Surat: 144 કરોડના ખર્ચે બનેલા સુરતના કેબલબ્રિજની રોનક ફિક્કી, મનપા તંત્રએ હાલ લાઈટ મુકવાની વાતને નકારી

Surat: મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) દ્વારા આ બ્રિજ 2018માં ખુલ્લો મુકાયો હતો. 144 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલો આ બ્રિજ સુરતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટોમાંથી એક હતો.

Surat: 144 કરોડના ખર્ચે બનેલા સુરતના કેબલબ્રિજની રોનક ફિક્કી, મનપા તંત્રએ હાલ લાઈટ મુકવાની વાતને નકારી
સુરત કેબલબ્રિજ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 10, 2021 | 6:23 PM

Surat: સુરતના અઠવા અને અડાજણ વિસ્તારને જોડતો કેબલ બ્રિજ (Cablebridge) આઠ વર્ષની લાંબી રાહ બાદ ખુલ્લો મુકાયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) દ્વારા આ બ્રિજ 2018માં ખુલ્લો મુકાયો હતો. 144 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલો આ બ્રિજ સુરતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટોમાંથી એક હતો. જોકે આ બ્રિજ શરૂ કર્યાના એક વર્ષની અંદર જ બ્રિજના બ્યુટીફીકેશન માટે મુકવામાં આવેલી લાઈટો જ ચોરાઈ ગઈ હતી.

144 કરોડના ખર્ચે બનેલા કેબલ બ્રિજ પર સાડા ચાર લાખના ખર્ચે રંગબેરંગી લાઈટો મુકવામાં આવી હતી. જેની ચમક જ નિરાળી હતી. રાત્રી દરમ્યાન આ બ્રિજનો નજારો જોવાલાયક બની રહેતો હતો. લોકો રાત્રી દરમ્યાન બ્રિજ પર લટાર મારવા આવે ત્યારે આ લાઈટો સાથે ફોટો સેલ્ફી અચુકથી લેતા હતા. પરંતુ એક વર્ષની અંદર જ બ્રિજની લાઈટો ચોરાઈ ગઈ.

બ્રિજની વચ્ચોવચ્ચ કેબલની અંદર મુકેલી લાઈટો ચોરાઈ જતા. તેની પોલીસ ફરિયાદ પણ કરવમાં આવી હતી. જેમાં હજી સુધી કોઈ આરોપી પકડાયો પણ નથી. થોડા વર્ષ પહેલા આ બ્રિજ પર લાઈટ મુકવાની દરખાસ્ત ફરી આવી પણ હતી, જેનો વિરોધ ખુદ ભાજપના જ કોર્પોરેટરો દ્વારા કરવામાં આવ્યો હતો. તેવામાં હાલ જ્યારે મનપાની તિજોરી તળિયે આવી છે, ત્યારે આ સમયે પણ બ્રિજની લાઈટ મુકવાની કોઈ સંભાવના નથી.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

પરંતુ સ્થાનિકોની લાગણી છે કે સુરતને ખુબસુરત કહેવામાં આવે છે. આ શહેરની ઓળખ જ ખૂબસૂરતી છે. તેવામાં બ્રિજ પર પાછી લાઈટ મુકવામાં આવે તેવી તેમની માંગ છે. જોકે મનપા તંત્ર દ્વારા હાલ લાઈટ મુકવાની વાતને નકારી દેવામાં આવી છે.

આ પણ વાંચો: Surat: કોરોનામાં મૃત્યુ પામેલા રત્નકલાકારોના પરિવારને મદદ કરવા ડાયમંડ એસોસિયેશને શરૂ કર્યો સર્વે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">