Surat : યુક્રેનથી સુરત પરત ફરેલા વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ લઈ રહ્યા છે, સાયરન વાગે એટલે શિક્ષકો કલાસ અધૂરા મૂકી બંકરમાં જતા રહે છે
બપોરે ક્લાસ શરૂ થવાને કારણે લંચનો સમય જતો રહે છે. આ ઉપરાંત ટર્નેપીલ સિટીમાં યુદ્ધ બાબતે એલર્ટ કરતું એલાર્મ વગડે તો શિક્ષકો બંકરમાં જતા રહે છે. ક્યારેક આખો દિવસ અભ્યાસ વગર નીકળી જાય છે. બે ત્રણ દિવસે એક વખત ચાલુ અભ્યાસ ઓફલાઇન કરી દેવાની શિક્ષકોને ફરજ પડે છે.
રશિયા – યુક્રેન યુદ્ધને (War ) કારણે યુક્રેનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓએ એમબીબીએસનો (MBBS) અભ્યાસ પડતો મૂકી પરત વતન ફરવું પડ્યું છે . જેમાં સુરત (Surat )આવેલા વિધાર્થીઓનો 10 દિવસ સુધી અભ્યાસ બંધ રહ્યો હતો. જોકે યુદ્ધની સ્થિતિ વચ્ચે પણ યુક્રેનના અલગ – અલગ શહેરમાં આવેલી યુનિવર્સિટીએ ઓનલાઇન અભ્યાસ શરૂ કરી દીધો છે . પરંતુ ઓનલાઇન એજ્યુકેશનમાં પણ વિધાર્થીઓને થોડી મુશ્કેલી પડી રહી છે. ભારતીય સમય અને યુક્રેનના સમયમાં બે થી અઢી કલાકનો ડિફરન્સ હોવાને લીધે તેમજ યુદ્ધની સ્થિતિમાં એલાર્મ વગડે ત્યારે શિક્ષકો બંકરમાં જતા રહેતા હોય ઓનલાઇન શિક્ષણ ક્યારેક ક્યારેક આખો દિવસ અટકી પડે છે.
વરાછા વિસ્તારમાં રહેતા અને ટર્નોપીલ સિટીની મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા મૌલિક ભરત પેથાણીએ જણાવ્યું હતું કે , હું ટર્નેપીલ સિટીમાં અભ્યાસ કરતો હતો . તે ભારત પરત આવ્યો ત્યારે પણ આ સિટી સુરક્ષિત હતી . પરંતુ હાલ સ્થિતિ યોગ્ય ન રહેતા તેઓએ ઓનલાઇન અભ્યાસનો સહારો લેવો પડ્યો છે.
મૌલિક એમબીબીએસના સેમેસ્ટર -8 માં અભ્યાસ કરે છે અને ગઇ તા .14 માર્ચથી યુનિવર્સિટી દ્વારા તબીબી અભ્યાસ શરૂ કરી દેવાયો છે . માઇક્રોસોફ્ટ ટીન્ગના માધ્યમથી ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે . દરરોજ 6 કલાકના ક્લાસ હોય છે . મૌલિકે ઓનલાઇન શિક્ષણમાં પડતી મુશ્કેલી અંગે કહ્યું હતું કે , ભારતીય સમય પ્રમાણે બપોરે બારથી સાડા બાર વાગ્યે ઓનલાઇન ક્લાસ શરૂ થાય છે. જ્યારે યુક્રેનમાં સવારે 9 થી 9.30 વચ્ચે ક્લાસ શરૂ થઇ જાય છે.
સમયમાં બે અઢી કલાકનો ફરક પડે છે . બપોરે ક્લાસ શરૂ થવાને કારણે લંચનો સમય જતો રહે છે. આ ઉપરાંત ટર્નેપીલ સિટીમાં યુદ્ધ બાબતે એલર્ટ કરતું એલાર્મ વગડે તો શિક્ષકો બંકરમાં જતા રહે છે. ક્યારેક આખો દિવસ અભ્યાસ વગર નીકળી જાય છે. બે ત્રણ દિવસે એક વખત ચાલુ અભ્યાસ ઓફલાઇન કરી દેવાની શિક્ષકોને ફરજ પડે છે.
27 ફેબ્રુઆરીના રોજ પરત ફરેલી વિધાર્થીની આરશ્રી કલ્પેશ શાહે જણાવ્યું હતું કે , તે એમબીબીએસના થર્ડ સેમેસ્ટરમાં ઓનલાઇન અભ્યાસ કરી રહી છે. યુક્રેનથી સુરત પરત આવ્યા બાદ 10 દિવસ સુધી અભ્યાસ બંધ રહ્યો હતો. ત્યારબાદ યુક્રેનની મેડિકલ કોલેજ અને યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન અભ્યાસ શરૂ કરી દેવાયો હતો. 13 માર્ચથી અભ્યાસ ઓનલાઇન અભ્યાસ શરૂ થઇ ગયો હતો. દરરોજ 8 કલાકના લેક્ચર હોય છે . એડવાન્સ ફી લઇને યુક્રેનની યુનિવર્સિટી – મેડિકલ કોલેજે યુદ્ધની સ્થિતિ વચ્ચે પણ વિધાર્થીઓનું ભણતર ચાલુ રાખ્યું છે.
આ પણ વાંચો :
Surat : આજથી સહારા દરવાજા બ્રિજને પૂર્ણ કરવા રેલવે ટ્રેક ઉપર ગર્ડર મુકવાની કામગીરી કરાશે, બે મહિનામાં બ્રિજને પૂર્ણ કરવાની ગણતરી
Surat : માર્ચ મહિનામાં 1.15 લાખ મુસાફરોએ સુરત એરપોર્ટથી પરિવહન કર્યું, સુરત એરપોર્ટનો દેશનાં સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદીમાં સમાવેશ થશે
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-