Surat: તક્ષશિલા અગ્નિકાંડમાં હાઈકોર્ટે બિલ્ડર હસમુખ વેકરિયાને આપ્યા શરતી જામીન, વાલીઓને ચુકવવું પડશે આટલું વળતર
Surat: તક્ષશિલા અગ્નિકાંડમાં હાઈકોર્ટે બિલ્ડર હસમુખ વેકરિયાને શરતી જામીન આપી છે. તો કોર્ટે ચાર મહિનાની અંદર વાલીઓને 35 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
Surat: સુરતમાં ઘટેલા તક્ષશિલા અગ્નિકાંડમાં હાઇકોર્ટનો ચુકાદો સામે આવ્યો છે. આ કાંડમાં હાઈકોર્ટે બિલ્ડર હસમુખ વેકરિયાના શરતી જામીન મંજૂર કરી છે. હાઈકોર્ટે બિલ્ડરને 35 લાખનું વળતર 4 મહિનામાં વાલીને આપવાનો હુકમ કર્યો છે. જણાવી દઈએ કે આ અગ્નિકાંડ હચમચાવી દેનારો હતો. સુરતના તક્ષશિલા અગ્નિકાંડ 22 માસુમ વિધાર્થીના મોત થયા હતા. ત્યારે સમગ્ર કેસમાં 14 આરોપીમાંથી 12 ના જામીન મંજુર કર્યા છે. તો બીજી તરફ ક્લાસિસ સંચાલક ભાર્ગવ અને બિલ્ડર દિનેશ હજુ જેલમાં છે.
ઉલ્લેખનીય છે કે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં આગ લાગી હતી. આ આગે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. સેફટીના સાધનો ન હોવાના કારણે આ આગમાં માસૂમ વિદ્યાર્થીઓએ જીવ ઘુમાવ્યાનું કહેવામાં આવી રહ્યું છે. તો આ આગમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા. જણાવી દઈએ કે 24 મે વર્ષ 2019માં સુરતની તક્ષશિલામાં આગ લાગી હતી. જેમાં 22 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. ત્યારે અનેક વિદ્યાર્થીઓ બિલ્ડિંગના ચોથા માળેથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
