AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : સુરતમાં આગામી ફેબ્રુઆરી 2022માં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજાશે

સમાજના બાળકોનું પ્રાથમિક અભ્યાસથી લઈને તેના લક્ષ્ય સુધીનું ઘડતર સરદારધામ દક્ષિણ ગુજરાતમાં શક્ય બનશે. જેનો લાભ દક્ષિણ ગુજરાત તેમજ અન્ય જિલ્લા અને ગ્રામ્યના હજારો વિદ્યાર્થીઓને થશે.

Surat : સુરતમાં આગામી ફેબ્રુઆરી 2022માં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજાશે
Surat: The Global Patidar Business Summit will be held in Surat in February 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 9:36 AM
Share

Surat ગુજરાતના પાટીદારોની(Patidar) મોટી અને મહત્વની સંસ્થા સરદારધામ(Sardardham ) દ્વારા ફ્રેબ્રુઆરી 26,27 અને 28ના રોજ બિઝનેસ સમિટનું(business summit ) આયોજન કરવામાં આવ્યું છે.

સમગ્ર દક્ષિણ ગુજરાતની પાટીદાર સમાજની સંસ્થાઓએ એક સુરમાં અમદાવાદ, વડોદરા, ભાવનગર અને હવે આગામી સમયમાં સુરત ખાતે સરદારધામના નિર્માણનો ઐતિહાસિક સંકલ્પ લીધો હતો. સરદારધામ દક્ષિણ ગુજરાતના ફેઝ 1માં 300 કરોડના ખર્ચે તાલીમ કેન્દ્ર અને હોસ્ટેલ સહીત યુવાઓના શિક્ષણ માટે બનાવવામાં આવશે. જયારે ફેઝ 2માં બાળ ભવનથી ઉચ્ચ શિક્ષણના ભવનને બનાવવામાં આવશે.

આમ સમાજના બાળકોનું પ્રાથમિક અભ્યાસથી લઈને તેના લક્ષ્ય સુધીનું ઘડતર સરદારધામ દક્ષિણ ગુજરાતમાં શક્ય બનશે. જેનો લાભ દક્ષિણ ગુજરાત તેમજ અન્ય જિલ્લા અને ગ્રામ્યના હજારો વિદ્યાર્થીઓને થશે. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ નો મુખુ ઉદ્દેશ્ય વેપારના વિસ્તરણનો છે. જેમાં એક જ પ્લેટફોર્મ પર નાનાથી મંદીને મોટા બિઝનેસમેન પોતાની પ્રોડક્ટ્નું બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને લોન્ચિંગ કરીને પોતાના બિઝનેસને ઉડવા માટે પાંખોને વિસ્તરવા ખુલ્લું આકાશ આપી શકે છે.

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ એટલે એવું નથી કે ફક્ત મોટા બિઝનેસ પરંતુ જમીન સાથે જોડાયેલા ઉધોગો જેવા કે કૃષિ, ડેરી અને મહિલા ઉધોગ માટે પણ અહીં સ્થાન હશે. આ સમિટમાં 950 સ્ટોલ્સ અને 12 કરતા વધારે ડોમ હશે. જેમાં ડાયમંડ, ટેક્સ્ટાઇલ, ફાર્માસ્યુટિકલ્સ, એન્જીન્યરીંગ, ઓટોમોબાઇલ, કેમિકલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પેટ્રો કેમિકલ, એગ્રો, ઇલેક્ટ્રોનિક્સ, ગારમેન્ટ, શિપિંગ, સર્વિસ સેક્ટર વગેરેને આવરી લેવામાં આવશે.

અહીં આનાથી લઈને મોટા બિઝનેસમેનો એક જ પ્લેટફોર્મ પર ભેગા થઈને પરસ્પર વેપાર ઉધોગ કરશે. સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે આ સમિટમાં મહિલાઓ માટે પણ અલાયદો ડોમ ફાળવવામાં આવશે. તેમજ સામાજિક સમરસતાને ભાગરૂપે 10 ટકા સ્ટોલ સર્વ સમાજ માટે ફાળવવામાં આવશે.

આવનારી 26,2 અને 28 ફેબ્રુઆરીના રોજ આ સમિટ સુરતમાં યોજાશે. જેના માટે હવે આયોજનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સુરતમાં બનનારા સરદારધામ માટે પણ જગ્યા શોધવા સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Surat: પીએમ મોદીના જન્મદિવસે આ સોસાયટીઓએ લીધો ઘરોમાં સોલાર પેનલ લગાવવાનો અનોખો સંકલ્પ

આ પણ વાંચો : રાજ્યના આ શહેરોમાં વાયુ પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં અરજી, રાજ્ય સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નોટિસ

તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
g clip-path="url(#clip0_868_265)">