Surat: સફાઈ કામદારની ઈમાનદારી, ઝાડીમાં મળી આવેલો સવા લાખનો ફોન મૂળ માલિકને પરત આપ્યો

આ દરમ્યાન તેઓને વેસુ(vesu ) ફાયર સ્ટેશન રોડ પાસે આવેલ ફુટપાથ નજીક ઝાડીમાં એક કપડામાંથી સેમસંગ કંપનીનો 1.25 લાખ રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો.

Surat: સફાઈ કામદારની ઈમાનદારી, ઝાડીમાં મળી આવેલો સવા લાખનો ફોન મૂળ માલિકને પરત આપ્યો
Honesty of Sweeper (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 3:41 PM

સુરત (Surat )શહેરના વેસુ વોર્ડ ઓફિસમાં ફરજ બજાવતાં સફાઈ કામદાર(Sweeper ) આજે સવારે ઝાડીમાંથી સવા લાખ રૂપિયાની કિંમતનો મોબાઈલ(Mobile ) ફોન મળી આવતાં ચોંકી ઉઠ્યા હતા. આ સંદર્ભે તેઓએ પોતાના અધિકારીનું ધ્યાન દોરતાં અંતે ભારે જહેમત બાદ મોબાઈલ ફોન મુળ માલિકને પરત કરવામાં આવ્યો હતો.

આ સંદર્ભે વધુ માહિતી આપતાં સેનેટરી ઈન્સ્પેક્ટર પિયુષ પટેલે જણાવ્યું હતું કે, અઠવા ઝોનના વેસુ વોર્ડ ઓફિસ ખાતે ફરજ બજાવતાં સફાઈ કામદાર રાકેશ રાઠોડ આજે રાબેતા મુજબ કામગીરી કરી રહ્યા હતા. આ દરમ્યાન તેઓને વેસુ ફાયર સ્ટેશન રોડ પાસે આવેલ ફુટપાથ નજીક ઝાડીમાં એક કપડામાંથી સેમસંગ કંપનીનો 1.25 લાખ રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો.

જો કે, મોબાઈલ ફોનમાં સીમકાર્ડ ન હોવાને કારણે તેઓએ મોબાઈલ ફોનમાં છેલ્લે ડાયલ કરવામાં આવેલા નંબરો પર સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમ્યાન મુળ માલિકના મિત્ર સાથે વાત થતાં તેઓએ મોબાઈલ ફોન ચોરી થયો હોવાની વાત જણાવી હતી. અંતે સફાઈ કામદાર રાકેશભાઈ અને એસ.આઈ. પિયુષ પટેલે મોબાઈલ ફોનના મુળ માલિક એક હોટલમાં રોકાયેલા મહેશભાઈ ઈટાલિયાને તેઓનો મોબાઈલ ફોન પરત કર્યો હતો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ઉલ્લેખનીય છે કે, સેલિબ્રેશન હોટલમાં રોકાયેલા મહેશભાઈ ઇટાલિયાનો મોબાઈલ ફોન ગત છઠ્ઠી તારીખે ચોરી થયો હતો. જે સંદર્ભે તેઓએ જે તે સમયે સ્થાનિક પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરી હતી. જો કે, પકડાઈ જવાના ડરથી મોબાઈલ ચોરે આ ફોન કપડામાં લપેટીને ઝાડીમાં ફેંકી દીધો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આજે સવારે રાકેશ રાઠોડ ઝાડીમાંથી કપડાને ફેંકવા જતાં તેમાંથી મોબાઈલ મળી આવ્યો હતો. આમ સફાઈ કામદારની ઈમાનદારીથી સૌ પ્રભાવિત થયા છે. સવા લાખ રૂપિયાનો મોબાઈલ ફોન પરત મળતા માલિકે પણ સફાઈ કામદારનો ખુબ આભાર માન્યો હતો. અને તેની કામગીરીને બિરદાવીને ઇનામ પણ આપ્યું હતું.

આ પણ વાંચો :

સુરતના તમામ ઝોનમાં અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરાશે, અઠવા વિસ્તારની એક શાળા હર્ષ સંઘવીને દત્તક અપાઈ

VNSGU દ્વારા પહેલી વખત શરૂ કરાયેલા હિન્દૂ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને કોઈ રસ નથી, ફક્ત 2 વિદ્યાર્થીઓએ જ ફી ભરી

g clip-path="url(#clip0_868_265)">