Gujarat Election 2022: નવ દિવસમાં બે વાર રાજકોટના મહેમાન બનશે વડાપ્રધાન, રાજકોટમાં કરશે રાત્રિ રોકાણ

ઉલ્લેખનીય  છે કે  વિધાનસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી  (PM Narendra Modi ) રાજકોટની મુલાકાત લેશે. નવ દિવસમાં વડાપ્રધાન મોદી બીજી વાર રાજકોટ (Rajkot)આવી રહ્યા છે. 11 ઓક્ટોબરે તેઓ રાજકોટના જામકંડોરણા તાલુકામાં અને 19 ઓક્ટોબરે રાજકોટમાં જનસભા કરશે.

Gujarat Election 2022:  નવ દિવસમાં બે વાર રાજકોટના મહેમાન બનશે વડાપ્રધાન, રાજકોટમાં કરશે રાત્રિ રોકાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)
Follow Us:
Ronak Majithiya
| Edited By: | Updated on: Oct 06, 2022 | 3:26 PM

પીએમ મોદી (PM Modi) ફરી એકવાર ગુજરાતની(Gujarat) મુલાકાતે આવશે. 10 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન જામનગર (Jamnagar) ખાતે સૌની યોજના (Sauni)લિંક-1 પેકેજ-5 અને લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ કરશે. વિધાનસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી  (PM Narendra Modi ) રાજકોટની પણ મુલાકાત લેશે. નવ દિવસમાં વડાપ્રધાન મોદી બીજી વાર રાજકોટ (Rajkot)આવી રહ્યા છે. 11 ઓક્ટોબરે તેઓ રાજકોટના જામકંડોરણા તાલુકામાં અને 19 ઓક્ટોબરે રાજકોટમાં જનસભા કરશે. કોર્પોરેશન, જિલ્લા વહીવટી તંત્ર રેલવે સહિતના વિભાગના સંયુક્ત કાર્યક્રમો યોજાવાના છે.

સૌરાષ્ટ્રના સૂકા વિસ્તારને સિંચાઇ માટેનું પાણી મળી રહે અને નાગરિકોને પીવાનું શુદ્ધ પાણીનો અવિરત પુરવઠો પહોંચાડવાની વડાપ્રધાન મોદીએ નેમ લીધી હતી, અને આ નેમને પરિપૂર્ણ કરવાની દિશામાં ગુજરાત  એક ડગલું આગળ વધ્યું છે.  10 ઓક્ટોબરના રોજ   વડાપ્રધાન જામનગર (Jamnagar) ખાતે સૌની યોજના (Sauni)લિંક-1 પેકેજ-5 અને લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરનો કાર્યક્રમ પૂર્ણ કરીને રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. તેમજ 11 તારીખના રોજ વડાપ્રધાન મોદી રાજકોટથી જામકંડોરણા જવા માટે રવાના થશે. અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદી બીજી વખત રાજકોટમાં  રાત્રિ રોકાણ કરશે.

નવ દિવસમાં બે વાર રાજકોટના મહેમાન બનશે વડાપ્રધાન

ઉલ્લેખનીય  છે કે  વિધાનસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી  (PM Narendra Modi ) રાજકોટની મુલાકાત લેશે. નવ દિવસમાં વડાપ્રધાન મોદી બીજી વાર રાજકોટ (Rajkot)આવી રહ્યા છે. 11 ઓક્ટોબરે તેઓ રાજકોટના જામકંડોરણા તાલુકામાં અને 19 ઓક્ટોબરે રાજકોટમાં જનસભા કરશે. કોર્પોરેશન, જિલ્લા વહીવટી તંત્ર રેલવે સહિતના વિભાગના સંયુક્ત કાર્યક્રમો યોજાવાના છે. જેમા પીએમ મોદી રૂપિયા 5000 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. ઓવરબ્રિજ, રાજકોટ કાનાલૂસ રેલવેના ડબલ લાઈન, લાઈટહાઉસ પ્રોજેક્ટ સાયન્સ મ્યુઝિયમ ખીરસરા જીઆઈડીસીનુ લોકાર્પણ કરશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

સૌની યોજના હેઠળ 10 જળાશયો છલકાશે

સૌની યોજનાના બીજા તબક્કામાં લિંક-1ના પેકેજ-5ના લોકાર્પણ થકી કુલ રૂ.314.69 કરોડના ખર્ચે 66 કિમી લાંબી પાઇપલાઇન દ્વારા લાલપુર તાલુકાના પીપરટોડા ગામ પાસે નિર્મિત પંપિંગ સ્ટેશન ખાતે 7 પંપ દ્વારા અને ખંભાળિયા તાલુકાના સિદ્ધપુર ગામ પાસે નિર્મિત ફીડર પંપિંગ સ્ટેશન ખાતે 4 પંપ દ્વારા જામનગર જિલ્લાના 5 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 5 એમ કુલ 10 જળાશયો પાણીથી છલકાશે.

નોંધનીય છે કે 30 સપ્ટેમ્બરના રોજ પાંચમા નોરતે વડાપ્રધાન મોદી અમદાવાદની મુલાકાતે હતા અને તેમણે  વંદે ભારત ટ્રેનની શરૂઆત કરાવી હતી તેમજ અમદાવાદમાં મેટ્રો ટ્રેન  સેવાનો શુભારંભ કરાવ્યો હતો.  તેઓ બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં રૂ.7200 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું . જે અંતર્ગત બનાસકાંઠાથી વડાપ્રધાન સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી,(PMJAY) પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના (વિકસતી જાતિ કલ્યાણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, આદિજાતિ વિભાગ અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના કુલ રૂ.1967 કરોડના ખર્ચે તૈયાર થયેલા 60,000થી વધુ આવાસોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ  કર્યું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">