Surat : બારડોલીમાં તસ્કરો બન્યા બેફામ, બંધ મકાનમાં હાથફેરાનો પ્રયાસ, CCTVના આધારે પોલીસે તપાસ હાથ ધરી

|

Jun 28, 2022 | 6:26 PM

સુરત (Surat) જિલ્લાના બારડોલીમાં મંદિરની બાજુમાં રહેતા પ્રવીણ પટેલ અને અંબુભાઈ પટેલ ઘરે હાજર નહોતા, ત્યારે મોડી રાત્રે અંદાજે ત્રણ વાગ્યા દરમ્યાન તસ્કરોએ તેમના બંધ મકાનને તેઓએ નિશાન બનાવ્યા હતા.

Surat : બારડોલીમાં તસ્કરો બન્યા બેફામ, બંધ મકાનમાં હાથફેરાનો પ્રયાસ, CCTVના આધારે પોલીસે તપાસ હાથ ધરી
ચોરીના પ્રયાસની ઘટના CCTVમાં કેદ

Follow us on

સુરતના (Surat) ગ્રામ્ય વિસ્તારમાં પણ ગુનેગારોને હવે જાણે પોલીસનો (Police) કોઈ ખોફ રહ્યો ન હોય તેમ એક પછી એક ગુનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. ફરી એકવાર તસ્કરો બેફામ બન્યા છે અને પોલીસને પડકાર ફેંકયો છે. મળતી માહિતી પ્રમાણે બારડોલી તાલુકાના વઢવાણીયા ગામે મોડી રાત્રે ધાડપાડુઓ ત્રાટક્યા હતા. મોડી રાત્રે ચડ્ડી બનીયાનધારી ગેંગના ત્રણ જેટલા ધાડપાડુઓએ બારડોલી નગરમાં NRI પરિવારના બે બંધ મકાનને નિશાન બનાવ્યા હતા.

બે બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ

સુરત જિલ્લાના બારડોલીમાં મંદિરની બાજુમાં રહેતા પ્રવીણ પટેલ અને અંબુભાઈ પટેલ ઘરે હાજર નહોતા, ત્યારે મોડી રાત્રે અંદાજે ત્રણ વાગ્યા દરમ્યાન તસ્કરોએ તેમના બંધ મકાનને તેઓએ નિશાન બનાવ્યા હતા. તસ્કરોએ તાળું તોડીને ઘરમાં પ્રવેશ કરીને હાથફેરો કર્યો હતો. જોકે તોડફોડનો અવાજ આવતા આસપાસના લોકો જાગી ગયા હતા અને પકડાઈ જવાની બીકે ધાડપાડુઓ ભાગી ગયા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી હતી અને ચોરીની ફરિયાદ લઈને વધુ તપાસ શરૂ કરી છે.

તસ્કરો CCTVમાં થયા કેદ

ગામમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં ચોરી કરવા ગયેલા તસ્કરો કેદ થઈ ગયા છે. પોલીસે સીસીટીવી કેમેરાના દ્રશ્યોના આધારે આરોપીઓનું પગેરું શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. જોકે હજી કેટલા મત્તાની ચોરી થઈ છે તે જાણી શકાયું નથી. પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે આરોપીઓને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

હજુ પણ ઘણા ગુના વણઉકેલાયેલા

બારડોલી તાલુકામાં તસ્કરો અને લૂંટારુઓ બેફામ બન્યા છે. અગાઉ નોંધાયેલા બેંકમાં લૂંટ, એટીએમમાં લૂંટનો પ્રયાસ આ ગુનાઓમાં પણ હજી કેસ વણ ઉકેલાયો છે. આ બંને કેસમાં પણ પોલીસના હાથમાં ફકત સીસીટીવી જ હાથ લાગ્યા છે. હજી સુધી પોલીસ આ ગુનાઓનો ઉકેલી શકી નથી. ત્યારે આ બનાવે પોલીસનું કામ વધુ મુશ્કેલ બનાવ્યું છે. ત્યારે હવે વધુ એક તસ્કર ગેંગ સક્રિય થઇ છે. જેને પકડી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

(ઇનપુટ ક્રેડિટ : જીજ્ઞેશ મહેતા, બારડોલી)

Next Article