Surat : વિદ્યાર્થિનીઓમાં જાગૃતિ કેળવવા કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે સેનિટરી પેડનું વિતરણ કર્યું

ગુજરાતના (Gujarat) બજેટમાં મહિલાલક્ષી વિવિધ યોજનાઓ માટે માતબર નાણાકીય ફાળવણી કરવામાં આવી છે. કિશોરીઓ અને મહિલાઓમાં માસિકધર્મ અંગે જાગૃતિ લાવવા અને સેનેટરી પેડ વિનામુલ્ય ઉપલબ્ધ કરાવવા રૂા. 45 કરોડની જોગવાઈ કરી છે. સરકાર દીકરીઓ-મહિલાઓના સ્વાસ્થ માટે રાજ્ય અને કેન્દ્ર હરહંમેશ સજાગ

Surat : વિદ્યાર્થિનીઓમાં જાગૃતિ કેળવવા કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે સેનિટરી પેડનું વિતરણ કર્યું
Surat Mos Darshana Jardosh Distribute Sanitory Pad to female students.
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Apr 14, 2022 | 5:07 PM

કેન્દ્રીય રેલ્વે અને ટેક્સટાઇલ રાજ્ય મંત્રી દર્શના  જરદોશે (Darshana  Jardosh) સુરત(Surat)શહેરની પાંચ શાળાની વિદ્યાર્થિનીઓને સુવિધા સેનિટરી પેડનું(Sanitary Pad) વિતરણ કરી હેલ્થ અને હાઇજીન જાળવવા માટે વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરી હતી. જેમાં કાપોદ્રા વિસ્તારની સુમન શાળા ક્રમાંક 09, અંબાબા ગર્લ્સ હાઇસ્કુલ- હરિપુરા, અડાજણની નગર પ્રા. શાળા નંબર.-152, સુમુલ ડેરી રોડની સુમન શાળા નંબર 03 તથા રૂસ્તમપુરાની નગર પ્રાથમિક શાળા નંબર 38 સહિતની પાંચ શાળાઓની 2300 વિદ્યાર્થિનીઓને માસિક ધર્મ વિશેની સમજ આપી સેનિટરી પેડની ભેટ આપવામાં આવી હતી. અડાજણની શાળા નંબર 88માં 800 જેટલી વિદ્યાર્થીનીઓનું ગયા અઠવાડિયે હેલ્થ ચેકઅપ કરાયું હતું, જેમાં હિમોગ્લોબીન અને આયર્નની ઉણપ ધરાવતી 32 વિદ્યાર્થિનીઓને એક મહિનાની દવા પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, વડાપ્રધાન તથા મુખ્યમંત્રીએ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે મહિલાલક્ષી વિવિધ યોજનાઓને પ્રાધાન્ય આપ્યું છે.

સુરતની શાળાઓમાં વિદ્યાર્થિનીઓ માટે હેલ્થ ચેક કેમ્પો યોજાશે

તેમજ રાજય બજેટમાં મહિલાલક્ષી વિવિધ યોજનાઓ માટે માતબર નાણાકીય ફાળવણી કરવામાં આવી છે. કિશોરીઓ અને મહિલાઓમાં માસિકધર્મ અંગે જાગૃતિ લાવવા અને સેનેટરી પેડ વિનામુલ્ય ઉપલબ્ધ કરાવવા રૂા. 45 કરોડની જોગવાઈ કરી છે. સરકાર દીકરીઓ-મહિલાઓના સ્વાસ્થ માટે રાજ્ય અને કેન્દ્ર હરહંમેશ સજાગ હોવાનું જણાવતાં ઉમેર્યું કે, આગામી સમયમાં સુરતની શાળાઓમાં વિદ્યાર્થિનીઓ માટે હેલ્થ ચેક કેમ્પો યોજાશે.

જેમાં વિદ્યાર્થિનીઓને હિમોગ્લોબીન અને આયર્નની દવાઓ અપાશે. પી.એમ. જનઔષધિ કેન્દ્રોમાં મળતી જેનેરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓ જેટલી જ સલામત, ગુણવત્તાયુક્ત, ફાયદાકારક અને અન્ય દવાઓની તુલનાએ સસ્તી હોય છે. તેમણે કિશોરીઓને સ્વચ્છતા, સ્વસ્થતા જાળવવાની સમજ આપી ઉચ્ચ શિક્ષણ, મનગમતી પ્રવૃતિઓ અને કૌશલ્ય વિકાસ તરફ આગળ વધે એ માટે પ્રોત્સાહિત કરી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આજ સુધીમાં 1.73 લાખ સેનેટરી પેડનું વિનામુલ્ય વિતરણ કરી

તેમણે વિદ્યાર્થિનીઓ આકલ્થિક સ્થિતિમાં સ્વબચાવ, સ્વરક્ષા કરી શકે તે માટે પ્રત્યેક શાળાઓને તાલીમ કેમ્પ યોજવાનું રચનાત્મક સૂચન કર્યું હતું. આજ સુધીમાં 1.73 લાખ સેનેટરી પેડનું વિનામુલ્ય વિતરણ કરી કિશોરીઓને જાગૃત કરવામાં સફળતા મળી છે, ત્યારે હજુ પણ કિશોરીઓને સ્વસ્થ અને સ્વચ્છ રાખવા અભિયાનને અવિરત રાખીશું એમ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો :  ગુજરાતમાં કોંગ્રેસ હવે ભાજપનો વિકલ્પ બનવાની ક્ષમતા ખોઈ બેઠી છે તેથી AAPમાં જોડાયો છુંઃ ઇન્દ્રનીલ રાજ્યગુરુ

આ પણ વાંચો :  ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની મહત્વની ભેટ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">