Surat: મ્યુકરમાઈકોસીસના ઈન્જેક્શનની અછતનો પ્રશ્ન યથાવત, ડિમાન્ડ સામે 10 ટકા ઈન્જેક્શન પણ નથી

|

Jun 03, 2021 | 10:59 PM

Surat: મ્યુકરમાઈકોસીસ (Mucormycosis)ની સારવાર માટે જરૂરી એમફોટેરિસીન (Amphotericin) ઈન્જેકશનની અછતના કારણે પણ ઘણા દર્દીઓને ભોગવવાનો વારો આવ્યો છે.

Surat: મ્યુકરમાઈકોસીસના ઈન્જેક્શનની અછતનો પ્રશ્ન યથાવત, ડિમાન્ડ સામે 10 ટકા ઈન્જેક્શન પણ નથી

Follow us on

Surat: મ્યુકરમાઈકોસીસ (Mucormycosis)ની સારવાર માટે જરૂરી એમફોટેરિસીન (Amphotericin) ઈન્જેકશનની અછતના કારણે પણ ઘણા દર્દીઓને ભોગવવાનો વારો આવ્યો છે. નોંધનીય છે કે બ્લેક ફંગસ ઈન્ફેકશન સામે લડવા માટે અને શરીરના અન્ય અંગોને આ ઈન્ફેક્શનથી બચાવવા માટે એમફોટેરિસીન ઈન્જેક્શન એકમાત્ર ઈલાજ છે. પરંતુ તેની અછતના કારણે ઘણી સર્જરીઓમાં વિલંબ થયો છે.

 

છેલ્લા બે ત્રણ અઠવાડિયાથી સુરતમાં મ્યુકરમાઈકોસીસના દર્દીઓ માટે આ ઈન્જેકશનની અછતનો પ્રશ્ન ઉભો થયો છે.સુરતની સ્મીમેર હોસ્પિટલમાંથી આ ઈન્જેક્શનનો જથ્થો ખાનગી હોસ્પિટલોને પૂરો પાડવામાં આવી રહ્યો છે. જ્યાં ખાનગી હોસ્પિટલોના મળેલા મેઈલ પ્રમાણે દર્દીઓને આ ઈન્જેક્શન ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. સ્મીમેર હોસ્પિટલના સૂત્રો મુજબ દરરોજ ખાનગી હોસ્પિટલોમાંથી 1000થી 1500 જેટલા ઈન્જેક્શનની રિક્વેસ્ટ આવે છે. પરંતુ તેની સામે તેઓ 10 ટકા ઈન્જેક્શન પણ આપી શકતા નથી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

liposomal amphotericin દર્દીઓને સર્જરી કર્યા પછી તેને વધારાની ફંગસથી બચાવવા માટે અને બીજા અંગોમાં તે પ્રસરે નહીં તેના માટે વાપરવામાં આવે છે. કેટલીક ખાનગી હોસ્પિટલોએ તો મેન્યુફેક્ચર પાસેથી જ આ ઈન્જેક્શનો સીધા લેવાની પણ શરૂઆત કરી હતી. પરંતુ આખા દેશમાંથી આ ઈન્જેક્શનની ડિમાન્ડ આવી રહી છે. જેથી કંપની પણ મળતા ઓર્ડરની સામે ઈન્જેક્શનનું પ્રોડક્શન કરી શકવાની ક્ષમતા ધરાવતી નથી.

 

 

એક હોસ્પિટલના તબીબના જણાવ્યા પ્રમાણે પહેલા તેઓ રોજના 6થી 8 દર્દીઓની સર્જરી કરતા હતા. પરંતુ હવે ઈન્જેક્શન સરળ રીતે મળતા ન હોવાથી રોજના માત્ર ત્રણથી ચાર ઈન્જેક્શનથી દર્દીઓની સર્જરી કરે છે. ઈન્જેકશનની અછતના કારણે બાકીના દર્દીઓને વેટિંગમાં મુકવા પડે છે અને અન્ય દવાઓ આપવી પડી રહી છે. સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં જ મોટાભાગના દર્દીઓ જતા હોવાથી હવે છેલ્લા એક અઠવાડિયાથી ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ ઓછા આવી રહ્યા છે.

કારણ કે ઈન્જેક્શનની પહેલી પ્રાથમિકતા સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ દર્દીઓને આપવામાં આવે છે. જેથી સૌથી વધારે સર્જરી પણ આ હોસ્પિટલમાં જ થઈ રહી છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસીસની દરરોજ આઠથી દસ સર્જરી થાય છે, જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં રોજની 35 જેટલી સર્જરી થાય છે. જોકે આ બાબત વચ્ચે રાહતની વાત તો એ છે કે મ્યુકરમાઈકોસીસના દર્દીઓમાં પણ હવે ક્રમશઃ ઘટાડો નોંધાઈ રહ્યો છે.

 

આ પણ વાંચો: Gujarat Corona Update : રાજ્યમાં આજે કોરોનાના 1207 નવા કેસ, 17 મૃત્યુ, એક્ટિવ કેસ 25 હજારથી નીચે

Next Article