SURAT : મનપાની સામાન્ય સભામાં હોબાળો, ભીમરાટ ગામ નજીક રોડ બનાવવાની મંજૂરી મુદ્દે વિપક્ષનો વિરોધ
સુરત મહાનગર પાલિકા એટલે ગુજરાતમાં મોટી અને નંબર વન નગરપાલિકા તરીકે ઓળખાય છે. સુરતમાં પાલિકાની ચૂંટણીમાં આ વખતે વિરોધ પક્ષમાં આમઆદમી પાર્ટી આવતા પાલિકામાં કોઈને કોઈ બાબતે ઉગ્ર રજુઆત થતી હોય છે.
સુરત મહાનગર પાલિકામાં આજે સામાન્ય સભા મળી હતી. જેમાં શહેરના કામો અને કોર્પોરેટરોના વિસ્તારોની વાતો સાંભળવામાં આવતી હોય છે. ત્યાં આજે મળેલી સામાન્ય સભામાં બંને પક્ષ આમને સામને થતા થોડા સમય માટે હોબાળો થયો હતો. અને શબ્દોની બોલાચાલી પણ કરવામાં આવી હતી.
સુરત મહાનગર પાલિકા એટલે ગુજરાતમાં મોટી અને નંબર વન નગરપાલિકા તરીકે ઓળખાય છે. સુરતમાં પાલિકાની ચૂંટણીમાં આ વખતે વિરોધ પક્ષમાં આમઆદમી પાર્ટી આવતા પાલિકામાં કોઈને કોઈ બાબતે ઉગ્ર રજુઆત થતી હોય છે. પછી વિરોધ પણ કરવામાં આવતો હોય છે. પાલિકામાં દર મહિને એક વખત સામાન્ય સભા મળતી હોય છે. જેમાં શહેરના તમામ કોર્પોરેટરો અને મેયર ડે મેયર સહિતના પદાધિકારીઓ અને પાલિકાના અધિકારીઓ હાજર હરતા હોય છે. પાલિકામાં શહેર માટે કામો મજુર કરવા માટે મુકવામાં આવતા હોય છે. સાથે કોર્પોરેટરોના પ્રશ્નો પણ મુકવા આવતા હોય છે.
ત્યારે આજે અલગ અલગ પ્રશ્નોની રજુઆત કરવામાં આવતી હતી. ત્યાં વેસુ વિસ્તારમાં ભીમરાટ ગામ નજીક રોડ બનાવવા માટે અંદાજીત 6 કરોડની મજૂરી માંગતા વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો કે જે જગ્યાએ ટ્રાફિકની સમસ્યા નથી અને તે જગ્યાએ હાલમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે તો તે જગ્યા પર હાલ પૂરતી જોઈ નવા રોડની જરૂરિયાત જણાતી નથી. તો કેમ પાસ કરવામાં આવે તે બાબતે આમને સામને થતા મામલો ઉગ્ર થયો હતો. અને બોલાચાલી થઈ હતી પણ સામાન્ય સભાનો સમય પૂર્ણ થતાં પર્ણ કરવામાં આવી હતી.
જ્યારે સામાન્ય સભાની અંદરની વાત કરવામાં આવે તો એ પણ છે કે ભાજપના જ એક કોર્પોરેટર શહેરના પાંડેસરા ઉધના ભટાર જેવા વિસ્તારમાં પ્રદુષણના કારણે લોકોને પરેશાની થઈ રહી છે. અને જેથી ખાસ કરીને રાત્રીના સમયે પણ વાતાવરણ પ્રદુષિત થાય છે. જેથી લોકોના સ્વાસ્થ્ય ચેડાં થયા જેને પાલિકા કમિશનર અને મેયર સાંભળી આ વાત સામે કરતા જ વિરોધ પક્ષ દ્વારા સુર પુરાવ્યો હતો અને સમર્થન કર્યું હતું.
આ પણ વાંચો : KUTCH : રાપર, ભુજ, અંજાર, અબડાસા, માંડવી અને ગાંધીધામમાં વરસાદ, નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા