Surat : મોડેલિંગ કરતી પત્નીના 40 લાખ મેળવવા માટે જમાઈએ સસરાની હત્યા કરી ફરાર, પોલીસે તપાસ હાથ ધરી

|

Oct 06, 2022 | 4:52 PM

સુરતના(Surat)અમરોલી ખાતે ઓમકાર રેસિડેન્સીમાં રહેતા સસરાને જમાઈએ રૂપિયા 40 ભરેલી બેગ લઈને સાયકલ ઉપર જતા જોયા બાદ બે મિત્રો સાથે મળી જમાઈ(Son In Law) સસરાને ઘલા ગામે કેસ્તીલો ફાર્મ ઉપર લઈ જઈને પાર્ટી કરીને સસરાનું ઓશિકા વડે મોઢું દબાવી હત્યા(Murder) કરી નાખી હતી. મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો હતો.

Surat : મોડેલિંગ કરતી પત્નીના 40 લાખ મેળવવા માટે જમાઈએ સસરાની હત્યા કરી ફરાર, પોલીસે તપાસ હાથ ધરી
Surat Murder

Follow us on

સુરતના(Surat)અમરોલી ખાતે ઓમકાર રેસિડેન્સીમાં રહેતા સસરાને જમાઈએ રૂપિયા 40 ભરેલી બેગ લઈને સાયકલ ઉપર જતા જોયા બાદ બે મિત્રો સાથે મળી જમાઈ(Son In Law) સસરાને ઘલા ગામે કેસ્તીલો ફાર્મ ઉપર લઈ જઈને પાર્ટી કરીને સસરાનું ઓશિકા વડે મોઢું દબાવી હત્યા(Murder) કરી નાખી હતી. મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો હતો. જે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી મળ્યો હતો. જે આધારે શોધખોળ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને કામરેજ પોલીસ મથકમાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. જેમાં પોલીસે જમાઈના બે મિત્રો પકડાયા બાદ સસરાના મૃતદેહની ઓળખ થઈ હતી. જોકે આ સમગ્ર મામલે જમાઈ હજુ ફરાર છે અને રૂપિયા 40 લાખ ક્યાં છે તે પણ હજુ એક રહસ્ય જ છે.

ઘરના માળિયામાં મુકેલા 40 લાખ રોકડા ગાયબ હતા

જેમાં તારીખ 22-9-2022ના રોજ અશ્વિનીને મોડેલિંગના કામે મુંબઈ જવાનું હોવાથી પતિ મયુર તેને રેલ્વે સ્ટેશન મૂકીને કામરેજ ખાતે માતા-પિતાને ઘરે જવા નીકળ્યો હતો. અશ્વિની તારીખ 25 સપ્ટેમ્બરે મુંબઈથી પરત આવી ત્યારે તેને ઘરના માળિયામાં મુકેલા 40 લાખ રોકડા ગાયબ હતા. આ પૈસા તેણે મોડેલિંગમાંથી કમાયા હતા અને તેના પતિ મયુરને પણ જાણ હતી.. તેથી પતિને જાણ કરતા સોસાયટીના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસયા હતા. જેમાં અશ્વિનીના પિતા દશરથભાઈ સાયકલ પર રૂપિયા ભરેલી બેગ લઈને જતા નજરે પડ્યા હતા. તેમનો ફોન પણ બંધ આવતો હતો. આમ સંબંધીઓને પણ કોઈ જાણ નહોતી.

27 સપ્ટેમ્બરે પતિ મયુર રાદડિયા પણ રહસ્યમય રીતે ગુમ

જેથી દશરથભાઈ ગુમ થયાની ફરિયાદ અમરોલી પોલીસ મથકમાં નોંધાવી હતી. ત્યારે પોલીસે એક ગ્લાસનો ફોટો બતાવતા તેના પર મયુરનો શર્ટ હોવાથી તે મૃતદેહ દશરથભાઈની હોવાની શક્યતાને આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન તારીખ 27 સપ્ટેમ્બરે પતિ મયુર રાદડિયા પણ રહસ્યમય રીતે ગુમ થઈ જતા તે અંગે પણ પોલીસે ફરિયાદ નોંધાવી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કામરેજ ના ઘલા ગામે કેસ્ટીલો ફાર્મમાં મોડી રાત સુધી પાર્ટી કર્યા બાદ જમાઈએ અને તેના મિત્રોએ સસરાની હત્યા કરી હતી. બે મિત્રો પકડાતા ભાંડો ફૂટ્યો પણ મયુર અને રૂપિયા 40 લાખનો કોઈ પતો જ નથી. હાલ પોલીસે સમગ્ર મામલે તેમજ મયુર અને 40 લાખ રૂપિયા ક્યાં છે તેની તપાસ શરૂ કરી છે..

( With Input,Jignesh Mehta, Surat)

Published On - 4:30 pm, Thu, 6 October 22

Next Article