Surat : સારોલી પોલીસે અફીણના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા, કુલ 6.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
સુરતના સારોલી પોલીસે ઝડપી પાડ્યો છે. સુરતમાં સારોલી પોલીસની ટીમે અફીણના (Opium) જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે 5.07 લાખની કિમતના 1014 ગ્રામ અફીણ સહીત કુલ 6.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમજ આ ઘટનામાં બે લોકોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Surat : સુરત દિવસે દિવસે જાણે ક્રાઇમ સિટી બનતુ જઇ રહ્યુ છે. વારંવાર નશાનું નેટવર્ક અહીંથી ઝડપાતુ રહે છે. ત્યારે ફરી એક વાર નશાનો વેપાર સુરતના સારોલી પોલીસે ઝડપી પાડ્યો છે. સુરતમાં સારોલી પોલીસની ટીમે અફીણના (Opium) જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે 5.07 લાખની કિમતના 1014 ગ્રામ અફીણ સહીત કુલ 6.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમજ આ ઘટનામાં બે લોકોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં સારોલી પોલીસની ટીમે માહિતીના આધારે નિયોલ ચેકપોસ્ટ અબ્રામા કોલેજ પાસેથી અફીણનો જથ્થો મગાવનાર પપ્પુસિંગ જયસિંહ રાજપૂત અને જથ્થો લાવનાર ગોપાલલાલ કિશનલાલ જનવાને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 5.07 લાખની કિમતનું 1014 ગ્રામ અફીણ તેમજ 15,120 રોકડા રૂપિયા, 70 હજારની કિંમતના 3 મોબાઈલ ફોન, એક કોલેજ બેગ, 25 હજારની કિમતની એક બાઈક મળી કુલ 6.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ ઘટનામાં સારોલી પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ આ ઘટનામાં જથ્થો આપનાર ઉદયપુર જિલ્લાના રહેવાસી શોભાલાલ સુથાર તેમજ જત્થો મંગાવનાર મહેન્દ્રસિંહ પપ્પુસિંહ રાજપૂતને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ અંગે ડીસીપી ભક્તિ ઠાકરે જણાવ્યું હતું કે સારોલી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે રાજસ્થાનની અફીણનો જત્થો સુરતમાં આવવાનો છે અને ગોડાદરામાં રહેતા બે વ્યક્તિઓને ડીલવરી થવાનો છે, બાતમીના આધારે સારોલી પોલીસની ટીમે વોચ ગોઠવી આરોપીઓને ઝડપી પાડ્યા છે, આરોપીઓ પાસેથી 1 કિલો 14 ગ્રામ અફીણ જપ્ત કરવામાં આવ્યું
ગોડાદરા વિસ્તારમાં રહેતા પપ્પુસિંગ જયસિંગ રાજપૂત અને મહેન્દ્રસિંગ પપ્પુસિંગ રાજપૂત પિતા પુત્ર છે, જે પૈકી પિતાની ધરપકડ કરવામાં આવી છે જયારે પુત્ર વોન્ટેડ છે, આરોપીઓ મૂળ રાજસ્થાનના વતની છે, આરોપીઓએ કેટલી વખત અફીણ મંગાવ્યું છે તે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો