Surat : આજથી સહારા દરવાજા બ્રિજને પૂર્ણ કરવા રેલવે ટ્રેક ઉપર ગર્ડર મુકવાની કામગીરી કરાશે, બે મહિનામાં બ્રિજને પૂર્ણ કરવાની ગણતરી

આ 9 ગર્ડરો ચઢાવ્યા બાદ મનપા દ્વારા લોડ ટેસ્ટ , એપ્રો પેરાપેટ અને રોડ મેકિંગ કામગીરી શરૂ કરી દેવામાં આવશે અને 2 માસમાં બ્રિજ તૈયાર થઈ જશે. આ બ્રિજ શરૂ થતા જ 15 લાખ લોકોને ફાયદો થશે .

Surat : આજથી સહારા દરવાજા બ્રિજને પૂર્ણ કરવા રેલવે ટ્રેક ઉપર ગર્ડર મુકવાની કામગીરી કરાશે, બે મહિનામાં બ્રિજને પૂર્ણ કરવાની ગણતરી
Sahara Darwaja bridge (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 8:51 AM

(Surat ) સહારા દરવાજા જંક્શનથી રેલવે કલ્વર્ટ નં . 445 ની ઉપરથી ફ્લાયઓવર બ્રિજ , રેલવે ઓવરબ્રિજ પ્રોજેક્ટમાં રેલવે(Railway ) ટ્રેક સિવાયના ભાગમાં બ્રિજની(Bridge ) કામગીરી પૂર્ણાહૂતિના અંતિમ તબક્કામાં છે અને રેલવેના ભાગમાં રેલવે ટ્રેક ઉપ 2.40 મીટર પહોળાઇના 10 ગર્ડર મૂકવાની કામગીરી માટે રેલવે તંત્ર તરફથી પણ મનપાને મંજૂરી મળી ગઇ છે. સોમવારથી ગુરુવાર દરમિયાન રેલવે તંત્રની મંજૂરી મુજબ બપોરે 2.50 થી સાંજે 4.50 સુધી બે કલાક માટે બ્લોક મનપાને મળ્યો છે.  સંપૂર્ણ કામગીરી રેલવે તંત્ર અને રેલવે પીએમસીના સુપરવિઝન હેઠળ કરવામાં આવશે.

રિંગરોડ ફૂલાયઓવરથી જોડતાં સહારા દરવાજા જંક્શન – સહારા દરવાજા રેલવે કલ્વર્ટ નં . 444 ૫૨ રેલવે ઓવરબ્રિજ , પ્રોજેક્ટમાં રેલવે ટ્રેક ઉપરના ભાગે ગર્ડર મૂકવા માટેની કામગીરી હેતુ સતત રજૂઆતોને પગલે રેલવે તંત્ર દ્વારા સોમવારથી ગુરુવાર સુધી ચાર દિવસ બબ્બે કલાક માટે બ્લોક આપ્યા છે. આ સમય દરમિયાન ગર્ડર મૂકવાની કામગીરી મનપાના ઇજારદારે કરવાની રહેશે. આ માટે જરૂરી ક્રેઇન – ગર્ડર સહિતની વ્યવસ્થા સ્થળ પર કરી દેવામાં આવી છે. પ્રત્યેક ગર્ડરનું વજન અંદાજે 30 ટનની આસપાસ રહેશે.

બે મહિનામાં બ્રિજને તૈયાર કરવાની ગણતરી :

આ મલ્ટિલેય૨ બ્રિજમાં રેલવેના ભાગમાં કુલ 27 ગર્ડર ચડાવવાની હતી . જે પૈકી હવે અંતિમ 9 ગર્ડર ચડાવવાની બાકી છે અને તે માટે રેલવે વિભાગ તરફથી બ્લોકની મંજૂરી પણ મળી ચૂકી હોવાથી હવે મનપા દ્વારા સોમવારથી આ અંતિમ 9 ગર્ડર ચડાવવાની કામગીરી શરૂ કરાશે અને માત્ર 4 જ દિવસમાં ગર્ડર ચડાવી દેવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી
વિરાટ કોહલી પાસે કેટલા ઘર છે અને તેની કિંમત કેટલી છે?
હવે WhatsApp પર જોઈ શકો છો Instagram Reels ! જાણો સિક્રેટ ટ્રિક
કોલ્ડપ્લેના કોન્સર્ટમાં જઈ રહ્યા છો તો ખીસ્સામાંથી આ વસ્તુ કાઢી નાંખજો
કુંભમાં સ્નાન કરનારા ભક્તોની ગણતરી કેવી રીતે થાય છે? જાણો

સોમવારથી ગુરૂવાર સુધી બપોરે 2 કલાક ગર્ડર મૂકવાની કામગીરી કરાશે.રેલવે વિભાગના સુપરવિઝન હેઠળ ગર્ડર ચઢાવવામાં આવશે. પ્રાપ્ત વિગતો મુજબ , સહારા દરવાજા મલ્ટિલેયર બ્રિજની કામગીરી હવે અંતિમ તબક્કામાં ચાલી રહી છે. બ્રિજના બાકી રહેલી 9 ગર્ડર માટે મનપા દ્વારા ડિસેમ્બર 2021 થી રેલવે વિભાગને પત્ર લખી બ્લોકની માંગ કરી રહી હતી.

જેને મંજૂરી મળતા જ હવે સોમવા૨ થી આ ગર્ડર ચડાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. 40 ટનના અને 40 મીટરની એક એવી 9 ગર્ડર એક પછી એક ઉપર ચઢાવવામાં આવશે.સોમવારે બ્લોકના પહેલા દિવસે 2 ગર્ડર મુકવાનો અંદાજ છે. આ કામગીરી માટે 300-300 ટનની બે ક્રેઇન જ્યારે 500 ટનની એક ક્રેઇન કાર્યરત રહેશે. જ્યારે વિકલ્પ તરીકે 500 ટનની એક ક્રેઇન સ્ટેન્ડ બાય રાખવામાં આવ આ 9 ગર્ડરો ચઢાવ્યા બાદ મનપા દ્વારા લોડ ટેસ્ટ , એપ્રો પેરાપેટ અને રોડ મેકિંગ કામગીરી શરૂ કરી દેવામાં આવશે અને 2 માસમાં બ્રિજ તૈયાર થઈ જશે. આ બ્રિજ શરૂ થતા જ 15 લાખ લોકોને ફાયદો થશે.

સુરત મુંબઈ રેલવે લાઈન પર શહેરના પ્રથમ મલ્ટીલેયર ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. સુરતના પહેલા થ્રી લેયર ફ્લાયઓવર બ્રિજનું કામ અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. સુરતના સહારા દરવાજા અને પુણા વિસ્તારમાં ટ્રાફિકની ભયંકર સમસ્યા જોવા મળે છે. માર્કેટ વિસ્તાર ઉપરાંત શહેરમાં પ્રવેશવાનો પણ આ એક રસ્તો હોય ટ્રાફિકથી આ રસ્તો જામ રહે છે. જેથી સુરત મનપા દ્વારા શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :

Surat: આપઘાત કરવા જતી યુવતીને લોકોએ બચાવી, હર્ષ સંઘવીએ કાફલો રોકીને યુવતીને સમજાવી પોલીસ સ્ટેશને મોકલી

Surat: ત્રણ વર્ષ પહેલાં કિશોરીને ભગાડી જવાની અદાવત રાખીને હત્યા કરાઈ હોવાનો ખુલાસો થતાં ગુનો નોંધાયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/1510157097425539074

ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાવવાની આગાહી
ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાવવાની આગાહી
શાળામાં ઘૂસ્યો સિંહ ! શાળાએ આવતા બાળકોને શિક્ષકોએ બહાર જ રોક્યા
શાળામાં ઘૂસ્યો સિંહ ! શાળાએ આવતા બાળકોને શિક્ષકોએ બહાર જ રોક્યા
છોટા પેકેટ બડા ધમાકા, 1 ઉંદરથી 3 બિલાડી ડરીને ભાગી
છોટા પેકેટ બડા ધમાકા, 1 ઉંદરથી 3 બિલાડી ડરીને ભાગી
જમીન NA કૌભાંડ મામલે કાર્યવાહી, 58 મિલકત ધારકને દબાણ દૂર કરવાની નોટિસ
જમીન NA કૌભાંડ મામલે કાર્યવાહી, 58 મિલકત ધારકને દબાણ દૂર કરવાની નોટિસ
હવે દારુ પણ નકલી ! કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
હવે દારુ પણ નકલી ! કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
ભરશિયાળે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનો કહેર
ભરશિયાળે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનો કહેર
રાજાશાહી ઠાઠ માણવા રાજવી પરિવારના ઘરે કરી ચોરી, 5 આરોપીની ધરપકડ
રાજાશાહી ઠાઠ માણવા રાજવી પરિવારના ઘરે કરી ચોરી, 5 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત
ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
g clip-path="url(#clip0_868_265)">