Surat: નશાકારક સીરપનું વેચાણ કરનારાને SOGએ ઝડપ્યો, પ્રિસ્ક્રીપ્શન વિના દવાઓ વેચનારા પર તવાઈ

|

Nov 02, 2022 | 7:12 PM

એસઓજીના  (SOG)અધિકારીઓએ જણાવ્યું હતું કે  સુરત શહેરમાં આવેલા તમામ મેડીકલ સ્ટોર તેમજ દવાઓના હોલસેલ ડ્રિસ્ટીબ્યુટરો કાયદેસર રીતે દવાઓના જથ્થાનું વેચાણ નિયમોનુસાર કરે છે કે કેમ? તે ચકાસણી કરવા ટ્રેપ ગોઠવવામાં આવશે.

Surat: નશાકારક સીરપનું વેચાણ કરનારાને SOGએ ઝડપ્યો, પ્રિસ્ક્રીપ્શન વિના દવાઓ વેચનારા પર તવાઈ
સુરત એસઓજીએ નશાકારક દવાનું વેચાણ કરનારાને ઝડપ્યો

Follow us on

સુરત ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ સુરત શહેર SOGએ દરોડા પાડીને મેડિકલ સ્ટોરમાં વેચાતી નશાકારક દવાઓનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ઘટનાને પગલે ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક દવાઓનું વેચાણ કરનારાઓ ઉપર તવાઈ લાવતા મેડિકલ સ્ટોરના સંચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. સુરત શહેરમાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે “ NO DRUGS IN SURAT CITY ” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આ અભિયાન અંતર્ગત મેડીકલ સ્ટોર ઉપર ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના શરદીની દવાના નામે નશાકારક સીરપ વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાની ફરિયાદો સામે આવી હતી. આ ફરિયાદોને પગલે સુરત શહેર SOG એ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને મેડિકલ સ્ટોરમાં દરોડા પાડ્યા હતા. એટલું જ નહીં પણ નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી અલ્પાઝોલમ, ટ્રામાડોલ ટેબલેટ/કેપ્સ્યુલ નંગ-36, તેમજ નશાકારક કોર્ડન સિરપ બોટલ નંગ-16 સાથે એક દુકાનદારને ઝડપી પાડ્યો હતો.

SOGના અધિકારીએ જણાવ્યું હતું કે આવા ડ્રગ્સનો ઉપયોગ ખાસ કરીને ગુનેગારો ગુનો આચરતા પૂર્વે કરતા હોય તથા યુવાધન આવી ગોળી તથા સીરપનું સેવન કરીને નશાખોરીના રવાડે ચઢે છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી આવા મેડીકલ સ્ટોર્સ ઉપર વોચ રાખવામાં આવી રહી હતી. આ અભિયાનમાં એસ.ઓ.જી.ની અલગ-અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મહત્વનું એ છે કે આ બાબતે ASI બાબુભાઈ સુરજીભાઈને   મેડીકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ પ્રિસ્ક્રીપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધાર શહેર એસ.ઓ.જી,ના અધિકારીઓએ ડમી ગ્રાહકને મોકલીને આ ષડયંત્ર ઝડપી પાડ્યું હતું. તેમજ મેડિકલ સ્ટોરના સંચાલક સુરતમાં રહેતા અને મૂળ રાજસ્થાનના દલારામ દેવાસી  (ઉ.વ.21 રહે. ઘર નંબર-૬૯ લક્ષ્મીનગર રેણુકાભવન પાસે વરાછા સુરત)ને ઝડપી લીધો હતો.

એસઓજીના  (SOG)અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં આવેલા તમામ મેડીકલ સ્ટોર તેમજ દવાઓના હોલસેલ ડ્રિસ્ટીબ્યુટરો કાયદેસર રીતે દવાઓના જથ્થાનું વેચાણ નિયમોનુસાર કરે છે કે કેમ? તે ચકાસણી કરવા ટ્રેપ ગોઠવવામાં આવશે અને સુરત શહેર પોલીસ પોતાની સાથે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ સામેલ કરી નશા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી દવાઓ વગર પ્રિસ્ક્રીપ્શને વેચાણ કરતા હોય તેવા તમામ મેડીકલ સ્ટોર તથા દવાઓના હોલસેલ ડ્રિસ્ટીબ્યુટરો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

Published On - 7:11 pm, Wed, 2 November 22

Next Article