Surat : સાજન ભરવાડના રિમાન્ડ પૂર્ણ થતા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે ફરી કોર્ટમાં હાજર કરવામાં આવશે
ફરી એક વખત સાજન ભરવાડને રિમાન્ડ (Remand ) પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવા માટે તેને લાવવામાં આવશે ત્યારે આ વખતે સુરત પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પોલીસ કાફલા વચ્ચે તેને કોર્ટમાં રજૂ કરાશે.
સુરતમાં (Surat ) ચકચારીત મામલા જેમાં વકીલ મેહુલ બોધરા પર સુરતના TRB જવાન દ્વારા હુમલો (Attack )કરવામાં આવ્યો હતો અને તે કેસમાં પકડાયેલ સસ્પેન્ડ TRB જવાનની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો અને રિમાન્ડ મેળવ્યા હતા ત્યાં રિમાન્ડ પૂર્ણ થતાં આજે ફરી સાજન ભરવાડને કોર્ટમાં હાજર કરાશે.
સુરતમાં સોસીયલ મીડિયા માં છવાયેલા એવા વકીલ મેહુલ બોધરા ઉપર થયેલા હુમલાના બીજા જ દિવસે પોલીસે સાજન ભરવાડની ધરપકડ કરી લીધી હતી. સાજન ભરવાડને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અહીં સાજનની ઉપર ટપલીદાવ પણ થઇ ગયો હતો. કોર્ટમાં પોલીસે સાજન ભરવાડના સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટમાં સરકારી વકીલ અને સાજન ભરવાડના વકીલની દલીલો બાદ કોર્ટે સાજન ભરવાડના 5 દિવસના રિમાન્ડ આપ્યા હતા.
સાજન ભરવાડના પાંચ દિવસના રિમાન્ડ પુરા થાય છે અને બપોરે ત્રણ વાગ્યાના અરસામાં સાજનને ફરીવાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યારે હવે સાજનના વધુ રિમાન્ડ માંગવામાં આવે છે કે નહી..? તેની ઉપર સૌ કોઇની નજર છે. હાલ તો વકીલોએ એક જ સૂર કરીને સાજનની સામે ઝડપથી તપાસની કાર્યવાહી પુરી થાય અને તેની સામે કોર્ટમાં ઝડપથી ટ્રાયલ ચાલે તેમજ સજા થાય તેવી માંગણી કરવામાં આવી રહી છે.
સુરતના સરથાણા વિસ્તારના વકીલ મેહુલ બોધરાએ એટ્રોસિટી એક્ટના ગુનામાં પોલીસ પકડથી બચવા આગોતરા જામીન માંગ્યા વકીલ મેહુલ બોધરા ઉપર થયેલા હુમલા બાદ સાજન ભરવાડ ઉપર મારામારી અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. બીજી તરફ પોલીસે મેહુલ બોધરાની સામે એટ્રોસીટી એક્ટ અને ખંડણી માંગવા બદલ ગુનો નોંધ્યો હતો. હાલમાં હોસ્પિટલમાંથી ઘરે આવેલા મેહુલે ગુજરાત હાઇકોર્ટમાં ક્વોસીંગ પીટીશન દાખલ કરી હતી, આ સાથે જ સુરતની કોર્ટમાં પોલીસ પકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી હતી.
સાજન ભરવાડ ની ધરપકડ કર્યા બાદ કોર્ટની અંદર રજૂ કરતા વકીલો દ્વારા જે ઉગ્ર વિરોધ કર્યો હતો અને ટપલીદાવ કરવા માટેની જ કોશિશ કરી હતી ત્યારબાદ ફરી એક વખત સાજન ભરવાડને રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવા માટે તેને લાવવામાં આવશે ત્યારે આ વખતે સુરત પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પોલીસકાફલા વચ્ચે તેને કોર્ટમાં રજૂ કરી શકાય તેવી સંભાવના છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની તકેદારી પણ સુરત પોલીસ રાખશે.