Surat : દેશમાં કોરોના સામે લાંબી લડાઈ લડનારી મહિલા, પાંચ મહિનાની લાંબી સારવાર બાદ કોરોનાને માત
નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ મહિલા પાંચ મહિનાની લાંબી સારવાર બાદ કોરોનાથી સાજી થઇ છે. સારવાર દરમ્યાન તે લગભંગ 3 મહિના સુધી બાયપેપ વેન્ટિલેટર પર હતી અને લગબગ 100 ટકા ફેફસામાં તેને ચેપ ફેલાઈ ગયો હતો
સુરતના વરાછા વિસ્તારમાં રહેતી એક મહિલા પાંચ મહિનાની લાંબી સારવાર બાદ કોરોના મુક્ત થઇ છે. કોરોનાની બીજી લહેરમાં વરાછા વિસ્તારમાં રહેતી એક મહિલાને 25 માર્ચના રોજ કોરોના થયો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ મહિલા પાંચ મહિનાની લાંબી સારવાર બાદ કોરોનાથી સાજી થઇ છે. સારવાર દરમ્યાન તે લગભંગ 3 મહિના સુધી બાયપેપ વેન્ટિલેટર પર હતી અને લગબગ 100 ટકા ફેફસામાં તેને ચેપ ફેલાઈ ગયો હતો. તેમ છતાં ડોક્ટરોની ટીમે હાર માની ન હતી. અને 30 ઓગસ્ટના રોજ આ મહિલાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સમગ્ર દેશમાં કોરોના દર્દીનો પાંચ મહિનાની સારવાર બાદ સ્વસ્થ થવાનો આ પહેલો કેસ છે.
સિવિલના તબીબોના જણાવ્યા અનુસાર વરાછામાં રહેતી 35 વર્ષીય મહિલાને 25 માર્ચે તાવ,ચક્કર અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. સબંધીઓ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમના શરીરમાં ઓક્સીજનનું સ્તર પણ 85 ટકા પર આવી ગયું હતું. ડોક્ટરોએ તેમને ઓક્સિજન સપોર્ટ પર દાખલ કર્યા હતા. જ્યાં તેમની હાલત વધુ ખરાબ થતી ગઈ હતી.
શ્વાસની તકલીફને કારણે તેમને બાયપેપ વેન્ટિલેટર પરથી ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તે પછી પણ તેમની તબિયતમાં સુધારો થયો ન હતો. આ મહિલાને તેનો પરિવાર 27 મેના રોજ સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યો હતો. અહીં દક્ષિણ ગુજરાતમાં કોરોના નોડેલ ઓફિસર અને સિવિલના મેડિસિન વિભાગના વડા અશ્વિન વસાવાએ તેમની સારવાર શરૂ કરી હતી.
સિવિલમાં મહિલાની હાલત અત્યંત ગંભીર હતી. સબંધીઓને કહ્યું હતું કે દર્દીની સ્થિતિ સારી નથી. 90 થી 95 ટકા ચેપ મહિલાના ફેફસામાં ફેલાઈ ગયો છે. સિટીની તીવ્રતાનો સ્કોર 25/25 નો હતો. ખાનગી હોસ્પિટલમાં બે મહિનાની સારવાર બાદ ફરી કોરોના આરટીપીસીઆર કરવામાં આવ્યો હતો. જેમાં ફરી રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
મહિલાને વેન્ટિલેટર પર દાખલ કરવામાં આવી હતી.સારવારમાં તેમને સ્ટેરોઇડ્સ,એલએમડબ્લ્યુએચ સહિતની અન્ય સહાયક દવાઓ આપવામાં આવી હતી. ધીરે ધીરે મહિલાની તબિયતમાં સુધારો થવા લાગ્યો હતો.અને તેની સારવાર વેન્ટિલેટરથી બાયપેપ પર અને હવે બાદમાં ઓક્સિજન પર ખસેડવામાં આવી હતી.
હવે તેમની તબિયત સંપૂર્ણપણે સ્વસ્થ થઇ ગઈ છે. અને ઓક્સિજનનો અઢાર ખેંચાયા બાદ તેમને 30 ઓગસ્ટના રોજ આપવામાં આવી છે.
આ પણ વાંચો :