Surat : GST મુદ્દે કાપડ વેપારીઓને સરકાર પર વિશ્વાસ, આંદોલન સંપૂણ નિષ્ક્રિય

સુરતના સાંસદ દર્શના જરદોષ અને સીઆર પાટીલની દરમિયાનગીરી પછી ટેક્ષટાઇલ ઉદ્યોગમાં જીએસટીના દર વધારવાનું નોટિફિકેશન પરત ખેંચાશે જ .

Surat : GST મુદ્દે કાપડ વેપારીઓને સરકાર પર વિશ્વાસ, આંદોલન સંપૂણ નિષ્ક્રિય
Textile Industry have hope from government over GST
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 4:32 PM

ગયા મંગળવારે તા .14 મી ડિસેમ્બરના રોજ ટેક્ષટાઇલ ઉદ્યોગકારોએ (Textile Traders ) જીએસટીના (GST) મુદ્દા પર કેન્દ્રના નાણામંત્રી નિર્મલા સીતારમન સાથે મુલાકાત કર્યા બાદ સુરત તેમજ દેશભરમાંથી શરૂ થયેલું જીએસટી દર વધારા સામેનું આંદોલન સાવ જ નિષ્ક્રીય થઇ ચૂક્યું છે . વીવર્સ , ટ્રેડર્સ સમેતના ટેક્ષટાઇલ સ્ટેક હોલ્ડર્સ હવે કેન્દ્ર સરકારના ભરોસે આંદોલન ઠપ કરીને બેઠા છે.

ચાલુ ડિસેમ્બર માસમાં જીએસટી કાઉન્સિલની મિટીંગ ક્યારે મળવાની છે તેની હજુ સુધી તારીખ જાહેર થઇ નથી છતાં ટેક્ષટાઇલ સ્ટેક હોલ્ડર્સને એ વાત નિશ્ચિત જણાય રહી છે કે સુરતના સાંસદ દર્શના જરદોષ અને સીઆર પાટીલની દરમિયાનગીરી પછી ટેક્ષટાઇલ ઉદ્યોગમાં જીએસટીના દર વધારવાનું નોટિફિકેશન પરત ખેંચાશે જ .

સુરતથી શરૂ કરવામાં આવેલું ટેક્ષટાઇલ ઉદ્યોગમાં જીએસટીના દર વધારા સામેનું આંદોલન સાવ જ મંદ પડી ગયું છે . ગુજરાતના નાણામંત્રી , સુરતના સાંસદો , કેન્દ્રના વાણિજ્ય મંત્રી અને કેન્દ્રના નાણામંત્રીને રજૂઆત કર્યા બાદ હવે જીએસટી સામે કોઇ આંદોલન કરવામાં ચેમ્બર ઓફ કોમર્સ , વીવર્સ એસોસીએશન કે ટેક્ષટાઇલ ટ્રેડર્સને કોઇ જ રસ રહ્યો નથી .

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

મિડીયા દ્વારા ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો , વીવીંગ અગ્રણીઓ અને વેપારી આગેવાનોને આંદોલન અંગે પૂછવામાં આવતા તેમણે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે નાણામંત્રી સાથેની મુલાકાત બાદ ટેક્ષટાઇલ ઉદ્યોગને જીએસટીના દર વધારા અંગેના નોટિફિકેશનમાંથી મુક્તિ મળી જ જવાની છે . હકીકતમાં ટેક્ષટાઇલ ઉદ્યોગના તમામ સ્ટેક હોલ્ડર્સને એ વાતનો ડર છે કે જો હવે કોઇપણ પ્રકારના દેખાવો સરકાર સામે કરવામાં આવશે તો સરકારની નારાજગી વહોરી લેવી પડશે.

તેના કારણે તા .1 લી જાન્યુઆરીથી નવા દર પ્રમાણે જીએસટી ચૂકવવો પડી શકે પરીણામે સરકારની નારાજગી વહોરી લેવા કરતા તો જીએસટી કાઉન્સિલમાં વિધિવત નિર્ણયની જાહેરાત થાય એ પછી પરિસ્થિતિનો તાગ મેળવીને આગળની રણનીતિ નક્કી કરવાનો અભિગમ ટેક્ષટાઇલ સ્ટેક હોલ્ડર્સે અખત્યાર કર્યો હોવાનું જણાય રહ્યું છે .

આમ, હવે સરકાર અને સાંસદો પર ભરોસો વ્યક્ત કરીને સુરતના ટેક્સ્ટાઇલ ઉધોગ સાથે જોડાયેલા અગ્રણીઓ અને વેપારીઓ હવે જીએસટી મુદ્દે કશું પણ બોલવા પણ તૈયાર નથી. તેમનું માનીએ તો તેમની રજૂઆતોનો હકારાત્મક પરિણામ આવવાનું જ છે, તો પછી હવે જીએસટી મુદ્દે વિરોધમાં બોલવાનો કોઈ અર્થ નથી દેખાઈ રહ્યો. જોવાનું એ રહેશે કે આગામી સમયમાં જાહેર થનારા બજેટ અને જીએસટી કાઉન્સિલની બેઠક માં વેપારીઓની આ આશા કેટલી સાચી સાબિત થાય છે ?

આ પણ વાંચો : Surat: તક્ષશિલા અગ્નિકાંડમાં હાઈકોર્ટે બિલ્ડર હસમુખ વેકરિયાને આપ્યા શરતી જામીન, વાલીઓને ચુકવવું પડશે આટલું વળતર

આ પણ વાંચો : OMICRON : સુરતમાં ઓમિક્રોનનો વધુ એક કેસ નોંધાયો, રાજ્યમાં કુલ 11 કેસ થયા

g clip-path="url(#clip0_868_265)">