Surat : SOGએ 60 લાખના MD ડ્રગ્સ સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા

સુરત (Surat) શહેરમાં પોલીસ કમિશનર અજય તોમર દ્વારા યુવાધનને નશાની ચુંગાલમાંથી બહાર કાઢવા માટે વર્ષ 2020થી સુરતમાં No Drugs in Surat City કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યુ છે. છેલ્લા બે વર્ષથી સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર ડ્રગ્સ તથા ગાંજાની હેરાફેરી કરતા લગભગ 200 જેટલાં વ્યક્તિઓને પકડી લેવામાં આવ્યા છે.

Surat : SOGએ 60 લાખના MD ડ્રગ્સ સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા
MD ડ્રગ્સ સાથે 4 આરોપીની ધરપકડ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 25, 2022 | 5:16 PM

દિવાળી પર્વના (Diwali 2022) હર્ષોઉલ્લાસના વાતાવરણમાં સુરત SOGએ (Surat SOG) મોટું ઓપરેશન હાથ ધર્યું છે. SOGએ સચિન વિસ્તારમાંથી 600 ગ્રામ જેટલુ MD ડ્રગ્સ ઝડપી લીધુ છે. SOGએ ડ્રગ્સના જથ્થા સાથે 4 શખ્સોને પણ ઝડપી પાડ્યા છે. આ 4 શખ્સો મુંબઈથી ડ્રગ્સ (drugs) લાવી સુરતમાં વેચાણ કરતા હતા. પોલીસે આશરે 60 લાખની કિંમતના 590 ગ્રામ ડ્રગ્સને જપ્ત કરી આરોપીઓ (Accused) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરમાં પોલીસ કમિશનર અજય તોમર દ્વારા યુવાધનને નશાની ચુંગાલમાંથી બહાર કાઢવા માટે વર્ષ 2020થી સુરતમાં No Drugs in Surat City કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યુ છે. છેલ્લા બે વર્ષથી સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર ડ્રગ્સ તથા ગાંજાની હેરાફેરી કરતા લગભગ 200 જેટલાં વ્યક્તિઓને પકડી તેઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આજે વધુ ચાર આરોપીઓને ડ્રગ્સના આરોપમાં સુરત સચિન પાસેના કપલેઠા પાસેથી પકડવામાં આવી છે. તેમની પાસેથી સુરત એસ. ઓ. જી. પોલીસે 600 ગ્રામ એમડી ડ્રગ્સ પકડી પાડ્યું છે. જેની કિંમત આશરે 60 લાખ રૂપિયા જેટલી છે.

સુરત પોલીસ કમિશનર અજય તોમરે પત્રકારોને આ માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે પોલીસની કડક કાર્યવાહીને કારણે મોટા ભાગના ડ્રગ્સના આરોપીઓ હાલ જેલના સળીયા ગણી રહ્યા છે. એટલું જ નહીં હાલ ડ્રગ્સની કિંમતોમાં પણ 15 થી 20 ટકા વધી ગઈ હોવાની ચોંકાવનારી વાત પણ પોલીસ કમિશનરે કહી હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

હાલ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો હોય, અને પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત હોય એ તકનો લાભ લઇ સુરતમાં કોટ વિસ્તારમાં રહેતા આરોપીઓએ મુંબઈથી ડ્રગ્સ સુરત લાવી રહ્યા હતા. એસ. ઓ. જી. પોલીસે બાતમીના આધારે તેઓને પકડી પડ્યા હતા. તેમની પાસેથી પોલીસે 600 ગ્રામ ડ્રગ્સ, સ્વીફ્ટ ગાડી, રોકડા મળીને કુલ 66.67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પકડાયેલ આરોપીઓમાં

1. અઝરુદ્દીન શેખ. 2. રિઝવાન શેખ 3. તોહીદ શેખ 4. ઇમરોજ શેખ.

આ ચારેય આરોપીઓ સુરત શહેરના કોટ વિસ્તારના રહેવાસી છે. મુખ્ય આરોપી અઝરુદ્દીન ઉપર અગાઉ પ્રોહીબિશન ના કેસ થઈ ચૂક્યા છે. જ્યારે રિઝવાન ઉપર મારામારી ના કેસ થઈ ચૂક્યા છે. આ ઉપરાંત ડ્રગ્સ મંગાવનાર સાત લોકોના પણ નામ ખુલ્યા છે. જેમાં સૈયદ સોહેલ, અદનાન બાવા, ચંદન, અરિહંત, પપ્પુ, મઝહર ખાન, તૌફિક કાલા છે. પકડાયેલા આરોપીઓ મુંબઇના મોહંમ્મદ અલી રોડ પરથી ડ્રગ્સ લઈને આવતા હતા. તેઓ ગાડીમાં ડ્રગ્સ સંતાડીને સુરતમાં પ્રવેશે તે પહેલા પોલીસે ઝડપી લીધા હતા. પોલીસ કમિશનરે જણાવ્યુ હતું કે ભવિષ્યમાં પણ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">