Alert: સુરતમાં બાળકોમાં કોરોના કેસો આવતા તંત્ર ચિંતામાં, 2 વર્ષની બાળકી સહીત 4 વિદ્યાર્થિનીને કોરોના

Corona: સુરતમાં DPSની ધોરણ 3ની વિદ્યાર્થિની સહિત ચાર બાળકો સંક્રમિત થયા છે. ચારેયને પરિવારના સભ્યોનો જ ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે.

Alert: સુરતમાં બાળકોમાં કોરોના કેસો આવતા તંત્ર ચિંતામાં, 2 વર્ષની બાળકી સહીત 4 વિદ્યાર્થિનીને કોરોના
Corona File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 11:02 AM

Surat: કોરોનાને લઈ લોકોએ માંડ હજુ થોડો રાહતનો શ્વાસ લીધો હતો. ત્યાં વધુ એક વખત કોરોનાએ ઉથલો માર્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સુરતમાં બાળકોમાં કોરોનાના (Corona In Child) કેસો આવતા તંત્ર ચિંતામાં મુકાયું છે. શહેરમાં શનિવારે ડીપીએસ સ્કૂલની ધો.3ની વિદ્યાર્થિની સહિત 4 બાળકો મળી કુલ 11 કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ બાળકોમાંથી એક તો માત્ર 2 વર્ષનો છે, બીજી બાળકી 8 વર્ષની, ત્રીજી 9 અને ચોથી 13 વર્ષની કિશોરી છે.

ચારેય બાળકોને તેમના પરિવારના સભ્યોમાંથી જ ચેપ લાગ્યાની હિસ્ટ્રી મળી છે. બાળકો કોરોનાગ્રસ્ત થતા જ તંત્ર પણ દોડતુ થયું છે. મહત્વનુ છે કે નાના બાળકો માટે હજૂ સુધી કોઈપણ રસીને મંજૂરી મળી નથી ત્યારે બાળકોમાં કેસ વધતા તંત્ર પણ સાવચેતીના પગલા લેવા સઘળું જાગ્યું છે.

આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગ રૂપે ડીપીએસ સ્કુલમાં શનિવારે ધનવન્તરી રથ મોકલી તપાસ કરાવી હતી અને 28 વિદ્યાર્થીઓના સેમ્પલ લીધા હતા. તો આ સેમ્પલમાંથી એક પણ વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો. સોમવારે ફરી આરોગ્ય વિભાગ દ્વારા ડીપીએસમાં અન્ય વિદ્યાર્થીઓનો સેમ્પલ લઈ તપાસ કરવામાં આવશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

શહેરમાં શનિવારે ડીપીએસ સ્કૂલની ધો. 3ની વિદ્યાર્થિની કોરોના સંક્રમિત મળી આવી હતી. આ સાથે અન્ય 3 બાળકોને મળી કુલ 11 કોરોના પોઝિટિવ મળ્યા છે. તો તંત્રમાં ચિંતા વધી છે. આ બાળકોમાંથી એક તો માત્ર 2 વર્ષની બાળકી હોવાનું સામે આવ્યું છે. તો એક બાળકી 8 વર્ષની, ત્રીજી 9 અને ચોથી 13 વર્ષની કિશોરી છે.

આ બાળકોને તેમના પરિવારના સભ્યોમાંથી જ ચેપ લાગ્યાની માહિતી મળી છે. સૂર્યા કોમ્પલેક્ષના પરિવારના બે સભ્યો સંક્રમીત થયા હતા. આ બાદ પરિવારમાં અન્ય મહિલા સંક્રમીત થઈ છે. તો સાઉથ વેસ્ટ ઝોનના બે વૃદ્ધને ચેપ લાગ્યો છે. આ ચેપ હોસ્પિટલમાંથી લાગ્યો હોવાના અહેવાલ છે. એક વૃદ્ધના સંબંધી હોસ્પિટલમાં દાખલ હોવાથી હોસ્પિટલમાં આવ-જાવની હિસ્ટ્રી મળી આવી છે.

તમને જણાવી દઈએ કે નવસારી જિલ્લામાં ફરી કોરોનાના ભરડામાં વિદ્યાર્થીઓ સપડાયા છે. જિલ્લામાં વધુ એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવસારીમાં વધુ એક બાળક કોરોના પોઝિટિવ આવતા ચિંતા વધી ગઈ છે. જણાવી દઈએ કે આ સાથે 11 નવેમ્બરે નવસારીમાં કોરોનાના વધુ 4 નવા કેસ નોંધાયા છે. જેમાં સરીખુર્દની આર.એન હાઈસ્કૂલના 17 વર્ષીય વિદ્યાર્થીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તમામ તકેદારી હોવા છતાં વિદ્યાર્થી સંક્રમિત થયાનો દાવો છે.

આ પણ વાંચો: Omicron cases in India: મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સૌથી વધુ કેસ, દિલ્હીમાં વધુ એક વ્યક્તિ સંક્રમિત, જાણો અન્ય રાજ્યોની સ્થિતિ

આ પણ વાંચો: ‘પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચો, તો અન્ય આંદોલનના પણ પરત ખેંચો’, આ કોંગ્રેસ MLA એ કરી માગ

g clip-path="url(#clip0_868_265)">