Surat : સચિન તેંડુલકરની સહી વાળું બેટ ઓકશનમાં મુકાયું, બેટ પર લાગી આટલા લાખની બોલી

ક્રિકેટ લીગના અંતે ક્રિકેટના લેજેન્ડ સચિન તેંડુલકરની સહી વાળું બેટ ઓકશનમાં મુકાયું હતું. જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ઓકશનમાં મુકાયેલા આ બેટની બોલી લગાવાઈ હતી અને આખરે 7.51 લાખમાં બોલી લગાવી ખરીદી લેવાયું છે. ઓકશનમાં મળેલી આ રકમ વેલફેર ફંડમાં વાપરવામાં આવશે

Surat : સચિન તેંડુલકરની સહી વાળું બેટ ઓકશનમાં મુકાયું, બેટ પર લાગી આટલા લાખની બોલી
Surat Sachin Tendulkar Sign Bat Auction
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: May 16, 2023 | 7:02 AM

સુરતમાં(Surat)  લેબગ્રોન ડાયમંડ એસોસિએશન દ્વારા લેબગ્રોન ડાયમંડ ક્રિકેટ લીગ-2023 નું આયોજન કરાયું હતું. આ ટુર્નામેન્ટના અંતે ક્રિકેટ જગતના લેજેન્ડ સચિન તેંડુલકરનું(Sachin Tendulkar) સહી વાળું બેટ( Bat) ઓકશનમાં મુકાયું હતું. જે 7. 51 લાખમાં બોલી લગાવી ખરીદી લેવાયું છે. બેટના ઓકશનમાં મળેલી રકમ વેલ્ફર ફંડમાં વાપરવામાં આવનાર હોવાનું એસોસિએશનના હોદેદારોએ જણાવ્યું હતું. સુરતમાં લેબગ્રોન ડાયમંડ એસોસિએશન દ્વારા આ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીવર્ગમાં એકતા, વિશ્વસનીયતા તેમજ આત્મીયતા વધે તે હેતુથી લેબગ્રોન ડાયમંડ એસોસિએશન ની સ્થાપના થઇ છે.

લેબગ્રોન ડાયમંડ ક્રિકેટ લીગ 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું

લેબગ્રોન ડાયમંડ સાથે સંકળાયેલા ડાયમંડ ગ્રોવર, મેન્યુફેક્ચરર્સ, ટ્રેડર્સ, વેપારી ભાઈઓ, દલાલમિત્રો સહિત સમગ્ર બિઝનેસ ચેઈનમાં સમાવિષ્ટ સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ, વિશ્વાસ, સ્નેહ અને એક્તા જળવાઈ રહે તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે લેબોન ડાયમંડ એસોસિએશન દ્વારા 10 થી 14 મે દરમિયાન ડી વિલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં લેબગ્રોન ડાયમંડ ક્રિકેટ લીગ 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું.

ઓકશનમાં મળેલી આ રકમ વેલફેર ફંડમાં વાપરવામાં આવશે

આ પાંચ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 10 ટીમો વચ્ચે 18 મેચ રમાઈ હતી  ક્રિકેટ લીગના અંતે ક્રિકેટના લેજેન્ડ સચિન તેંડુલકરની સહી વાળું બેટ ઓકશનમાં મુકાયું હતું. જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ઓકશનમાં મુકાયેલા આ બેટની બોલી લગાવાઈ હતી અને આખરે 7.51 લાખમાં બોલી લગાવી ખરીદી લેવાયું છે. ઓકશનમાં મળેલી આ રકમ વેલફેર ફંડમાં વાપરવામાં આવશે તેમ એસોસિએશનના હોદેદારોએ જણાવ્યું હતું.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">