Surat : સુરતમાં આપઘાતના બે બનાવ, નવા મોબાઈલ માટે યુવાને તો, પ્રવાસે જવાની ના પાડતા ધો.12ના વિદ્યાર્થીનો આપઘાત
આજના સમયમાં યુવાનો નાની-નાની વાતોમાં માઠું લાગવી જીવન ટૂંકાવા સુધીના પગલા ભરી લે છે. ત્યારે આવા જ બે બનાવ સુરતમાં સામે આવ્યા છે, મળતી માહિતી મુજબ સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં 18 વર્ષીય પારસ સંજીવ શર્મા પરિવાર સાથે રહેતો હતો, પારસે તેની માતા પાસે નવો મોબાઈલ ફોન લઇ આપવાની માંગણી કરી હતી.

Surat : સુરતમાં આપઘાતના (suicide) બે બનાવો સામે આવ્યા છે. જેમાં એક બનાવમાં નવો મોબાઈલ નહી લઇ આપતા 18 વર્ષીય યુવકે જયારે પ્રવાસ જવાની ના પાડતા ધો. 12ના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આજના સમયમાં યુવાનો નાની-નાની વાતોમાં માઠું લાગવી જીવન ટૂંકાવા સુધીના પગલા ભરી લે છે. ત્યારે આવા જ બે બનાવ સુરતમાં સામે આવ્યા છે, મળતી માહિતી મુજબ સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં 18 વર્ષીય પારસ સંજીવ શર્મા પરિવાર સાથે રહેતો હતો, પારસે તેની માતા પાસે નવો મોબાઈલ ફોન લઇ આપવાની માંગણી કરી હતી.
આ દરમ્યાન માતાએ 10 દિવસ બાદ 23મીએ તેનો જન્મદિવસ આવે છે ત્યારે મોબાઈલ લઈ આપવાનું કહ્યં હતું. જોકે, પારસને આ વાતનું માઠું લાગી આવતા તેણે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું, પારસનો પરિવાર મૂળ મધ્ય પ્રદેશનો વતની છે અને તેનો એક ભાઈ પણ છે. પારસ કપડાની દુકાનમાં નોકરી કરતો હતો, તેણે આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
પરિવારના સભ્યોએ પ્રવાસ જવાની ના પાડતા વિધાર્થીએ કર્યો આપઘાત
બીજા બનાવમાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતો 17 વર્ષીય મિત લલ્લુભાઈ ગાંગાણી મૂળ ભાવનગરનો વતની હતો, તેના માતા પિતા વતનમાં ખેતીકામ કરે છે, સુરતમાં તે મોટા ભાઈ અને બહેન સાથે રહેતો હતો અને ધો.12માં અભ્યાસ કરતો હતો. સ્કૂલમાંથી દક્ષિણ ભારતના પ્રવાસનું આયોજન કરાયું હોય તે પ્રવાસ જવા માંગતો હતો પણ તેના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. તેથી તેના પરિવારના સભ્યોએ તેને પ્રવાસ જવાની ના પાડી હતી. જે વાતનું તેને માઠું લાગી આવતા તેણે ઘરમાં જ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો