલ મોલમાંથી ચોર દિવાળી કરી ગયો, જુના કપડાં પહેરી અંદર આવ્યો અને બ્રાન્ડેડ કપડાં બુટ પહેરી ભાગી ગયો
Surat: Thief enters Central Mall wearing old clothes and runs away wearing branded clothes and boots
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 6:11 PM
Share

સુરતના પીપલોદ (piplod ) વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ મોલમાં(central mall ) મોડી રાત્રે ચોરે હાથ ફેરો કર્યો હતો. સેન્ટ્રલ મોલના પાછળના ભાગના દરવાજાને તોડી અંદર પ્રવેશેલા ચોરે  મોંઘીદાટ ઘડિયાળ, કપડાં, બ્રાન્ડેડ શૂઝ સહીત 2.73 લાખનો મુદ્દામાલ ચોરી ફરાર થઇ ગયો હતો. 

બનાવને પગલે સવારે મોલના ઓપરેશનલ મેનેજરને જાણ થતા તેઓએ આ મામલે મોલના વહીવટકર્તાઓ જાણ કરી હતી. બાદમાં તેઓએ આ મામલે ઉમરા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવીના આધારે ચોર સામે ચોરીનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

પીપલોદ વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ મોલને કોઈ ચોર ઇસામે નિશાન બનાવ્યો હતો. સેન્ટ્રલ મોલના પાછળના ભાગનો દરવાજો કોઈ સાધન વડે તોડી એક ચોરે અંદર પ્રવેશ કર્યો હતો અને બાદમાં મોલમાં અલગ અલગ સ્ટોરમાંથી બ્રાન્ડેડ કપડાં, ઘડિયાળ, શૂઝ, સપોર્ટ સૂઝ, જેકેટ, બ્લેઝર, વિન્ટર વેર સહિતનો બ્રાન્ડેડ માલ મળીને કુલ 2.73 લાખની ચોરી કરીને ફરાર થઇ ગયો હતો.

જોકે ચોર દ્વારા કરાયેલી ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. બનાવને પગલે સેન્ટ્રલ મોલના ઓપરેશનલ મેનેજરે સ્ટોર ખોલતા તેઓને ચોરીની જાણ થઇ હતી. જેથી આ મામલે તેઓએ સ્ટોર મેનેજર નિકુંજ શાહને જાણ કરવાની સાથે મોલના વહીવટકર્તાઓ જાણ કરી હતી. બનાવને પગલે ઉમરા પોલીસે સ્થળ પર પહોંચીને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.

ચોર નવા કપડાં પહેરી ગયો  સેન્ટ્રલ મોલમાં ચોરી કરવા આવેલો ચોર ચોરી કરતી વેળાએ પોતે પહેરેલા કપડાં ત્યાં કાઢી નાંખ્યા હતા અને બાદમાં બ્રાન્ડેડ કપડાં પહેરી લીધા હતા. જોકે ઉતાવળમાં પોતે પહેરેલા કપડામાંથી સામાન કાઢવાનું ભૂલી ગયો હતો. આ તમામ હરકતો સીસીટીવી કેમેરામાં ઝડપાઇ ગઈ હતી.

જુના કપડામાંથી આઈકાર્ડ મળ્યો  આ ચોરે નવા કપડાંની લાલચમાં આવીને પોતે પહેરેલા જુના કપડાં કાઢીને નવા કપડાં પહેરી લીધા હતા. પરંતુ તેમાંથી સામાન કાઢવાનું ભૂલી ગયો હતો. જેથી પોલીસના હાથમાં તેનું આઈકાર્ડ આવી ગયું હતું. આ આઈકાર્ડ કોઈ સિક્યોરિટી એજન્સીનું હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે તે જમા લઈને આગળની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Surat : મક્કાઇપુલ પરથી 12 વર્ષીય બાળક પડ્યો ન હતો, તેના પિતાએ ફેંકી દીધો હતો

આ પણ વાંચો : Surat : ધનતેરસે મા લક્ષ્મીની કૃપા સુરતના જવેલર્સને ફળી, એક જ દિવસમાં અંદાજિત 125 કરોડનો વેપાર થયો

Follow Us
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
g clip-path="url(#clip0_868_265)">