Surat : ફાફડા જલેબી ખાવાનો દિવસ આવ્યો, ભાવ વધ્યા છતાં પેટ ભરીને ઝાપટી જશે સુરતીઓ

ફાફડા જલેબીની સામગ્રીના ભાવમાં વધારો થયો છે તો ઘારી, ફરસાણ અને મીઠાઈ વેચનારાઓએ પણ ભાવમાં 40 થી 50 રૂપિયાનો વધારો કર્યો છે. જોકે વિક્રેતાઓને આશા છે કે ભાવ વધવા છતાં લોકો ફાફડા જલેબી ભરપેટ ખાશે. 

Surat : ફાફડા જલેબી ખાવાનો દિવસ આવ્યો, ભાવ વધ્યા છતાં પેટ ભરીને ઝાપટી જશે સુરતીઓ
The day of eating puffed jalebi has come, even though the price has increased, the people of Surat will eat their fill
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2022 | 9:02 AM

નવરાત્રીનો(Navratri ) પર્વ સમાપ્ત થઇ ગયો છે, અને આજે જયારે દશેરાની (Dussehra )ઉજવણી થવા જઈ રહી છે ત્યારે ફરસાણની દુકાન ચલાવતા લોકોએ ફાફડા અને જલેબી બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દશેરા નિમિત્તે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ફાફડા જલેબી ખાવાની પરંપરા છે. દશેરાના દિવસે સુરતના લોકો વહેલી સવારે ફાફડા જલેબીનો નાસ્તો કરીને તહેવારની શરૂઆત કરે છે. કેટલાક ભક્તો નવ દિવસ ઉપવાસ રાખે છે, તેઓ પણ દશેરાના દિવસે જલેબી ખાધા પછી જ ઉપવાસ છોડી દે છે.

ભાવવધારો છતાં આ વર્ષે વેચાણ વધવાની શક્યતા છે

શહેરના ફરસાણ અને નમકીનના વેપારીઓના જણાવ્યા મુજબ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ફાફડા અને જલેબીનું વેચાણ વધુ થવાની સંભાવના છે. પરંતુ બીજી તરફ પેટ્રોલ, ડીઝલ, મટીરીયલ, ટ્રાન્સપોર્ટેશન વગેરેના ભાવમાં વધારાને કારણે ફાફડા અને જલેબીના ભાવમાં ગત વર્ષની સરખામણીએ રૂ.40નો વધારો થયો છે. તમામ જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતાં મોંઘવારી વધી છે, જેની અસર ફાફડા જલેબીના ભાવ પર પણ જોવા મળી રહી છે. જોકે ભાવ વધવા છતાં લોકો પેટ ભરીને આ વર્ષે પણ ફાફડા જલેબીની જ્યાફત માણશે.

ફાફડા જલેબીના ભાવમાં એક વર્ષમાં વધારો થયો છે

સિંગતેલ ગયા વર્ષે 2400 રૂપિયા હતું જે આ વર્ષે 2900 રૂપિયા છે. ગયા વર્ષે ચણાનો લોટ 60-70 રૂપિયા પ્રતિ કિલો હતો જે આ વર્ષે વધીને 80-90 પ્રતિ કિલો થઈ ગયો છે. ફાફડામાં વપરાતા અજમા ગયા વર્ષે 170 રૂપિયા પ્રતિ કિલો હતા, જે આ વર્ષે વધીને 220 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. ગયા વર્ષે લીલા મરચાના ભાવ 20 રૂપિયા હતા જે હવે 40 પ્રતિ કિલો છે. પાછલા વર્ષે ફાફડે કી ચટણી માટે પપૈયું 10 રૂપિયા પ્રતિ કિલો હતું તે હવે 20 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

તહેવાર પર મોંઘવારીનો માર જોવા નહીં મળે

ગયા વર્ષે જલેબી બનાવવા માટે ઘી 600-750 રૂપિયા પ્રતિ કિલો હતું, જે આ વર્ષે વધીને 700-850 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયું છે. ગયા વર્ષે ખાંડનો ભાવ 35 રૂપિયા પ્રતિ કિલો હતો જે આ વર્ષે વધીને 40 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. મેંદાનો ભાવ જે ગયા વર્ષે રૂ. 25 પ્રતિ કિલો હતો તે હવે રૂ. 35 પ્રતિ કિલો છે. આ રીતે ફાફડા જલેબીની સામગ્રીના ભાવમાં વધારો થયો છે તો ઘારી, ફરસાણ અને મીઠાઈ વેચનારાઓએ પણ ભાવમાં 40 થી 50 રૂપિયાનો વધારો કર્યો છે. જોકે વિક્રેતાઓને આશા છે કે ભાવ વધવા છતાં લોકો ફાફડા જલેબી ભરપેટ ખાશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">