AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : મક્કાઇપુલ પરથી 12 વર્ષીય બાળક પડ્યો ન હતો, તેના પિતાએ ફેંકી દીધો હતો

દોઢ વર્ષ પહેલા પણ આ જ પુત્રને આવાસના માળ પરથી નીચે ફેંકી દીધો હતો. પણ નીચે ખાટલીવર્ક કરતા પરિવારના કપડાના જથ્થા પર પડતા તેને ફક્ત નાની મોટી ઈજાઓ જ પહોંચી હતી. અને જાકીર બચી ગયો હતો. જે તે વખતે પત્ની હીનાએ પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. 

Surat : મક્કાઇપુલ પરથી 12 વર્ષીય બાળક પડ્યો ન હતો, તેના પિતાએ ફેંકી દીધો હતો
Surat: A 12-year-old boy did not fall off a bridge, his father threw him
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 9:09 AM
Share

Surat કોસાડ આવાસના 12 વર્ષીય વિદ્યાર્થી જાકીર શેખને ફટાકડાના બહાને લઇ જઈ ને તેના જ સગા પિતાએ તેને નદીમાં(river ) ફેંકી દઈ હત્યા કરી દીધી હતી. છેલ્લા પાંચ વર્ષથી પતિ પત્ની વચ્ચે ચાલતા ખટરાગને પગલે મૃતક જાકીર દોઢ વર્ષથી માતા સાથે મહારાષ્ટ્ર નાનીને ત્યાં રહેતો હતો. પાંચ દિવસ પહેલા જ જાકીરની માતા તેનું લિવિંગ સર્ટિફિકેટ કઢાવવા માટે આવી હતી. 

ત્યારબાદ પીછો કરીને સાસરીમાં જઈ  જાકીરને જબરજસ્તી સુરત પરત લાવી પત્ની સાથેના ઝઘડાને કારણે પુત્રની હત્યા કરી નાંખી હોવાનું ખુલ્યું છે. બનાવ અંગે પત્ની દ્વારા ફરિયાદ નોંધાવતા રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધીને મૃતકના પિતાની અટકાયત કરી છે. કોસાડમાં રહેતા 31 વર્ષીય સઈદ ઇલ્યાસ શેખ છૂટક ભંગારનું કામ કરતો હતો.

જેના ગત તારીખ 31 ઓક્ટોબરના રોજ તેનો ચોથા ધોરણમાં અભ્યાસ કરતા પુત્ર જાકીરનું તાપી નદીમાં પડી જતા મોત થયુ હતું. ત્યારે સઈદે એવું નિવેદન આપ્યું હતું કે તે ફટાકડા અપાવવા ગયો હતો, અને ચાલતા ચાલતા અચાનક જ તે તાપીમાં પડી ગયો હતો. દરમ્યાન મૃતક જાકીરની માતાએ રાંદેર પોલીસમાં જઈને સાચી હકીકત જણાવી હતી.

લગ્ન બાદ બંને પતિ પત્ની વચ્ચે ખટરાગ થતા અવારનવાર ઝઘડો ચાલતો રહેતો હતો. દોઢ વર્ષ પહેલા પણ આ જ પુત્રને આવાસના માળ પરથી નીચે ફેંકી દીધો હતો. પણ નીચે ખાટલીવરક કરતા પરિવારના કપડાના જથ્થા પર પડતા તેને ફક્ત નાની મોટી ઈજાઓ જ પહોંચી હતી. અને જાકીર બચી ગયો હતો. જે તે વખતે પત્ની હીનાએ પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી.

પતિ સઈદે પત્નીના અનૈતિક સબંધ હોવાનો વહેમ રાખીને તે પત્નીની મારઝૂડ કરતો હતો. જેથી હિના મોટા પુત્રને પતિ પાસે રાખીને નાના પુત્રને લઈને મહારાષ્ટ્ર પિયર જતી રહી હતી. દરમ્યાન પાંચ દિવસ પહેલા જ હિના પોતાના પુત્ર જાકીરને લઈને વતનમાં અભ્યાસ માટે જરૂરી લિવિંગ સર્ટિફિકેટ લેવા આવી હતી. જે લઈને પરત થઇ ત્યારે સઈદ પણ સાસરીમાં પહોંચ્યો હતો.

અને ઝઘડો કરીને જાકીરને પોતાની બાઈક પર લઈને ફટાકડા આપવાના બહાને લઈને નીકળ્યો હતો. અને તાપી નદીમાં ફેંકી દીધો હતો. બનાવ મામલે રાંદેર પોલીસે પત્નીની ફરિયાદ લઈને પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Surat : રાજ્યની એકમાત્ર જૂની અને જર્જરિત સુરત સિવિલ હોસ્પિટલનું નવીનીકરણ કરવામાં આવશે

આ પણ વાંચો : Surat : રાંદેર ઝોનના છ વિસ્તારોમાં 24 કલાક પાણી પુરવઠાની કોર્પોરેશનની યોજના અંતિમ તબક્કામાં

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">