Surat : મસ્તીની મળી આકરી સજા, શિક્ષકે વિદ્યાર્થીઓને ગુનેગારની જેમ ફટકાર્યા, CCTVમાં કેદ થયા દ્રશ્યો

|

Jun 28, 2022 | 3:20 PM

સુરતના (Surat) બારડોલીની ખાનગી શાળામાં ધોરણ સાતના બે વિદ્યાર્થીઓ રિસેસ ટાઈમમાં ક્લાસરૂમમાં મસ્તી કરી રહ્યાં હતા. આ વિદ્યાર્થીઓને મસ્તી કરતા જોઈને શાળાના શિક્ષક ઉશ્કેરાયા હતા.

Surat : મસ્તીની મળી આકરી સજા, શિક્ષકે વિદ્યાર્થીઓને ગુનેગારની જેમ ફટકાર્યા, CCTVમાં કેદ થયા દ્રશ્યો
શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યાની ઘટના સીસીટીવીમાં કેદ

Follow us on

શિક્ષણ જગતમાં ભય અને ભાર વગરના ભણતરની મોટી-મોટી વાતો થાય છે. પરંતુ આવી ડાહી-ડમરી વાતો અધિકારીઓ કે પ્રધાનોની AC કેબિનથી આગળ વધીને કદાચ ક્લાસરૂમ સુધી પહોંચતી જ નથી. જેના પરિણામે વિદ્યાર્થીઓ (Students) સાથેના અમાનવીય વર્તનના વીડિયો છાશવારે સામે આવતા રહે છે. સુરત (Surat) જિલ્લાના કામરેજના ખોલવાડ ગામની એક ખાનગી શાળામાં કઠોર હ્યદયના શિક્ષકની ક્રૂરતાનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. શિક્ષક (Teacher) દ્વારા વિદ્યાર્થીને માર મારવાના દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા છે. જેને લઇને વાલીઓમાં રોષ ફેલાયો છે.

શિક્ષકે વિદ્યાર્થીને માર્યો ઢોર માર

ઘટના કઇક એવી છે કે, બારડોલીની ખાનગી શાળામાં ધોરણ સાતના બે વિદ્યાર્થીઓ રિસેસ ટાઈમમાં ક્લાસરૂમમાં મસ્તી કરી રહ્યાં હતા. આ વિદ્યાર્થીઓને મસ્તી કરતા જોઈને શાળાના શિક્ષક ઉશ્કેરાયા હતા. ગુસ્સામાં રહેલા શિક્ષકના હાથમાં સ્ટીલની પાઈપ આવી. આ સ્ટીલની પાઈપથી બે વિદ્યાર્થીઓને શિક્ષકે ઢોર માર માર્યો. વિદ્યાર્થીઓ મારથી બચવા કગરતા રહ્યાં. પણ ક્રોધે ભરાયેલા શિક્ષકે માસૂમોને સમજાવવાને બદલે જાણે ગુંડા હોય તેમ સ્ટીલની પાઈપના એક પછી એક ફટકા માર્યા. આ સખત મારને કારણે વિદ્યાર્થીઓે હાથે-પગે લાલ ચકામા પડી ગયા. શિક્ષકે ક્લાસરૂમમાં અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં જ આચરેલી ક્રૂરતાના સીસીટીવીમાં કેદ થયા છે.

Electric Shock in Human Body: કેમ કોઈ માણસ કે વસ્તુને અડવાથી કરંટ લાગે છે?
સફેદ ડાઘથી પીડિત લોકો સેનામાં કેમ જોડાઈ શકતા નથી?
બીટનો રસ પીવાના આટલા ગેરફાયદા તમે કદાચ નહીં જાણતા હોવ
Plant Tips : લીંબુના છોડની આ રીતે રાખો કાળજી, ફળના થઈ જશે ઢગલા
Khajur : એક દિવસમાં કેટલો ખજૂર ખાવો જોઈએ?
Makai Rotlo : મકાઈનો રોટલો ક્યારે અને કેટલો ખાવો જોઈએ? જાણો સાચો સમય

વાલીઓમાં જોવા મળ્યો રોષ

શિક્ષકે આચરેલી ક્રૂરતાને ખાનગી શાળાના ટ્રસ્ટીઓએ પણ છાવરવાનો ભરપૂર પ્રયાસ કર્યો. દર્દથી પરેશાન વિદ્યાર્થીએ પોતાના વાલીને જાણ કરી. તો વાલીએ શાળા પહોંચીને સીસીટીવી ફૂટેજ આપવાની માગ કરી.. જો કે પહેલા તો શાળા તંત્રએ સીસીટીવી ફૂટેજ આપવામાં પણ આનાકાની કરી અને પોલીસ સ્ટેશનમાં સીસીટીવી બતાવીશું તેવા ઉડાઉ જવાબ આપ્યા.

શિક્ષણ વિભાગ યોગ્ય પગલા લે તેવી માગ

આ શિક્ષકે આચરેલી નિષ્ઠુરતાના સીસીટીવી ફૂટેજ જોઈને અનેક સવાલ ઉભા થયા છે. મસ્તી કરતા બે વિદ્યાર્થીઓને શિક્ષકે સમજાવવાને બદલે ગુનેગારની જેમ કેમ ફટકાર્યા. ત્યારે હાલ તો વાલીઓ શાળા પાસે યોગ્ય ન્યાય માગી રહ્યા છે. જો કે પાયાનું ઘડતર આપનાર શાળામાં જ આવી રીતે વિધાર્થીઓ સાથે વર્તન કરવામાં આવશે તો દેશના ભવિષ્ય તરીકેના વિદ્યાર્થીઓ ઉપર શુ અસર પડશે ? ત્યારે આ સમગ્ર મુદ્દે શિક્ષણ અધિકારી કે શિક્ષણ વિભાગે યોગ્ય પગલા લેવામાં આવે તેવી માગ પણ ઉઠી છે.

(વીથ ઇનપુટ- જીજ્ઞેશ મહેતા, બારડોલી)

Published On - 2:39 pm, Tue, 28 June 22

Next Article